Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

Cine guide

ભારતની પ્રથમ કાશ્મીરી ફિલ્મ કઈ હતી ને તે કઈ સાલમાં બની હતી?
મુબારક શેખ (આણંદ)

પહેલી કાશ્મીરી ફિલ્મ હતી 'મેજરાત' ૧૯૬૪માં બની હતી.

સંઘર્ષમાં દિલીપ કુમાર, વૈજયંતીમાલા ઉપરાંત કયા-કયા કલાકારોએ કામ કર્યું હતું?
બાબુલ પટેલ (પેટલાદ)

બલરાજ સહાની, સપ્રુ, જયંત, સંજીવકુમાર, ઉલ્હાસ, પદમારાણી, ઇફતેખાર વગેરે.

કભી કભી મેરે દિલ મેં ખ્યાલ આતા હૈ... ગીત કઈ ફિલ્મનું છે? સંગીતકાર કોણ છે?
સુભાષ કાપડિયા (અંકલેશ્વર)

આ મશહૂર ગીત ફિલ્મ 'કભી-કભી'નું છે. સંગીતકાર ખૈયામ છે.

'ક્રિમિનલ'ના હિરો નાગાર્જુનની પત્નીનું નામ શું છે? તેની પ્રથમ ફિલ્મ કઈ છે?
રાકેશ દાણી (મોરબી)

નાગાર્જુન અભિનેત્રી અમલ સાથે પરણ્યો છે. પહેલી ફિલ્મ 'શિવા' હતી.

માધુરી દીક્ષિતની પ્રથમ ફિલ્મ કઈ હતી? સદાશીવ અમરાપુરકરની પ્રથમ ફિલ્મ?
સુદેશ પવાર (બરોડા)

માધુરીની પહેલી ફિલ્મ 'અબોધ' અને સદાશિવ અમરાપુરકરની 'અર્ધસત્ય'.

ગોવિંદાનું સરનામું આપશો?
રીના દેસાઈ (સુરત)

જલદર્શન, 'એ' વિંગ રૃહીયા પાર્ક, જૂહુ, મુંબઈ-૪૦૦૦૯.

દિલીપ કુમારને કઈ ફિલ્મથી સફળતા મળી હતી?
દયારામ મિસ્ત્રી (વાપી)

૧૯૪૮ના 'અમર' અને 'મેલા'થી.

ધર્મેન્દ્રનું વતન અને પહેલી ફિલ્મ જણાવશો?
મધુનાયક (વીસનગર)

ધર્મેન્દ્રનું વતન હરીયાણા અને પહેલી ફિલ્મ 'દિલ ભી તેરા હમ ભી તેરે' (૧૯૬૦).

હમ તુમસે જુદા હો કે મર જાયેંગે રો-રોકે... કઈ ફિલ્મનું છે. ગાયક કોણ હતા. અને તે કઈ સાલમાં રજૂ થઈ હતી?
ફાતીમાબાનુ (ગોધરા)

આ ગીત 'એક સપેરા એક લૂંટેરા'નું છે. મહંમદ રફીએ ગાયું છે. ફ્લિમ ૧૯૬૫ની છે.

ફરાહની પહેલી ફિલ્મ કઈ હતી, ને તેનો હિરો કોણ હતો?
સુમિત પટેલ (બોટાદ)

ફરાહની પહેલી ફિલ્મ 'ફાંસલે' (૧૯૮૫) હતી. હિરો હતો રોહનકપૂર.

અમરીશપુરીની પ્રથમ ફિલ્મ કઈ હતી?
દીપક દેસાઈ (બરોડા)

'નિશાન્ત' (૧૯૭૫) હતી.

'બૈજુ બાવરા' કઈ સાલમાં રજૂ થઈ હતી?
ધીરુભાઈ પટેલ (વલસાડ)

બૈજુ બાવરા ૧૯૫૨માં રિલીઝ થઈ હતી.

દારાસિંગની 'હરક્યુલિસ' ક્યારે આવી હતી? હિરોઈન કોણ હતી?
હસમુક પ્રજાપતિ (બાલાશિનોર)

૧૯૬૪માં આવી હતી. હિરોઈન મુમતાઝ હતી.

'રાખી' નામની કોઈ ફિલ્મ આવી હતી? કયા કલાકારોએ એમાં કામ કર્યું હતું?
મયૂર સંઘવી (આણંદ)

જી હા, આ ફિલ્મ ૧૯૬૨માં આવી હતી. ભૂમિકાઓ અશોકકુમાર, વહીદા રહેમાન, અને પ્રદીપ કુમારની હતી.

'નયા રાસ્તા' નામની ફિલ્મ ક્યારે આવી હતી? કલાકારો તથા ગીતકાર કોણ હતા?
મહેશ વેદ (ગાંધીનગર)

આ ફિલ્મ ૧૯૭૦ની છે. જિતેન્દ્ર, આશા પારેખ, હિરો-હિરોઈન હતા. ગીત સાહિર લુધિયાનવીએ લખ્યાં હતાં.

ટ્વિન્કલ ખન્ના અત્યારે શું કરે છે?
પરેશ ગોસલિયા (મુંબઈ)

ટ્વિન્કલ ખન્ના અત્યારે અક્ષયકુમાર સાથે લગ્ન કરી ઘર અને બાળકની સંભાળ રાખે છે. અખબારોમાં કોલમ અને એક પુસ્તક લખ્યું છે 'પેડમેન' ફિલ્મનું નિર્માણ કરી રહી છે.

'બર્મારોડ' અને 'હાવરા બ્રિજ' કઈ સાલમાં રજૂ થઈ હતી?
ઉમરાવ શેખ (અમદાવાદ)

અનુક્રમે ૧૯૬૨ અને ૧૯૫૮માં.
 

Post Comments