Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મહેશ ભટ્ટ : એક હસ્તી અનેકના 'ગોડફાધર'

બોલીવુડ નિર્માતા તેમજ દિગ્દર્શક મહેશ ભટ્ટે એની કારકિર્દીમાં ઘણી બહેતરીન ફિલ્મો આપી છે. એના વિશે  એવું કહેવાય છે કે એણે કેટલીક ફિલ્મોમાં પોતાના જીવનની હકીકતની જ વાતો રૃપેરી પડદે દર્શાવી છે.

મહેશ ભટ્ટની પહેલી હિટ ફિલ્મ 'અર્થ' હતી. ત્યારબાદ 'જાનમ' અને  'નામ' ફિલ્મ આવી હતી. જેને દર્શકોએ પસંદ કરી હતી. એણે મોટાભાગે એના વ્યક્તિગત જીવનને જ પડદા પર ઉતારવાની કોશિશ કરી છે.

મહેશ ભટ્ટના પિતાનું નામ નાનાભાઈ ભટ્ટ અને માતાનું નામ શિરીન મોહમ્મદ અલી હતાં. એના ભાઈ મુકેશ ભટ્ટ પણ ફિલ્મ નિર્માતા છે. મહેશે સ્કુલનો અભ્યાસ મુંબઈની એક શાળામાંથી કર્યો છે. સ્કુલ દરમિયાન જ એમને પૈસા કમાવાની ચાનક ચડી હતી. શાળા જીવનથી જ એમણે કેટલિક પ્રોડક્ટનું વિજ્ઞાાપન બનાવવાનું શરૃ કરી દીધું હતું.

મહેશ ભટ્ટે બે વખત લગ્ન કર્યાં છે. પહેલી પત્ની કિરણ ભટ્ટથી એને પૂજા ભટ્ટ અને પુત્ર રાહુલ ભટ્ટ થયા. ત્યાર બાદ એના જીવનમાં સોની રાઝદાન પ્રવેશી. એમણે સોની સાથે લગ્ન કરી લીધા. સોની થકી સાહિન ભટ્ટ અને આલિયા ભટ્ટ એમ બે પુત્રીઓ છે.

મહેશની કારકિર્દીની વાત કરીએ તો એણે ૨૬ વર્ષની વયમાં દિગ્દર્શક તરીકે પહેલી ફિલ્મ 'મંઝિલે ઔર ભી હૈ' બનાવી હતી. ત્યારબાદ ૧૯૭૯માં 'લહુ કે દો રંગ' બનાવી. જેમાં શબાના આઝમી અને વિનોદ ખન્ના મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મે ૧૯૮૦ બે એવોર્ડ પણ મેળવ્યા હતા. ત્યારબાદ ૧૯૮૪ માં આવેલી ફિલ્મ 'સારાંશ'ને દર્શકોએ ખુબ જ પસંદ કરી હતી. અને અનુપમ ખેરની કારકિર્દીની મહત્ત્વની ફિલ્મોમાંની આ એક ફિલ્મ છે.

કેટલીક ફિલ્મોનું દિગ્દર્શન કર્યાં બાદ મહેશ ભટ્ટે ફિલ્મોના નિર્માણમાં ઝુકાવ્યું. થોડાં સમય પહેલા રીલિઝ થયેલી વિદ્યા બાલનની ફિલ્મ 'બેગમ જાન'નું નિર્માણ પણ મહેશ ભટ્ટે કર્યું હતું.

૧૯૯૦ માં આવેલી મહેશ ભટ્ટની  'આશિકી' ફિલ્મને ચાર ફિલ્મફેર એવોર્ડ મળ્યા હતા. તાજેતરમાં પણ મહેશ ભટ્ટ ફિલ્મો બનાવવામાં વ્યસ્ત રહે છે. ઈમરાન હાશ્મી, ઉર્મિલા માંતોડકર જેવા ઘણા કલાકારોની કારકિર્દી મહેશ ભટ્ટને કારણે શક્ય બની છે. હજી પણ તેઓ નવા કલાકારોને તક આપતા ખચકાતા નથી.
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

                                                                

Post Comments