૨૦૧૭ની બોલીવુડની ફ્લોપ ફિલ્મોનું લિસ્ટ
- રાબતા:
આ ફિલ્મે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનું કદ વધારવામાં મોટી ભૂમિકા ભજવી.
પરંતુ તેની કહાણી અને રજૂઆતનો સમય દર્શકોને ન ગમ્યાં-ફાવ્યા. એટલે આ સિનેમાને ધારી સફળતા ન મળી.
અને તેનું બોક્સ ઓફિસ કલેક્શન માત્ર ૨૭ કરોડ રૃપિયા જ રહ્યું.
- ઓકે જાનુ:
આ સિનેમાના તમિળ રોમકોમ 'ઓકે કનમની'ને ખાસ્સો પ્રતિસાદ મળ્યો. પરંતું હિન્દી રીમેકને જાકારો મળ્યો.
'આશિકી-૨' પછી આદિત્ય રોય કપૂર અને શ્રધ્ધા કપૂર આ ફિલ્મમાં પાછા ફર્યાં હતાં.
પરંતુ દર્શકોને તેમાં મોજ ન પડી. અને તેની કમાણી માત્ર ૨૩.૬ કરોડ રૃપિયા પર જ અટકી ગઇ.
- રંગૂન:
વિશાલ ભારદ્વાજ જેવા સફળ ફિલ્મ સર્જક અને કંગના રણૌત તેમ જ સૈફ અલી ખાન જેવા કલાકોરોની હાજરી પણ આ સિનેમાને બોક્સ ઓફિસ પર તારવામાં સફળ ન રહી.
વાસ્તવમાં આ ફિલ્મ કંગનાને ફળશે એમ લાગતું હતું. પણ ન ફિલ્મ કંગનાને ફળી કે ન કંગના ફિલ્મને ફળી.
છેવટે માત્ર ૨૩ કરોડ રૃપિયા કમાવીને ફિલ્મને સંતોષ માનવો પડયો.
- બેગમ જાન:
બંગાળી સિનેમા 'રાજકહીની'ની હિન્દી રીમેક 'બેગમ જાન'માં વિદ્યા બાલને જાન રેડવામાં ક્યાંય કચાશ નહોતી રાખી. પણ દર્શકોને આ બેગમ જોવાની મઝા ન પડી.
અને ફિલ્મને માત્ર ૨૦.૭૫ કરોડ રૃપિયાની કમાણીથી સંતોષ માનવો પડયો.
- સરકાર-૩:
જરૃરી નથી કે મહાનાયક પણ દરેક ફિલ્મને તારી શકે. 'સરકાર-૩' તેનું ઉદાહરણ છે.
તેમાં અમિતાભ બચ્ચન અને અમિત સાધ જેવા કલાકારો હોવા છતાં દર્શકોને તે ન ગમી.
અને આ સિનેમાએ ૯.૫૦ કરોડ જેવી નજીવી કમાણી કરી.
- મેરી પ્યારી બિન્દુ:
યશરાજ બેનરના આ સિનેમામાં પણ વિદ્યા બાલન જેવી લોકપ્રિય અદાકારા હતી. તોય બોક્સ ઓફિસ પર તેને જાકારો મળ્યો.
ટૂંકમાં એમ કહી શકાય કે માત્ર માનીતો ચહેરો કોઇપણ ફિલ્મની સફળતાનું કારણ ન બની શકે.
આ સિનેમાને પણ માત્ર ૯.૫૦ કરોડ જેવી મામૂલી આવકથી સંતોષ માની લેવો પડયો.
- બેંક ચોર:
યશરાજ ફિલ્મ્સની આ બીજી ફિલ્મ આ વર્ષમાં ક્યારે આવી અને ક્યારે ચાલી ગઇ તેની પણ કોઇને ખબર ન પડી.
માત્ર આઠ કરોડની કમાણની કરીને આ ફિલ્મ ગુમ થઇ ગઇ.
- નૂર
સોનાક્ષી સિંહા જેવી જાણીતી અદાકારાને પણ દર્શકોએ આ ફિલ્મમાં જાકારો આપ્યો. ઘણાં દર્શકોને તો આ સિનેમાનું નામ સુધ્ધાં નહોતી ખબર. તેથી જ ૭.૭૫ કરોડ જેવી નજીવી કમાણી કરીને આ મૂવી ગાયબ થઇ ગઇ.
- મશીન:
આ સિનેમાનું બોક્સ ઓફિસ કલેક્શન તો માત્ર ૩.૧૫ કરોડ જેટલું ગરીબડું રહ્યું. અબ્બાસ-મસ્તાન જેવા ધરખમ ફિલ્મ સર્જકોની આ ફિલ્મમાં અબ્બાસના પુત્ર મુસ્તફાએ ડેબ્યુ કર્યું હતું. પરંતુ અફસોસ, દર્શકોએ તેને પહેલી ફિલ્મમાં જ નાપસંદ કર્યો.
Post Comments
નડાલનો મોન્ટે કાર્લો માસ્ટર્સમાં ૧૧મી વખત ઐતિહાસિક વિજય
બ્રાઝિલીયન ગોલકિપર સિઝરની નિવૃત્તિ
બોક્સિંગમાં ઈન્ડિયન ટાઈગર્સના બેવડા વિજય
ગોલ્ફર રાહીલ ગંગજીએ જાપાન ઓપન જીતી
ફેડ કપ : જર્મનીને હરાવીને ચેક રિપબ્લિક ફાઈનલમાં
બાર્સેલોના સતત ચોથી વખત 'કોપા ડી રે' ચેમ્પિયન
તેંડુલકરે ૨૦૧૫માં જ કહ્યું હતુ કે 'તું નંબર વન બનીશ' : શ્રીકાંત
છેતરપિંડી કેસ: અભિનેતા રાજપાલ યાદવને 6 મહિનાની જેલ, તાત્કાલિક જામીન મંજૂર
જાતીય દુરાચાર સામે બોલવાનો કશો અર્થ નથી
અનુપમ ખેરે લંડન શિડયુલ પૂરું કર્યું
ઉમેશ શુક્લા સંજય દત્ત સાથે ફિલ્મ બનાવશે
નમસ્તે લંડનની રિલિઝ ડેટ વહેલી કરવામાં આવી
આયમ નોટ પ્રેગનન્ટ, બેવકૂફ...
ખભો જલદી સાજો થઇ જાય એની રણવીરને ઉતાવળ છે
-
GUJARAT
-
NATIONAL
-
INTERNATIONAL
-
BUSINESS
-
Religion & Astro
-
NRI News