આ ફિલ્મોએ બોક્સ ઓફિસ છલકાવી
બદ્રીનાથ કી દુલ્હનિયા
વરુણ ધવન અને આલિયા ભટ્ટ અભિનીત રોમેન્ટિક કોમેડી ફિલ્મ 'બદ્રીનાથ કી દુલ્હનિયા' પણ સો કરોડની ક્લબમાં સામેલ થઈ ગઈ છે.
આ ફિલ્મોની કુલ કમાણી ૧૧૬ કરોડ છે.
બાહુબલી ટુ
આ વર્ષે જ એપ્રિલ મહિનામાં રિલિઝ થયેલી બાહુબલી-ટુના હિન્દી વર્ઝને બૉક્સ ઑફિસ પર બહેતરીન પ્રદર્શન કરીને ભારતમાં કુલ ૫૧૧.૩૦ કરોડની કમાણી કરીને હિટ ફિલ્મોની યાદીમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.
ફિલ્મમાં પ્રભાસ અને અનુષ્કા શેટ્ટી મુખ્ય ભૂમિકામાં હતા.
આ ફિલ્મનું નિર્માણ કરવા પાછળ પણ જંગી રકમનું રોકણ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મે વલ્ડવાઈડ પણ ૧૬૦૦ કરોડ કરતાં પણ વધારે કમાણી કરી હતી.
ગોલમાલ અગેઈન
રોહિત શેટ્ટીની કોમેડી ડ્રામા ફિલ્મ ગોલમાલ અગેઈન ગોલમાલ ફિલ્મની ત્રીજી સિરિઝ છે. આ ફિલ્મમાં અજય દેવગણ, અરશદ વારસી, શ્રેયસ તલપડે, પરિણિતી ચોપરા, તબ્બુ જેવા મલ્ટી સ્ટાર કલાકારો હતા.
આ ફિલ્મ ૨૦૫.૫૨ કરોડની કમાણી કરીને યાદીમાં બીજુ સ્થાન મેળવી લીધું છે.
ટોયલેટ એક પ્રેમકથા
શૌચાલય અને સ્વચ્છતા જેવા મહત્ત્વના મુદ્દા પર બનેલી ફિલ્મ 'ટોઈલેટ એક પ્રેમ કથા'એ ૧૩૪ કરોડની કમાણી કરીને યાદીમાં પાંચમુ સ્થાને મેળવ્યું છે.
આ ફિલ્મ અક્ષયકુમાર અને ભૂમિ પેડણેકર મુખ્ય ભૂમિકામાં હતા.
ટયુબલાઈટ
ઈદ પર રિલિઝ થયેલી સલમાન ખાનની ફિલ્મ 'ટયુબલાઈટ' બૉક્સ ઑફિસ પર જોઈએ એટલો ઉત્કૃષ્ટ દેખાવ કરી ન શકી. આમ છતાં ફિલ્મે ૧૨૧.૨૫૦ કરોડની કમાણી સાથે સાતમાં ક્રમાંકે છે.
આ ફિલ્મે વધુ કમાણી ન કરતા સલમાને ફિલ્મના ડિસ્ટ્રીબ્યુટરોનું નુકશાન પણ ભરપાઈ કર્યું હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.
રઈસ
શાહરૃખ ખાનની ક્રાઈમ થ્રિલર ફિલ્મ 'રઈસ' બૉક્સ ઓફિસ પર ૧૩૭ કરોડની કમાણી કરીને ચોથા ક્રમાંકે છે. આ ફિલ્મમાં પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાન પણ હતી.
બંનેની જોડી દર્શકોને ખૂબ જ પસંદ પડી હતી.
કાબિલ
બે નેત્રહિન વ્યક્તિ વચ્ચેની પ્રેમકથાને દર્શાવતી ફિલ્મ 'કાબિલ' ૧૨૬.૮૫ કરોડની કમાણી કરી યાદીમાં છઠ્ઠા સ્થાને છે.
ઋત્વિક રોશન અને યામી ગૌતમે આ ફિલ્મમાં નેત્રહિન પ્રેમીનું પાત્ર ભજવ્યું હતું.
જોલી એલ એલ બી-ટુ
ભારતમાં ન્યાય વ્યવસ્થાની સ્થિતિને દર્શાવતી વ્યંગાત્મક ફિલ્મ 'જોલી એલ એલ બી-ટુ' એ બોક્સ ઓફિસ પર ૧૧૭ કરોડની કમાણી કરી છે.
આ ફિલ્મમાં અક્ષયકુમાર વકિલની ભૂમિકામાં હતો.
જુડવા-ટુ
જુડવાની સિક્વલ ફિલ્મ જુડવા-ટુ માં મુખ્ય ભૂમિકામાં વરુણ ધવન, તાપસી પન્નુ અને જેકલીન ફર્નાડિસ જોવા મળ્યા હતા.
ફિલ્મ નિર્માતા ડેવિડ ધવને ફિલ્મની સિક્વલમાં મૂળકથાને જાળવી રાખી હતી.
આ કોમેડી ફિલ્મે ભારતમાં ૧૩૮ કરોડની જંગી કમાણી કરીને હિટ ફિલ્મોની યાદીમાં ત્રીજા સ્થાને રહી છે.
બાદશાહો
અજય દેવગણ, ઈમરાન હાશ્મી, ઈશા ગુપ્તા અને ઈલિયાના ડિક્રુઝની મલ્ટી સ્ટારર 'બાદશાહો' એ ૭૮ કરોડની કમાણી કરીને ટોપ-ટેન ફિલ્મોની યાદીમાં દસમું સ્થાન મેળવી લીધું છે.
Post Comments
નડાલનો મોન્ટે કાર્લો માસ્ટર્સમાં ૧૧મી વખત ઐતિહાસિક વિજય
બ્રાઝિલીયન ગોલકિપર સિઝરની નિવૃત્તિ
બોક્સિંગમાં ઈન્ડિયન ટાઈગર્સના બેવડા વિજય
ગોલ્ફર રાહીલ ગંગજીએ જાપાન ઓપન જીતી
ફેડ કપ : જર્મનીને હરાવીને ચેક રિપબ્લિક ફાઈનલમાં
બાર્સેલોના સતત ચોથી વખત 'કોપા ડી રે' ચેમ્પિયન
તેંડુલકરે ૨૦૧૫માં જ કહ્યું હતુ કે 'તું નંબર વન બનીશ' : શ્રીકાંત
કરણ જોહરની આગામી ફિલ્મમાં કરીના કપૂર સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે કામ કરે તેવી ચર્ચા
ઐશ્વર્યા રાય બચ્ચને નરગિસ દત્ત અને સાધનાની ભૂમિકાવાળી ફિલ્મની ઓફર સ્વીકારી
દીપિકા પદુકોણ ભૂતકાળને ભૂલી શકતી ન હોવાથી રણવીર સિંહ સાથે લગ્નના નિર્ણય અંગે અવઢવમાં
કેટરિના કૈફ આદિત્ય ચોપરાની ફિલ્મમાં રણવીર સિંહ સાથે કામ કરવા પ્રયાસ કરી રહી છે
રણવીર સિંહ અને સારા અલી ખાનની ફિલ્મની સ્ક્રિપ્ટમાં ફેરફાર થવાની ચર્ચા
સોનમ કપૂરના લગ્નમાં કરણ જોહર સલમાન ખાન સાથે પરફોર્મ કરે તેવી ચર્ચા
રાધિકા ફરી હોલિવૂડમાં અભિનયના ઓજસ પાથરશે
-
GUJARAT
-
NATIONAL
-
INTERNATIONAL
-
BUSINESS
-
Religion & Astro
-
NRI News