Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

cine guide

કરીના કપૂરની પ્રથમ ફિલ્મ તેમ જ તેની અન્ય હિટ ફિલ્મોનાં નામ  જણાવો.
- ડાભી કિરીટ, પવન, મહેશ (નાની મુડેલ)  પિન્ટુ, પરાગ

* કરીના કપૂર પ્રથમ ફિલ્મ 'રેફ્યુજી' હતી. તેની હિટ ફિલ્મો અજનબી, કભી ખુશી કભી ગમ, ઓમકારાસ, ઐતરાઝ, યુવા, હલચલ વગેરે છે.

ફિલ્મ 'કુંદન કેટલીવાર બની? તેના નિર્માતા, દિગ્દર્શક, સંગીતકાર તથા કલાકારોના નામ આપશો.
- દિલીપ આર.ઠાકર (દ્વારકા)

*  'કુંદન' નામની ફિલ્મ ત્રણ વખત બની છે. પહેલી ફિલ્મ ૧૯૫૫માં આવી હતી. તેના નિર્માતા મિનર્વા, દિગ્દર્શક સોહરાબ મોદી, સંગીતકાર ગુલામ મોહમ્મદ અને કલાકારો સોહરાબ મોદી, નિમ્મી, ઉલ્હાસ, સુનિલ દત્ત, બેબી નાઝ, પ્રાણ, ઓમ પ્રકાશ, મનોરમા, રૃપમાલા, મુરાદ, દર કશ્મીરી હતા. બીજી કુંદન ૧૯૭૨માં રજૂ થઈ હતી.

જેના નિર્માતા રતન મોહન, દિગ્દર્શક પ્રયાગ રાજ, સંગીતકાર ગણેશ અને કલાકારો શત્રુઘ્ન  સિંહા, વિજયશ્રી રણજીત, લક્ષ્મી છાયા, વીણા, તિવારી, ઈફ્તખાર હતા. ત્રીજી કુંદન ૧૯૯૩માં આવી હતી. તેના નિર્માતા દિલીપ કાંકરિયા, દિગ્દર્શક કે.સી. બોકાડિયા, સંગીતકાર બપ્પી લાહિરી અને કલાકારો ધર્મેન્દ્ર, જયા પ્રદા, ફરહા, અમરીશ પુરી, રઝા મુરાદ, પરિક્ષિત સાહની, મુકેશ ખન્ના, બીના, મહેશ આનંદ, સુધીર તેજ સપ્રુ, મેક મોહન, મહાવીર શાહ હતા.

પ્રસિદ્ધ ગઝલ ગાયક મનહર ઉધાસનું સરનામું આપવા વિનંતી.
- એન.એચ.પટેલ (રાજકોટ)

* મનહર ઉધાસ- બી/૪૨, સ્કાય સ્ક્રેપર, ભુલાભાઈ દેસાઈ રોડ, મું.૨૬

દેવ આનંદની ફિલ્મ આગે બઢો, દિલરૃબા, હમ ભી ઈન્સાન હૈ, ખેલ, રૃપકી રાની, ચોરોં કા રાજા અને ઉધ્ધારમાં તેની હિરોઈન કોણ હતી?
- દિલીપ મહેતા (ઘાટકોપર)

* દેવ આનંદની ફિલ્મ આગે બઢો (૧૯૪૭)માં ખુરશીદ, દિલરૃબા (૧૯૫૦)માં રેહાના, હમ ભી ઈન્સાન હૈ (૧૯૪૮)માં રમોલા, ખેલ (૧૯૫૦)માં નરગિસ, રૃપકી રાની ચોરોં કા રાજા (૧૯૬૧)માં વહીદા રહેમાન અને ઉધ્ધાર (૧૯૪૯)માં મુનાવર સુલ્તાના હિરોઈન હતી.

એકતા કપૂરની ઓફિસનું સરનામું આપશો.
- પંચાલ આરતી એમ. (અમદાવાદ)

* એકતા કપૂરની ઓફિસનું સરનામું : બાલાજી ટેલિફિલ્મ્સ પ્રા.લિ. સી-૧૩, બાલાજી હાઉસ, લક્ષ્મી ઈન્ડસ્ટ્રીયલએસ્ટેટની સામે, ન્યૂ લિંક રોડ, અંધેરી (૫.) મું.૫૩

હિમેશ રેશમિયાનું સરનામું જણાવો.
- અશોક કુમાર

* હિમેશ રેશમિયા - એ-૫૦૧/૫૦૨, સીલ શેલ એપાર્ટમેન્ટ, સાત બંગલા, વર્સોવા અંધેરી (૫.) મું.૬૧

'છૂપ ગયે સારે નઝારે ઓય ક્યા બાત હો ગઈ...' ગીત કઈ ફિલ્મનું છે અને કોના પર ફિલ્માવવામાં આવ્યું છે?
- સુનિલ છેડા (ભૂજ-કચ્છ)

* ઉપરોક્ત ગીત ફિલ્મ 'દો રાસ્તે'નું છે. જે રાજેશ ખન્ના અને મુમતાઝ પર ફિલ્માવવામાં આવ્યું છે.

ફિલ્મ 'રાસ્તે કા પથ્થર'માં અમિતાભ બચ્ચનની હિરોઈન કોણ હતી?
- નયના વેદ (સુરત)

* આ ફિલ્મમાં અમિતાભ બચ્ચનની હિરોઈન લક્ષ્મી છાયા હતી.

મહિમા ચૌધરીની જન્મતારીખ અને તેનું સરનામું જણાવો.
- વનિતા યાજ્ઞિાક (ભિવંડી - મુંબઈ)

* મહિમા ચૌધરીની જન્મતારીખ ૧૩ સપ્ટેમ્બર છે. તેનું સરનામું - એ વિંગ-આર્શી કોમ્પ્લેક્સ, ત્રીજો માળ, યારી રોડ, વર્સોવા, અંધેરી (૫.) મું.૬૧
 

Post Comments