Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હોલિવુડની સેલિબ્રિટીઓના સ્કેન્ડલ અને તાયફા

વર્ષ ૨૦૧૭નું વર્ષ સેલિબ્રિટી સ્કેન્ડલોથી સતત ડહોળાયેલું રહ્યું. હોલિવુડના ઝઘડાં, સેક્સ કૌભાંડો લગભગ દર મહિને બહાર આવતા રહ્યાં. તો અમુક સંજોગોમાં હોલિવુડમાં સ્ટારોએ જાતજાતના તાયફા કર્યા અને વિવાદ ચગાવ્યો.

મે બી એ સ્ટીફન બેલાફોન્ટ પર આક્ષેપ મૂક્યો

મેલ બી એ સ્ટીફન બેલાફોન્ટ પર હેરાન અને બ્લેકમેલ કરવાનો આક્ષેપ મૂક્યો. આ વર્ષના માર્ચ મહિનામાં મેલ બીએ છૂંટાછેડાની અરજી કરી અને પરિસ્થિતિ તુરંત વણસતી ગઈ.

સ્ટીફન બેલાફોન્ટના લાખો ડોલરના આલિશાન આશિયાના પર પોલીસે ધાડ પાડી. પોલીસને શક હતો કે એની પાસે બંદૂક છે. 

આમ તો અમેરિકામાં બંદૂક રાખવી ગુનો નથી ગણાતો. પરંતુ ૨૦૦૩ના એક ગુના પછી સ્ટીફન પર બંદૂક રાખવા પર પ્રતિબંધ મૂકાયો છે. 


હાર્વિ વિન્સ્ટાઈનનું સેક્સ સ્કેન્ડલ

હોલિવુડનું સંભવત : સહુથી મોટું સેક્સ કૌભાંડ ૨૦૧૭માં બહાર આવ્યું. હાર્વિ વિન્સ્ટાઈન પર ૫૦ કરતા વધુ અભિનેત્રીઓએ યૌન શોષણનો આરોપ મૂક્યો.

મહિલાઓને પોતાની વાસનાનો ભોગ બનાવનાર વિન્સ્ટાઈન વિગતવાર સ્ટોરી ધ ન્યૂયોર્ક ટાઈમ્સે બહાર પાડી અને હોલિવુડ સ્તબ્ધ બની ગયું.

  


રોબીન થીક પર પુત્રને પજવવાનો આરોપ

રોબીન થીક અને પૌલા પેટનના પુત્ર જુલિયાને શાળામાં શિક્ષકોને કહ્યું કે એના પિતા એની સાથે ગેરવર્તન કરે છે.

એણે કહ્યું કે કોઈવાર એના પિતા એને મુક્કો મારે છે. ચાઈલ્ડ સર્વિસના અધિકારીઓએ થીકને તાબામાં લીધો અને કેસની તપાસ શરૃ કરી.

જુલિયાનની માતા પૌલા પેટને તાત્કાલિક એવા આદેશ મેળવ્યા જેથી થીક એના પુત્રના મળવા પર નિયંત્રણ રહે.

  


સ્ટીન બાઈબરે અજાણ્યાના વાળ કાપ્યા

ગ્રેમી એવોર્ડ પહેલાની એક પાર્ટીમાં જસ્ટીન બાઈબરે એક જણના વાળ કાપી નાખ્યા. બનાવની શરૃઆત ત્યારે થઈ જ્યારે જસ્ટીન પાર્ટીમાં હાજર એક અન્ય મિત્ર સાથે ખોટેખોટી ફાઈટ કરતો હતો.

અન્ય વ્યક્તિએ આ નકલી ફાઈટનો વિડિયો ઉતાર્યો. જસ્ટીને આ વિડિયો ડિલીટ કરવાની વિનંતી કરી.

અજાણી વ્યક્તિએ આમ  કરવાની ના પાડતા જસ્ટીન હુમલો કર્યો અને વાળનો ગુચ્છો કાપી નાખ્યો. 


જેકી વોર્નર પર પ્રાણઘાતક હુમલો કરવાનો આરોપ

ધ બ્રાવો ફીટનેસ સ્ટાર નશાની હાલતમાં કાર ચલાવતી હતી.

આ કહેવાતી 'સ્લીપ ડ્રાઈવિંગ'ને કારણે એણે કાર પરથી અંકુશ ગુમાવ્યો અને કાર પોલ સાથે અથડાઈ ગઈ. બનાવ બન્યો ત્યારે એણે પેન્ટ નહોતું પહેર્યું. એણે દાવો કર્યો કે એણે માત્ર એક ડ્રીન્ક લીધું છે.

જોકે એની ધરપકડ થઈ અને ઘાતક હથિયાર દ્વારા પ્રાણઘાતક હુમલો કરવાનો કેસ નોંધવામાં આવ્યો. 


કેન્ડલ જેનર વિવાદાસ્પદ એડમાં ચમકી

આ મોડેલ પોલીસ કર્મચારીને પેપ્સીનું કેન આપે છે. કેન્ડલને એમ કે આ એડથી એ ચમકી જશે પરંતુ પરિણામ અપેક્ષાથી વિપરીત આવ્યું.

કમર્શિયલમાં એક ફોટો શૂટ દરમિયાન કેન્ડલ આંદોલનકારીઓને જુએ છે. બાદમાં શૂટ આપવાને બદલે એ આંદોલનકારીઓ સાથે જોડાય છે.

અને પોલીસ કર્મચારીને પેપ્સીનું કેન આપે છે. જાહેરાતની આ ઝુંબેશ વિવાદાસ્પદ બનતા ઉતારી લેવામાં આવી.

  


ફોટોગ્રાફર પર હુમલો કરવા બદલ લૂઈસ ટોમ્લીસન પર કેસ

લોસ એન્જેલસ એરપોર્ટના બેગેજ ક્લેઈમ કરવાના એરિયામાં લૂઈસ અને એની ગર્લફ્રેન્ડ સામાનની રાહ જોઈ રહ્યાં હતાં.

ત્યાં હાજર એક પાપારાઝીએ આ 'ધ વન ડિરેક્શન'ના સિંગરનો ફોટો પાડયો.

એણે ફોટોગ્રાફર પર હુમલો કરી દીધો.

  


માઈકલ જેક્સનની માતાએ ભત્રિજા વિરુદ્ધ કરી ફરિયાદ

માઈકલ જેક્સનની માતાએ સગા ભત્રિજા ટ્રેન્ટ લામર જેક્સન નિયંત્રણમાં રહે એ માટે અદાલતી આદેશ મેળવ્યો છે. આ ભત્રિજાને ડ્રાઈવર તરીકે નોકરીએ લેવામાં આવ્યો હતો.

પરંતુ માઈકલ જેક્સનના મૃત્યુ પછી એની નિયત બગડી અને એ ભત્રિજાએ જેક્સનની માતાની હેરાનગતી શરૃ કરી. હેરાનગતીનું વિગતવાર વર્ણન અદાલત સમક્ષ છે.

  


લીસા મેરી પ્રેસ્લીએ બાળકોની કસ્ટડી ગુમાવી

૮ વર્ષીય બે જોડીયા દીકરીઓની કસ્ટડી લીસા મેરીએ ત્યારે ગુમાવી જ્યારે એનાથી છૂટાં પડી ગયેલા એના પતિના કમ્પ્યુટરમાંની અમુક વાંધાજનક તસવીરો અને વિડિયો મળી આવ્યા.

સત્તાવાળાઓએ એમના ઘરનું સર્ચ વોરન્ટ કાઢ્યું અને તપાસમાં એવું બહાર આવ્યું કે હકીકતમાં આ તસવીરો લીસા મેરીએ અપલોડ કરી હતી.

  


મિશા બોર્ટોને દાવો કર્યો કે એના એક્સે સેક્સનો વિડિયો બનાવ્યો :

બોર્ટનને લાગે છે કે એના ભૂતપૂર્વ પ્રેમીએ જ્હોન ઝેક્રિયાએ બન્નેનો સેક્સ વિડિયો શૂટ કર્યો છે.

જ્હોન અને એક અન્ય વ્યક્તિ એની નગ્ન તસવીરો સાર્વજનિક ન કરે એ માટે એણે અદાલત પાસેથી જરૃરી આદેશ લીધા છે.
 

Post Comments