Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બોયફ્રેન્ડથી પીડિત હોલીવૂડની અભિનેત્રીઓ

તાજેતરમાં ,  હોલીવૂડની  અભિનેત્રી રીસ વિર્થસ્પૂને  રિલેશનશીપ પર આપેલા  ભાષણમાં  કહ્યું હતું કે કેવી રીતે એ ભાંગી   પડેલા સંબંધના દુ:ખમાંથી સુખરૃપ બહાર આવી અને એના વિચાર અને આચરણમાં   સંપૂર્ણપણે   બદલાવ આવી ગયો.

એની સમસ્ત જીવનનો સહુથી  કપરો સમયગાળો  કયો એવા પ્રશ્નમાં જવાબમાં  એણે તુરંત જ કહ્યું કે પાર્ટનર સાથે વિવાદ થયા પછીનો સમયગાળો. એના સંબંધોમાં તડ  પડયા પછી એ જેટલો સમય સાથે  રહી ત્યારે ઘણીવાર એ હિંસક બની જતી હતી અને ગુસ્સામાં એની  વાણ ીપર અંકુશ ગુમાવી બેસતી હતી.

ત્યારબાદ હતી એટલી  શક્તિ એકત્રિત કરી એણે પાર્ટનરને બાય બાય કહી દેવાની હિંમંત જોડી. એણે કહ્યું કે એક ચોક્કસ સમય  પછી એને ખબર પડી  ગઈ હતી  કે   આ સંબંધમાં  આગળ વધવા જેવું કંઈ બાકી નથી.  એણે 'બિગ લીટલ લઈ ' બનાવી એનું આંશિક કારણ એનો પાર્ટનર સાથેનો ખરાબ અનુભવ હતું.

એની સહ- મહિલા  કલાકારો પણ આ પ્રકારના કપરા સમયગાળામાંથી પસાર થઈ હતી. આ તમામ અનુભવોનો નિયો  'બિગ લિટલ લઈ' માં હતો. જોકે હવે એ 'સર્વાઈવર'  બનીને બહાર  આવી  ગઈ  છે. જો કે હોલીવૂડમાં  આવા  અન્ય સેલિબ્રિટી પણ છે જેઓ યાતનામય સંબંધનો ભોગ  બન્યા  છે અને પછી જીવનમાં આગળ વધ્યા છે.

પામેલા એન્ડરસન  :૧૯૯૮માં  પામેલના હવે  'એક્સ હસબન્ડ'  ટોમી લીની પત્નીને હેરાન કરવા બદલ જેલવાસ ભોગવવો પડયો હતો. પામેલાની ફરિયાદ પછી એની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી હતી. બંનેનો દીકરો ડાયલન  પામેલાના ખોળામાં હતો ત્યારે ટોમીએ ડાયેનાને  લાત મારી હતી. જો કે આ ઘટનાના થોેડાક સમય પછી બંનેએ સમાધાનની કોશિષ કરી પણ આખરે જુદા થઈ  ગયા.

હેલ બેરી : રીસની જેમ હેલ પણ આ વિષય પરત્વે  વાચાળ અભિગમ ધરાવે છે. એના એક્સ બોયફ્રેન્ડે  એના કાન પર એટલો જોરથી તમાચો માર્યો કે એના એક કાનની ૮૦  ટકા શ્રવણ શક્તિ જતી હતી. જો કે આ બોયફ્રેન્ડનું નામ કદી સાર્વજનિક ન થયું. ૨૦૦૯માં એણે કહ્યું  કે એ કદી કોઈની આશ્રિત નહોતી પરંતુ બોય ફ્રેન્ડની  પસંદગી કરવામાં એણે વારંવાર થાપ ખાધી  છે.  જો કે હવે એ સ્માર્ટ પસંદગી કરે છે  જેથી બોય  ફ્રેન્ડની  હિંસક  વર્તણૂકનો  ભોગ બનવાનો પ્રશ્ન ઉપસ્થિત  નથી થતો.

મારીયા  કેરી : ૨૦૦૯માં  મારીયા  કેરીએ  માનસિક  અને  ઈમોશનલ અત્યાચારનો  અનુભવ બયાન  કર્યો હતો. સંગીતના ક્ષેત્રે દિગ્ગજ એવા ટોમી  મેટાલાના માનસિક  અત્યાચારથી એ ક્ષુબ્ધ  અને  છિન્નભિન્ન  બની ગઈ હતી. આ સંબંધમાંથી બહાર નીકળવાનું એટલા માટે વધુ મુશ્કેલ હતી કારણ કે તેઓ માત્ર જીવનસાથી નહોતા.  એક બિઝનેસમાં પણ બંને પાર્ટનર હતો અને ટોમી અંગત અને વ્યવસાયિક ક્ષેત્રે એનું મનનું ધાર્યું જ કરતો હતો.
 

રિહાના :

રિહાના અને એના એક્સ બોયફ્રેન્ડ ક્રિસ બ્રાઉન રીલેનશીપ વિશે  છાપાઓમાં જેટલું લખાયું છે એટલું ભાગ્યે જ અન્ય સ્ટાર માટે લખાયું હશે. ૨૦૦૯ની  ગ્રેમી નાઈટ  દરમિયાન  હોલીવૂડના  દિગ્ગજ માતાઓની હાજરીમાં બંને વચ્ચે ઉગ્ર  શાબ્દિક ચણભણ થઈ હતી. ત્યારથી બંનેના સંબંધમાં  ઓટની  શરૃઆત થઈ. એકવાર ક્રિસે એને એને એટલી  ફટકારી કે બે દિવસ એને હોસ્પિટલમાં  રહેવું પડયું.  જો કે એમ મનાય છે કે ત્યાર પછી બંને વચ્ચે બધુ સમુસૂથરું થઈ ગયું.

મેડોના : એક  સમયે મેડોનાના લગ્ન સીન પેન સાથે થયા હતા. પરંતુ લગ્નના પાંચ વર્ષ પછી બંને વચ્ચે સંબંધ વણસી ગયા. અભિનેતા સીને મેડોના પર હુમલો કર્યો  સીન પર અદાલતમાં  કેસ ચાલ્યો. સીને અદાલત અને મેડોનાની મારી માંગવી પડી. ૧૯૮૯માં બંનેના છૂટાંછેડા થઈ ગયા.
 

Post Comments