Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વર્લ્ડ સિનેમા - લલિત ખંભાયતા

ઑસ્કર ૨૦૧૮ : વિજેતાઓ કોણ છે?

૧૩ ઑસ્કર માટે નોમિનેટ થયેલી ફિલ્મ 'ધ શેપ ઑફ વૉટર' અપેક્ષા મુજબ બેસ્ટ ફિલ્મનો એવૉર્ડ લઈ ગઈ છે. તેની વાત ગયા અઠવાડિયે અહીં કરી હતી. ૯૦મા ઑસ્કર એવોર્ડમાં એ સિવાય વિજેતા બનેલી ફિલ્મો, અભિનેતા, ડિરેક્ટર અને પડદાં આગળ તથા પાછળ રહેલા અન્ય ફિલ્મકારોની વાત..

૧. બેસ્ટ એક્ટર બનવા માટે ગેરી ઓલ્ડમેને ચર્ચિલને આત્મસાત કર્યા હતા.

૨. બેસ્ટ એક્ટ્રેસ બનેલા ફ્રાન્સિસ દાદીએ સ્ટેજ પરથી જ હોલિવૂડની પુરુષપ્રધાન માનસિકતાની ટીકા કરી.

૩. ચીલીની ફેન્ટાસ્ટિક ફિલ્મ અ ફેન્ટાસ્ટિક વૂમનને પરદેશી ફિલ્મ માટે ઑસ્કર મળ્યો.

 
ડિરેક્ટર : ગુલિએર્મો ડેલ તેરો

મેક્સિકોમાં જન્મેલા ડિરેક્ટર ગુલિએર્મોને સાયન્સ ફિક્શન, અમુક અંશે હોરર અને ક્યારેક સુપરહિરો પ્રકારની ફિલ્મો વધુ માફક આવી છે. મેક્સિકન ભાષામાં ઘણી ફિલ્મો બનાવ્યા પછી હોલિવૂડમાં ૧૯૯૩માં હોરર ફિલ્મ 'ક્રોનોસ'થી શરૃઆત કરી. એ વખતે જ આ ફિલ્મને ઑસ્કરમાં પરદેશી ફિલ્મ તરીકે એન્ટ્રી મળી હતી, પણ એવૉર્ડ ન મળી શક્યો. એ કસર હવે દસમી ફિલ્મ 'ધ શેપ ઑફ વૉટર'થી પુરી થઈ છે.

આપણી પૌરાણિક કથાઓમાં મત્સ્યકન્યાનો ઉલ્લેખ ઘણી જગ્યાએ જોવા મળે છે. આ ફિલ્મ એવી મત્સ્યકન્યા તો નહીં પરંતુ મત્સ્યપુરુષ અને માનવકન્યા વચ્ચેની પ્રેમકથા રજૂ કરે છે. એ ફિલ્મને બેસ્ટ ફિલ્મ તરીકે તો તેરોને બેસ્ટ ડિરેક્ટર તરીકે એમ બન્ને મહત્ત્વના એવૉર્ડ મળી ગયા છે.

એક્ટર : ગેરી ઓલ્ડમેન

ગેરી ઓલ્ડમેનને ચહેરેથી ઓળખે છે એ સૌ કોઈ એ વાત સ્વિકારશે કે 'ડાર્કેસ્ટ અવર' માટે તેને એવોર્ડ આપવો જ પડે. કાબરચીતરી દાઢી, કાબરચીતરા વાળ અને મધ્યમ બાંધો ધરાવતા ગેરીએ ફિલ્મમાં વિન્સ્ટન ચર્ચિલનો રોલ કર્યો છે. ચર્ચિલ માથા પર ટાલ માટે જાણીતા હતા, ગોળ ભરાવદાર ચહેરો અને તેનાથી પણ વધુ ગોળમટોળ શરીર.

એ બધુ આત્મસાત કર્યા પછી બ્રિટિશ એક્ટર ગેરીએ બ્રિટિશ પ્રાઈમ મિનિસ્ટર ચર્ચિલનો રોલ બખુબી કરી દેખાડયો. 'એર ફોર્સ વન' જેવી ફિલ્મમાં હેરિસન ફોર્ડ સામે વિલનગીરી કરી ચૂકેલા ગેરીનું ઘડતર બ્રિટિશ નાટયક્ષેત્રમાં થયું છે. નાટકનું બેકગ્રાઉન્ડ હોવાથી એ કોઈ પણ રોલમાં પ્રાણ પુરી શકે છે. જાસૂસના રોલ માટે ગેરીને ૨૦૧૨માં 'ટિન્કર ટેલર સોલ્જર સ્પાય' માટે પણ બેસ્ટ એક્ટર નોમિનેશન મળ્યું હતુ.

મેક-અપ : કાઝુહિરો ત્સુજી

ગેરી સાથે બેસ્ટ મેક-અપનો એવોર્ડ પણ આ ફિલ્મમાં જાપાનીઝ મેક-અપ આર્ટિસ્ટ કાઝુહિરો ત્સુજીને મળ્યો છે. ચહેરે પે ચહેરા લગાવવાના ત્સુઝી એક્સપર્ટ છે. અબ્રાહમ લિંકન બનાવવાના હોય કે પ્લેનેટ ઓફ ધ એપ્સના વાનર-ચહેરા.. ત્સુઝીની એ કામગીરી જાણીતી છે.

પાત્ર નક્કી થયા પછી તેના અનેક પૂતળાં, ચહેરા, ચિત્રો તૈયાર કરી તેના પર પ્રેક્ટિસનો હાથ અજમાવીને મેક-અપ કરતાં હોવાને કારણે ત્સુજીનું નામ હોલિવૂડમાં જાણીતું થયું છે. અગાઉ પણ બે વખત ૪૩ વર્ષના ત્સુજીનું નામ ઑસ્કરના ફાઈનલ લિસ્ટ સુધી પહોંચ્યુ હતુ.

એક્ટ્રેસ : ફ્રાન્સિસ મેકડોર્મન્ડ

દીકરીની ચિંતા માતાને હંમેશા થવાની જ! બેસ્ટ એક્ટ્રેસનો ઑસ્કર મેળવનારા ફ્રાન્સિસ લુઈસ મેકડોર્મન્ડે ફિલ્મ 'થ્રી બિલબોર્ડ...'માં એ પ્રકારનો જ રોલ કર્યો છે. દીકરીની હત્યા થઈ ચૂકી છે અને પોલીસને કેસ ઉકેલવામાં રસ નથી. એટલે પછી માતાએ પોતે જ કેસ હાથમાં લીધો, જેની વાર્તા આ ફિલ્મમાં કહેવાઈ છે.

૬૦ વર્ષના ફ્રાન્સિસ દાદી અગાઉ પણ ૩ વખત ઑસ્કર નોમિનેટેડ થઈ ચૂક્યા છે અને એક એવોર્ડ (ફાર્ગો માટે) પણ મેળવી ચૂક્યા છે. આ તેમનો બીજો એકેડમી એવોર્ડ છે. ફ્રાન્સિસે પણ કરિયરની શરૃઆત ન્યૂયોર્કની નાટયગલી બ્રોડવેથી જ કરી હતી. ફ્રાન્સિસે પોતાની સ્પીચમાં પણ હોલિવૂડમાં મહિલાઓને સમાન હક્ક મળે એવી વાત આડકતરી રીતે કહી સૌ કોઈને વિચારતા કરી દીધાં હતાં.

ફોરેન લેંગ્વેજ : અ ફેન્ટાસ્ટિક વૂમન

ભારતમાં દર વર્ષે ઑસ્કરની લાલચ જેના કારણે જન્મે છે એ કેટેગરી એટલે ફોરેન લેંગ્વેજ ફિલ્મ. ઑસ્કર અમેરિકન ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ માટેનો એવૉર્ડ છે, પણ પરદેશની ફિલ્મો માટે દરવાજા સાવ બંધ નથી. પરદેશની ફિલ્મને એક ઑસ્કર આપવામાં આવે છે. આ વખતે આ એવૉર્ડ દક્ષિણ અમેરિકન દેશ ચીલીમાં બનેલી ફિલ્મ અ ફેન્ટાસ્ટિક વૂમનને મળ્યો. મરિના અને ઓર્નાલ્ડો એકબીજાના પ્રેમમાં છે. ખુબસૂરત મરિના કરતાં ઓર્નાલ્ડો ૩૦ વર્ષ વધુ ઉંમર ધરાવે છે.

પ્રેમમાં એ ઉંમર નડતી નથી, પરંતુ એક દિવસ અચાનક બિમાર પડીને ઓર્નાલ્ડોનું મોત થયુ. મરિના માટે એ પછીનો સમય શોકગ્રસ્ત રહેવાનો હતો, પણ તેના બદલે તેને જ શંકાના દાયરામાં લઈને તપાસ શરૃ કરવામાં આવી. એટલે પછી શરૃ થઈ ફેન્ટાસ્ટિક વૂમનની ફાઈટિંગ.. આ ફિલ્મનું ડિરેક્શન સેબેસ્ટિઅન લિલિઓએ કર્યું છે. આ યંગ ડિરેક્ટરની ફિલ્મ 'ગ્લોરિયા'ને પણ ૨૦૧૩માં ફોરેન કેટેગરીમાં સ્થાન મળ્યું હતું, પણ ત્યારે ઑસ્કર મળી ન શક્યો. આ વખતે મળી ગયો. એ ફિલ્મમાં પણ એકલી મહિલાની લડતની જ કથા હતી.

ડન્કર્ક : ૮ નોમિનેશન,૩ એવૉર્ડ

ક્રિસ્ટોફર નોલનની ફિલ્મ પાસેથી ઘણી-બધી આશા હોય અને તેમાંથી થોડી-ઘણી આશા પૂરી પણ થઈ છે. ૮ ઑસ્કર માટે નામાંકન થયા પછી ફિલ્મને ૩ એવૉર્ડ મળ્યા છે. બીજા વિશ્વયુદ્ધના ડન્કર્કના કાંઠાની કહાની રજૂ કરતી ફિલ્મને સાઉન્ડ મિક્સિંગ, સાઉન્ડ એડિટિંગ અને ફિલ્મ એડિટિંગ માટે ઑસ્કર મળ્યાં છે. નોલન બેસ્ટ ડિરેક્ટર તરીકે અથવા ફિલ્મ બેસ્ટ ફિલ્મ તરીકે બાજી મારી જશે એવી ધારણા હતી, જે પૂરી નથી થઈ. ફ્રાન્સના ડન્કર્ક કાંઠે બ્રિટન અને ફ્રાન્સના ચારેક લાખ સૈનિકો ફસાયેલા હતા.

જર્મનોએ ચો-તરફથી ઘેરી લીધા પછી એ સૈનિકોનું શું થાય.. તેની વાત નોલાને ઘણી અઘરી રીતે આ ફિલ્મમાં કરી છે. યુદ્ધકથા છે એટલે મારામારી, ગોળાફેંક, સામસામી તલવાર તાણતી સેના કે પછી ઊચ્ચ અધિકારીઓ વચ્ચે ચાલતું ડિપ્લોમેટિક વોર.. એવુ બધું હોય જ. આ ફિલ્મ એવી બધી જફા વગર નોલાને પોતાની રીતે બનાવી છે.

બ્લેડ રનર : ફિલ્મ મેકિંગના સાયન્સનું સન્માન

સિનેમેટોગ્રાફી અને વિઝ્યુઅલ ઇફેક્ટ જેવા બે ટેકનિકલ એવૉર્ડ 'બ્લેડ રનર ૨૦૪૯'ને મળ્યાં છે. સાયન્સ ફિક્શન ફિલ્મ હોય ત્યારે સિનેમેટોગ્રાફી અને વિઝ્યુઅલ ઈફેક્ટની કમાલ-કારીગરી કરવી જ પડે. આ ફિલ્મમાં પણ એ થઈ છે. માટે સિનેમેટોગ્રાફી માટે રોજર ડિકિન્સને જ્યારે ઇફેક્ટ માટે જોન નેલ્સન, ગ્રેડ નેફ્ઝર, પોલ લેમ્બાર્ટ અને રિચાર્ડ હૂવરને સંયુક્ત રીતે ઑસ્કર મળ્યો છે.

એ ચારેયના આગેવાન જોન છે, જેમને અગાઉ ગ્લેડિયેટર માટે પણ એવૉર્ડ મળી ચૂક્યો છે. સિકારિઓ, સ્કાયફોલ, એસેસિનેશન ઓફ જેસી જેમ્સ.. અ બ્યૂટિફૂલ માઈન્ડ, ધ શશૉંક રિડપ્શન સહિતની ફિલ્મોમાં સિનેમેટોગ્રાફીની કમાલ દેખાડી ચૂકેલા ડિકિન્સને ૧૪ વખત ઑસ્કર નોમિનેશન મળ્યાં પછી ફાઈનલી એવોર્ડ મળ્યો ખરાં.

અમેરિકાની 'એકેડમી ઓફ મોશન પિક્ચર્સ આર્ટ્સ એન્ડ સાયન્સ' દ્વારા દર વર્ષે અપાતો એકેડમી એવૉર્ડ ઑસ્કર નામે વધુ જાણીતો છે. સૌથી મહત્ત્વનો એવૉર્ડ બેશક બેસ્ટ ફિલ્મનો હોય છે, જે આ વખતે 'ધ શેપ ઓફ વૉટર'ને મળ્યો છે.

એ ફિલ્મની ગયા અઠવાડિયે અહીં જ વાત કરી હતી. કુલ ૧૩ ઑસ્કર માટે નોમિનેટ થયા પછી તેને ૪ એકેડમી એવૉર્ડ મળ્યાં છે. ઑસ્કર કુલ ૨૪ કેટેગરીમાં અપાય છે, જેમાંથી બધી રસ પડે એવી હોતી નથી. એટલે અહીં સિલેક્ટેડ એવૉર્ડની જ વાત કરી છે.
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments