Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આ વર્ષે સિક્વલ્સ અને ફ્રેન્ચાઇસીસ ફોર્મમાં રહી

વર્ષ ૨૦૧૭માં બોલીવૂડે ઘણી  સિક્વલ્સ અને ફ્રેન્ચાઇસી ફિલ્મો આપી. વર્ષના આરંભમાં અક્ષય કુમાર અને હુમા કુરેશીને ચમકાવતી ફિલ્મ ' જોલીએલએલબી-૨' આવી. વર્ષ ૨૦૧૩માં રજૂ થયેલી 'જોલી એલએલબી'મા અર્શદ વારસી હતો.. ત્યાર બાદ' બદરીનાથ કી દુલ્હનિયાં' રજૂ થઇ.

મૂળ  ફિલ્મ 'હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયાં'વર્ષ ૨૦૧૪માં રજૂ થઇ હતી. અને તેમાં આલિયા ભટ્ટ તેમ જ વરૃણ ધવન હતાં. બંને ફિલ્મોએ બોક્સ ઓફિસ પર તડાકો પાડયો હતો. અલબત્ત, આ ફિલ્મો માત્ર દર્શકોએ જ નહીં, વિશ્લેષકોએ પણ વખાણી હતી.

ત્યાર પછી એસએસ રાજામૌલીની પ્રભાસને ચમકાવતી 'બાહુબલિ-૨' આવી. આ ફિલ્મે તે વખત સુધીની બધી જ ફિલ્મોના બધા જ રેકોર્ડ્સ તોડી નાખ્યા હતા. આ સિવાય વરૃણ ધવને પણ 'જુડવા-૨'માં સફળતાનો સ્વાદ ચાખ્યો. આ ફિલ્મ તેના પિતા ડેવિડ ધવને ે જ બનાવી હતી. અને મૂળ 'જુડવા' પણ તેમણે જ વર્ષ ૧૯૯૭માં સલમાન ખાનને લઇને બનાવી હતી.

મહત્વની વાત એ છે કે રોહિત શેટ્ટીની 'ગોલમાલ' ફ્રેન્ચાઇસીની  ચોથી ફિલ્મ 'ગોલમાલ રીટર્ન્સ'એ તો બોક્સ ઓફિસ પર 'બાહુબલિ-૨'ને પણ પાછળ રાખી દીધી હતી. ત્યાર પછી વર્ષ ૨૦૧૩માં રજૂ થયેલી સ્લીપર હીટ 'ફક્રી'ની સિક્વલ 'ફક્રી રીટર્ન્સ' રજૂ થઈ. વિશ્લેષકો કહે છે કે હિન્દી ફિલ્મના દર્શકો સિક્વલ્સને હંમેશાં પ્રેમથી વધાવે છે.

જો દર્શકોને કોઇ ફિલ્મ અને તેના પાત્રો  ગમી જાય તો તેમને તેની  સિક્વલ જોવાની ભારે તાલાવેલી હોય છે. અલબત્ત, ફ્રેન્ચાઇસીમાં સ્ક્રીપ્ટ અત્યંત શક્તિશાળી હોવી ઘટે. તે અગાઉની ફિલ્મ કરતાં ચાર ચાસણી ચડે એવી હોય તો જ દર્શકો તેને વધાવે છે.

સિક્વલ કે ફ્રેન્ચાઈસીની તુલના  તેની અગાઉની ફિલ્મ સાથે થવી સ્વાભાવિક છે. આવી  સ્થિતિમાં દરેક આગામી સિનેમા તેના અગાઉના સિનેમા કરતાં ચડિયાતું ન હોય તો દર્શકો તેને ફગાવી દે. રોહિત શેટ્ટી પણ માને છે ક ે તમે કોઇ ફિલ્મની સફળતાને ધ્યાનમાં રાખીને તેની સિક્વલ ન બનાવી શકો.

સિક્વલ માટે મૂળ ફિલ્મ કરતાં વધુ શક્તિશાળી પટકથા હોય તો જ તે બનાવવાનું જોખમ ઉઠાવી શકાય. અત્રે ઉલ્લેખનીય છે કે રોહિત શેટ્ટીએ માત્ર 'ગોલમાલ'ની શ્રેણી જ નથી બનાવી. બલ્કે અજય દેવગણ  ફેમ 'સિંઘમ્'ની ફ્રેન્ચાઇસીનો યશ પણ તેમને ફાળે જાય છે.

દર્શકા ે સિક્વલને પસંદ કરશે કે કેમ તેનું ટેન્શન દરેક ફિલ્મ સર્જકને હોય છે. આ વર્ષની છેલ્લી સિક્વલ ( વર્ષ ૨૦૧૨માં રજૂ થયેલી 'એક થા ટાઇગર'ની સિક્વલ) બનાવનાર ફિલ્મ સર્જક અલી અબ્બાસ ઝફર કહે છે કે 'ટાઇગર ઝિંદા હૈ' બનાવતી વખતે હું સતત આ બાબતે ટેન્શનમાં હતો. એક તો આ અત્યંત લોકપ્રિય બનેલી ફિલ્મની સિક્વલ હતી. વળી તેમાં સલમાન અને કેટરીના લાંબા સમય પછી પાછા ફરવાના હતા.

અલબત્ત, તેમનું એકસાથે પાછા ફરવું એ મોટા ટેન્શનનું કારણ નહોતું. પરંતુ તેને કારણે દર્શકોની અપેક્ષાઓ એટલી  બધી વધી જાય કે અમને એમ લાગતું હતું કે અમે તેમની આકાંક્ષાઓ પૂરી કરી શકીશું કે કેમ. જોકે તેઓ એમ પણ કહે છે કે જો કોઇ ફિલ્મ સર્જક ચોક્કસ સ્ટોરી રજૂ કરવા માગતો હોય અને તે તેની સબળ રજૂઆત કરી શકે તો તેની તેમ જ દર્શકોની અપેક્ષાઓ અચૂક પૂરી થતી હોય છે.

અત્યાર સુધી 'ધૂમ', 'ક્રીશ', 'રાઝ', 'ગોલમાલ', 'સરકાર', 'મસ્તી', 'મર્ડર', 'ક્યા કૂલ હૈં હમ', 'હાઉસફુલ' જેવી ફ્રેન્ચાઇસીની બોલબાલા રહી. પરંતુ વર્ષ ૨૦૧૮માં પણ વત્તાઓછા અંશે આ ટ્રેન્ડ જારી રહેશે. નવા વર્ષમાં '૨.૦' (વર્ષ ૨૦૧૦માં રજૂ થયેલી 'રોબો'ની સિક્વલ),વર્ષ ૨૦૧૬ની હીટ ફિલ્મ 'બાગી'ની સિક્વલ 'બાગી-૨' અને 'રેસ' સિરિઝની 'રેસ-૩' બનશે.
 

Post Comments