Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

Celeb Talk

મલ્લિકા શેરાવતનું અંગત અંગત

- રાશિ  :  વૃશ્ચિક

- જન્મ તારીખ  : ૨૪ ઓક્ટોબર

- જન્મ સ્થળ :  હરિયાણા

- મૂળ  વતન :  હિસાર-હરિયાણા

- પહેલી  ફિલ્મ :  ખ્વાહિશ (૨૦૦૩)

- શાળા / કોલેજ:  દિલ્હી પબ્લિક સ્કૂલ/ મિરાન્ડા હાઉસ- દિલ્હી

- જીવનની યાદગાર પળ :  અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ બરાક ઓબામાને મળી તે.

- જીવનનો  નિરાશાજનક સમય :  મારી  ફિલ્મને સફળતા ન મળે ત્યારે.

- જિંદગીમાં  કરેલો સૌથી અઘરો નિર્ણય :   ફિલ્મોમાં  કામ કરવા માટે ઘર અને પરિવારજનોનો ત્યાગ.

- પુરુષ મિત્રમાં  સૌથી વધુ મહત્ત્વનું શું?: રમૂજ  વૃત્તિ, ડ્રેસિંગ સેન્સ અને મોઢા-દાંતની  સ્વચ્છતા.

- વાસ્તવિક જીવનમાં  ફિલ્મો   જેવું  શું કર્યું હતું? :નાની વયમાં જ મારા દરજી પાસેથી માધુરી દીક્ષિત જેવા વસ્ત્રો સીવડાવતી.  અભિનેત્રીના 'એક દો તીન....'  ગીતના ડ્રેસ જેવો જ પોશાક સીવડાવીને અરીસા સામે એ ગીત પર ડાન્સ કરતી.

- ફિલ્મ માટે કરવું પડેલું સૌથી અઘરું કામ   : વર્ષ  ૨૦૦૫ની  ફિલ્મ 'મિથ' માં વાયર અને કેબલ સાથે બંધાઈને અત્યંત જોખમી સ્ટંટ દ્રશ્યો ભજવ્યા હતા. આ દ્રશ્યો એક તરફ જોખમી-સાહસિક હતાં છતાં બીજી તરફ મને તેમાં સેક્સી દેખાવાનું હતું.

- ફિલ્મોદ્યોગથી  બહારની હોવાના  ફાયદા : તમારી  સફળતાનો યશ તમારા નામે, નિષ્ફળતાનો દોષ તમારા શિરે અને યુવાન છોકરીઓ માટે પ્રેરણાસ્ત્રોત બનીએ તો છોગામાં.

- તારામાં રહેલો  સેક્સીએસ્ટ ગુણ :  મારો આત્મવિશ્વાસ.

- તારી  કઈ ખૂબી- ખામી લોકો નથી જાણતા :  મને પાર્ટીઓમાં  જવું, આલ્કોહોલનું સેવન કે ધૂમ્રપાન કરવું  બિલકુલ પસંદ નથી.

- મહિલા હોવાનો સૌથી મોટો લાભ કયો ? :  તમે  મનગમતા  વસ્ત્રો પહેરી શકો અને તમારા ઘરનો સઘળો દરોમદાર તમારા ઉપર હોય.

- ફિલ્મમાં  ચુંબન દ્રશ્ય કરતી વખતે સૌથી વધુ મુશ્કેલી શા માટે થાય?: ચુંબન દ્વારા લાગણીઓ દર્શાવવાની હોય છતાં હકીકતમાં  તેમાં લાગણીનો  છાંટોય ન હોય.

- તારી ઓટોબાયોગ્રાફીનું  સંભવિત    શિર્ષક :  ' ધ વુમન હુ  ડેર'
 

Post Comments