Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પહલાજ નિહલાની ધુમ્રપાન અને ડ્રિન્કના દ્રશ્યો દૂર કરાવવાના મતના હતાં

ફિલ્મોનાં જે જે દ્રષ્યમાં શરાબ અને સિગરેટનું સેવન થતું બતાડવામાં આવે ત્યાં સ્ક્રીન પર ચેતવણીનું નાનકડું સ્ટીકર મૂકી દેવું એ અપૂરતું છે. એમનું માનવું હતું કે સુપરસ્ટારના કરોડો ચાહક હોય છે અને તેઓ એમનું વાસ્તવિક જીવનમાં અનુકરણ કરવું પસંદ કરે છે. આથી દ્રષ્યમાં સ્મોકીંગ અને ડ્રિન્કિંગની ખરેખર જરૃર ન હોય ત્યાં સુધી આ વ્યસનોને ફિલ્મમાં દર્શાવવું યોગ્ય નથી.

'સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન' (સીબીએફસી) વડા તરીકે પહલાજ નિહલાનીની છૂટી થઈ ગઈ છે અને એમને સ્થાને પ્રસૂન જોશીની નિમણૂંક કરવામાં આવી છે. મધુર ભંડારકરની 'ઈન્દુ સરકાર'ની ફિલ્મને પ્રમાણપત્ર આપવાની બાબતે એમનું માથું વધેરાઈ ગયું છે એમ માનવામાં આવે છે.

પરંતુ પોતાની વિદાય થઈ એ પહેલા સીબીએફસીના ભૂતપૂર્વ વડા પહેલાજ નિહલાનીએ ફિલ્મોમાં શરાબ અને તંબાકુ વિરુધ્ધ ઝુંબેશ શરૃ કરી હતી. એ માનતા હતા કે ફિલ્મોનાં જે જે દ્રષ્યમાં શરાબ અને સિગરેટનું સેવન થતું બતાડવામાં આવે ત્યાં સ્ક્રીન પર ચેતવણીનું નાનકડું સ્ટીકર મૂકી દેવું એ અપૂરતું છે.

એમનું માનવું હતું કે સુપરસ્ટારના કરોડો ચાહક હોય છે અને તેઓ એમનું વાસ્તવિક જીવનમાં અનુકરણ કરવું પસંદ કરે છે. આથી દ્રષ્યમાં સ્મોકીંગ અને ડ્રિન્કિંગની ખરેખર જરૃર ન હોય ત્યાં સુધી આ વ્યસનોને ફિલ્મમાં દર્શાવવું યોગ્ય નથી.

કહેવાની  જરૃર નથી કે એમના આ નિવેદનથી ફિલ્મ ઉદ્યોગમાં રોષની લાગણી ફરી વળી હતી. આમ પણ નિહલાનીની કડક સેન્સરશીપ ફિલ્મી સર્જકોને નાપસંદ હતી અને બધા એમનો વિરોધ કરતાં હતાં. સીબીએફસીના બોર્ડના એક સભ્ય અશોક પંડિત નિહલાનીના આ નિવેદનથી છંછેડાઈ ગયા હતાં.

એમણે કહ્યું હતું કે તેઓ બોર્ડના એક સભ્ય છે અને આમ છતાં હજી એમની પાસે આ કહેવાતા પ્રતિબંધ અંગે મંતવ્ય સુધ્ધા નથી મંગાયું. આ પ્રકારનો નિર્ણય ખરેખર લેવાશે તો બોલીવુડ ચાલીસના દાયકામાં ફેંકાઈ જશે. એમણે કહ્યું હતું કે દેશમાં ધુમ્રપાન પર પ્રતિબંધ નથી. જો સ્ક્રીપ્ટની માગ હોય તો પાત્ર સ્મોક કરે એમાં કંઈ ખોટું નથી.

દર્શકોને વાસ્તવિક્તાથી નિહલાની શા માટે દૂર રાખવા માગે છે એ એમને સમજાતું નથી. 'દેવદાસ', 'તનુ વેડ્સ મનુ' શ્રેણી, 'કોકટેલ ઓયે લકી' જેવી ફિલ્મોના દ્રષ્ટાંત ટાંકી પંડિતે કહ્યું હતું કે ઘણી ફિલ્મોના પ્લોટમાં શરાબ સેવન અને ધુમ્રપાન આગવું મહત્ત્વ હોય છે.

હાલમાં રિલિઝ થયેલી  વેબસિરિઝ 'ઈનસાઈડ એજ'ના દિગ્દર્શક કરણ અંશુમને કહ્યું હતું કે એમની સિરિઝમાં વિવેક ઓબેરોયને ધુમ્રપાન કરતો તથા સ્કોચ પીતો દર્શાવાયો છે. આ દ્રષ્ય માટે ધુમ્રપાન અને શરાબ સેવન અત્યંત મહત્ત્વનું છે. કોઈ પાત્રને ઉપસાવવા ઘણીવાર નકારાત્મક દ્રષ્યો સુધ્ધા જરૃરી હોય ચે. ઘણી વાર પાત્રો વ્યસનના અહિં હોય છે અને વ્યસનમાંથી મુક્તિ મેળવવા સંઘર્ષ કરતા પણ દર્શાવાય છે. ઈન્ટરનેટના યુગમાં આ પ્રકારનાં બેવડા ધોરણો રાખવામાં આવે તો સર્જકોને ફટકો પડશે.

'ઉડતા પંજાબ'માં માદક પદાર્થો સામેનો જંગ અને આ દૂષણ પર પ્રકાશ ફેંકવામાં આવ્યો હતો. આથી ડ્રગ્સનું સેવન ઘણા બધા દ્રષ્યોની મૂળભૂત જરૃરિયાત હોય એ સ્વાભાવિક છે.

બીજોય નામ્બિયારે હાલમાં ક્રાઈમ સિરિયલ 'શૈતાન' બનાવી હતી. એમણે કહ્યું હતું કે ફિલ્મોમાં પાત્ર ડ્રગ્સ,  આલ્કોહોલ કે પછી સિગેરટનું સેવન બતાડે કે નહીં એનો અંતિમ નિર્ણય દિગ્દર્શકના હાથમાં હોવો જોઈએ. ફિલ્મના સર્જનની પ્રક્રિયામાં સંકળાયેલા ન હોય એવી વ્યક્તિઓનો હાથમાં આ પ્રકારનો અધિકાર ન હોવો જોઈએ એવું એમનું માનવું છે.

એમણે આશા વ્યક્ત કરી હતી કે પ્રસૂન જોશીના આવ્યા પછી સીબીએફસીની માર્ગદર્શિકાઓ પર બોર્ડના સભ્યો નજર નાખશે. આ પ્રકારના નકામા અને વધુ પડતા નિયંત્રણોને કારણે સર્જકોની સર્જકતા પર અવળી અસર થશે. 'શહીદ' અને 'અલીગઢ' જેવી ફિલ્મના દિગ્દર્શક હંસલ  મહેતાએ કહ્યું હતું કે સમાજમાં ફેલાયેલી બૂરાઈઓ અને દૂષણો માટે માત્ર બોલીવુડને જવાબદાર ન ઠેરવવું જોઈએ.

ખાસ કરીને ઈન્ટરનેટના આગમન પછી કોઈ પણ પ્રકારના નિયંત્રણ અતાર્કિક અને અવ્યવહારુ છે. એક પણ ફિલ્મનો સર્જક ધુમ્રપાન અને શરાબ સેવનને ઉત્તેજન આપવા ફિલ્મનું નિર્માણ નથી કરતો. જો નિહલાની એમ માનતા હોય કે ફિલ્મના દ્રષ્યમાં આ પ્રકારના પ્રતિબંધથી લોકો કુટેવો છોડી દેશે તો એ ખોટું છે.

અશોક પંડિતે તો વેધક ટિપ્પણી કરતાં કહ્યું હતું કે જે વ્યક્તિએ કારકિર્દીમાં અનેક 'વલ્ગર' ફિલ્મ બનાવી હોય એ વ્યક્તિ આ પ્રકારનો પ્રતિબંધ મૂકે એ વધુ પડતું છે. પહલાજ નિહલાનીને રવાના કરી એમને સ્થાને પ્રસૂન જોશીનું આગમન થયું એ સમાચારને એમણે બોલીવુડ અને દર્શકો માટે આવકારદાયક લેખાવ્યા હતા.
 

Post Comments