Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હોલીવૂડ Top 10-2017

કોકો (૪.૫/૮)

સ્ટારકાસ્ટ : એન્થની ગોન્સાલ્વિઝ, ગેઈલ ગાર્શિયા બર્નેલ, અલન્ના ઉબાચ, રેની વિક્ટર, બેન્જામિન બ્રાટ, એડવર્ડ જેમ્સ ઓલ્મોસ

ડીઝની સ્ટુડિયો વળી પાછી એ બાબતની પ્રતિતી કરાવે છે કે એણે હજી 'કોકો' પરનો ટચ જાળવી રાખ્યો છે અને  તમામ શક્યતા છે કે ભવિષ્યમાં પણ અકબંધ રહેશે. બાળકોની સાથે જોવા જેવી ફિલ્મ. બાળકો ન હોય તો એકલા જવાનું પણ ચૂકતા નહીં. હવે થિયેટરોમાં ન હોય તો ઓનલાઈન વિકલ્પ હશે જ.

 

 

 


ટર્મિનેટર-ટુ : જજમેન્ટ ડે ૩ડી (૪.૫/૫)

સ્ટારકાસ્ટ : આર્નોલ્ડ શ્વાનરઝિંગર, લિન્ડા હેમિલ્ટન, એડવર્ડ ફર્લોન્ગ, રોબટે પેટ્રિક, ડો મોર્ટન.

ટર્મિનેટર કથા આગળ વધે છે એની નકલ નથી. ટી-૨ એક એક્શન બ્લોકબસ્ટર છે. આ સીમાચિહ્ન સાપ્રંત સમયમાં પણ એટલું જ અનુરૃપ છે : ગો એન્ડ એન્જોય.


ડનકિર્ક : (૪.૫/૫)

સ્ટારકાસ્ટ : ફિયોન વ્હાઈટહેડ, હેરી સ્ટાઈલ્સ, ટોમ ગ્લેન-કાર્નિ, જેક લોવડેન, એન્યુરિન બર્નાડ, ટોમ હાર્ડી જેમ્સ ડિ-આર્કિ.

ફિલ્મ મેકિંગ માટે જાણીતી વર્તમાન પેઢીના સર્જકોમાંના એક બહુઆયામી અને પ્રતિભાશાળી સર્જક દ્વારા રજૂ થયેલી સિધ્ધહસ્ત ફિલ્મ વાર્તા માંડવાની પ્રતિભાશાળી શૈલી.

 

 

 


ધ સેલ્સમેન (૪.૫/૫)

સ્ટારકાસ્ટ : શહાબ હુસૈની, તારાનેર અલિડૂસ્ટી. ઈરાનના તહેરાનમાં રહેતું એક યુવાન દંપત્તીનો ફ્લેટને અકલ્પનીય નુકસાન પહોંચે છે. એમને ઘર બદલવાની ફરજ પડે છે. નવા ઘરમાં બનેલી ઘટનાઓ એમનું જીવન સંપૂર્ણપણે બદલી દે છે.

 

 

 

 

 


લાયન : (૪.૫/૫)

સ્ટારકાસ્ટ : સની પવાર, દેવ પટેલ, નિકોલ કિડમેન, અભિશેક ભટાટે, રુની માટા, પ્રિયંકા બોઝ, તનિષ્ઠા ચેટર્જી, નવાઝુદ્દીન સિદ્દીકી, દિપ્તી નવલ.

પાંચ વર્ષની વયે એક બાળક ભારતથી દત્તક લેવાય છે. ઓસ્ટ્રેલિયન દંપત્તીને ખોળે ઉછર્યો પછી ૨૫ વર્ષે આ બાળક ભારત પોતાના મૂળ માતા-પિતાની  શોધમાં ભારત પર ફરે છે. સત્ય ઘટના પરથી બનેલી આ ફિલ્મના કલાકારોની યાદી જોઈ એવું લાગે કે આ બોલિવુડની ફિલ્મ છે.

 

 


સ્ટાર વોર : ધ લાસ્ટ જેડી (૪.૫/૫)

સ્ટારકાસ્ટ : માર્ક હેમિલ, કેરી ફિશર, ડૈઝી રિડલી, જ્હોન બોયેગા, ડોમ્હનોલ ગ્લિસ્ન, ઓસ્કાર આઈઝેક.

એક યુવાન યુવતી રે જેડી ફોર્સ લ્યુકને શીખવા માંગે છે. લ્યુકનો નિર્ણય બધાના જીવનમાં આમૂલ પરિવર્તન લાવે છે.

 

 

 

 


થોર : રંગનારોક (૪.૫/૫)

સ્ટારકાસ્ટ : ક્રિસ હેમ્સપર્થ, માર્ક રફેલો, ટોમ હાઈડલસ્ટન, ઈટ્રીસ અલ્બા, એન્થોની હોપકિન્સ, ટેસ્સા થોમ્પસન.

આ મૂવી મિસ કરવું હોલિવુડના ચાહકોને નહીં પોસાય.

 

 

 

 


બ્લેડ રનર ૨૦૪૯

રાયન ગોશલિંગ, હેરિસન ફોર્ડ, એના ડે અર્માસ, સિલ્વિયા હોક,  રોબિન રાઈટ, મેકેન્ઝિ ડેવિસ, જેરેડ લેટો.

સિકવલ આપવી એ સામાન્ય છે પરંતુ મૂળ ફિલ્મને વધુ રળિયાત બનાવે અને પોતે પણ સ્પર્ધામાં સાંગોપંગ ટકી રહે એવી સિકવલ જવલ્લે બને છે.

 

 

 


બોર્ન મેકેનરો

સ્ટારકાસ્ટ : સ્વેરિટ ગુડનાસન, સ્ટેલ્ન સ્કેસ્ગાર્ડ.

જાનુસ મેટઝની આ બાયોપિકની પાંચ સેટની ટેનીસ મેંચનું પરિણામ ખબર હોવા છતાં થિયટરોમાં રૃવાંડા ઊભા થઈ જાય છે. અદ્ભૂત અને થ્રિલિંગ ક્લાઈમેક્સ.

 

 

 


વોન્ડર : (૪.૫/૫)

સ્ટારકાસ્ટ : જુલિયા રોબર્ટ, ઓવેન વિલ્સન, જેકોબ ટ્રેમ્બલે, મેન્ડિ પેટિન્કિન, ક્રિસ્ટલ લૂવે.

સંપૂર્ણપણે ફેમિલિ એન્ટરટેઈન્મેન્ટ અને સંદેશ આપતી ફિલ્મ. એકદમ સંતુલિત અને સાપ્રંત સમયને અનુરૃપ.
 

Post Comments