Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સોનાક્ષી સિંહા : હું સો ટચનું સોનું છું

હું મારા મનની વાત સાંભળીને ફિલ્મોની પસંદગી કરું છું.  સૌથી પહેલા મને દર્શકના  સ્થાને મૂકીને વિચારી જોઉં કે જો હું  સિનેમાઘરમાં આ મૂવી જોવા જાઉં તો તે મને ગમે કે નહીં. અને જો મારું મન એમ કહે કે હા, આ ફિલ્મ જોવાની મને મઝા આવે તો હું તે સાઇન કરું.

આજથી સાત વર્ષ પહેલા શત્રુપુત્રી સોનાક્ષી સિંહાએ બોલીવૂડમાં પદાર્પણ કર્યું ત્યારે કોઇને કલ્પના પણ નહોતી કે તે ફિલ્મોમાં આવતાવેંત છવાઇ જશે. પરંતુ તેણે પ્રથમ ફિલ્મ દ્વારા જ દર્શકો અને અન્ય ફિલ્મ સર્જકોના દિલ જીતી લીધાં. ત્યાર પછી તેની સફળતાની ગાડી સડસડાટ દોડવા લાગી. તેની આરંભની ફિલ્મોએ ૧૦૦ કરોડની ક્લબમાં નામ નોંધાવવા માંડયુ. પણ છેલ્લા કેટલાક સમયથી તેની ફિલ્મોને ધારી સફળતા નથી મળી.

તેની છેલ્લે રજૂ થયેલી 'અકીરા', 'ફોર્સ-૨', 'નૂર' અને સસ્પેન્સ મિસ્ટરી 'ઇત્તેફાક' જેવી  ફિલ્મોને બોક્સ ઓફિસ પર પછડાટ સહેવી પડી. ત્યાર પછી તેની કોમેડેી ફિલ્મ 'વેલકમ ટુ ન્યુયોર્ક' આવી. આ ફિલ્મને દર્શકોએ તોય થોડી પસંદ કરી ખરી. પરંતુ અભિનેત્રીના ચાહકોને સહેજે એમ થાય કે આરંભના વર્ષો પછી સોનાક્ષીની ફિલ્મોની પસંદગીમાં એવી તે કઇ ચૂક થઇ ગઇ કે તેને સતત નિષ્ફળતા હાથ લાગી?

આના જવાબમાં સોનાક્ષી કહે છે કે હું મારા મનની વાત સાંભળીને ફિલ્મોની પસંદગી કરું છું. મને જ્યારે કોઇ ફિલ્મની કહાણી સંભળાવવામાં આવે ત્યારે હું સૌથી પહેલા મને દર્શકના  સ્થાને મૂકીને વિચારી જોઉં કે જો હું  સિનેમાઘરમાં આ મૂવી જોવા જાઉં તો તે મને ગમે કે નહીં. અને જો મારું મન એમ કહે કે હા, આ ફિલ્મ જોવાની મને મઝા આવે તો હું તે સાઇન કરું. મારી છેલ્લી ફિલ્મ 'વેલકમ ટુ ન્યુયાર્ક'નો કોન્સેેપ્ટ સ્ટેજ  રીઆલિટી પર આધારિત હતો. અને આજદિન સુધી આ કોન્સેપ્ટ પર બોલીવૂડમાં એકે ફિલ્મ નથી બની. વળી તે કોમેડી પણ હોવાથી મેં તે સ્વીકારી લીધી.

અને દર્શકોને આ નવો કોન્સેપ્ટ પસંદ પણ પડયો છે. મહત્વની વાત છે કે તેનું શૂટિંગ વાસ્તવિક એવોર્ડ ફંક્શનમાં કરવામાં આવ્યું હતું. અને આ એક નવો-અનોખો અનુભવ હતો. તે વધુમાં કહે છે કે અમારામાંથી ઘણાંને તો એ જ ખબર નહોતી પડતી કે અમે ડોક્યુમેન્ટરી બનાવી રહ્યાં છીએ કે ફીચર ફિલ્મ. તમે પોતે જ કલ્પના કરો કે તમે એક એવોર્ડ શોમાં તમારા પ્રશંસકો સાથે ગ્રીન કાર્પેટ પર વાત કરી રહ્યાં ં છો.

અને તેનું શૂટિંગ તમારી ફિલ્મ માટે થઇ રહ્યું છે. આમ છતાં તેમને એ વૌતની ખબર નથી. મને બરાબર યાદ છે કે મેં ફિલ્મના શૂટ માટે લીલા રંગની સાડી પહેરી હતી. અને જ્યારે મને ખરેખર રેડ કાર્પેેટ પર જવાનું હતું ત્યારે મેં મારા વસ્ત્રો બદલ્યાં હતાં. તે વખતે ઘણાં લોકોને નવાઇ લાગી હતી કે મેં એક જ ફંક્શન માટ ે બબ્બે ડે્સ શા માટે બદલ્યાં.

સોનાક્ષીનો  મૂળભૂત સ્વભાવ રમૂજી છે. તે કહે છે કે સામાન્ય રીતે બધા એમ કહેતાં હોય છે કે દર્શકોને રડાવવા કરતાં હસાવવાનું વધુ અઘરું છે. તમે જેટલી સરળતાથી ગંભીર ફિલ્મમાં કામ કરી શકો એટલી આસાનીથી રમૂજી ફિલ્મમાં કામ ન કરી શકો. પરંતુ મારો મૂળભૂત  સ્વભાવ વિનોદી હોવાથી  મને કોમેડી ફિલ્મમાં કામ કરવાનું  ખાસ મુશ્કેલ નહોતું લાગ્યું, બલ્કે હું બહુ સહજતાથી આ ફિલ્મ કરી શકી હતીં.  તે વધુમાં કહે છે કે મને ે કોમેડી  ફિલ્મો જોવી પણ બહુ ગમે છે. ચાહે તે સ્લેપસ્ટિક હોય કે 'થ્રી ઇડિયટ્સ'માં જોવા મળી હતી એવી ગંભીર પ્રકારની.

આ ફિલ્મમાં સોનાક્ષીનો હીરો દિલજીત દોસાંજ છે. તેની સાથે કામ કરવાના અનુભવ વિશે અદાકારા કહે છે કે તે ગંભીર પ્રકૃતિનો છે. પરંતુ કેમેરા ચાલુ થાય એટલે તે એકદમ એક્શન મોડમાં આવી જાય. સાચા કલાકારની આ જ  ઓળખ છે.

અભિનેત્રીએ અત્યાર સુધી બે પંજાબી કલાકારો,  દિલજીત દોસાંજ અને જસ્સી ગિલ( હેપ્પી ભાગ જાયેગીમાં) સાથે કામ કર્યું છે. તેથી ઘણાં લોકો માને છે કે તેને કારણે તેને ઉત્તર ભારતમાં વધુ નામના મળશે. જોકે સોનાક્ષી કહે છે કે મારા પિતા મૂળભૂત રીતે ઉત્તર ભારતના હોવાથી મને ત્યાંના લોકો ખૂબ પસંદ કરે જ છે. વળી મેં અગાઉ 'દબંગ', 'રાઉડી રાઠોડ' અને 'સન ઓફ સરદાર'જેવી ઉત્તર ભારતને લગતી ફિલ્મો કરી જ છે. આ બંને કલાકારો સાથે કામ કરવાથી તેમાં વધારાનું છોગું ઉમેરાયું છે.

સોનાક્ષીની છેલ્લી કેટલીક ફિલ્મો નિષ્ફળ ગઇ તોય તે એમ માને છે કે  આ સમય પરિવર્તનનો અને પ્રયોગોનો છે. તે કહે છેકે  તમે એક જ  પ્રકારની ફિલ્મો કર્યા કરો તો તેમાં નવીનતા ન મળે. દર્શકો પણ એકવિધતાથી કંટાળી જાય. તે માને છે કે  બોક્સ ઓફિસની સફળતા ઘણાં કારણો સાથે સંકળાયેલી હોય છે. તેથી તેની કેટલીક  ફિલ્મોને ભલે  બોક્સ ઓફિસ પર ભલે ઝાઝી સફળતા નથી મળી. આમ છતાં તે પોતે અનુભવ સમૃધ્ધ બની છે. તેથી તેને બોક્સ ઓફિસની નિષ્ફળતાનો કોઇ રંજ નથી. તે પહેલા પણ સો ટચનું સોનું હતી અને આજે પણ છે.

સોનાક્ષી સિંહાએ પોતાને માત્ર રૃપેરી પડદા પૂરતી સીમિત નથી રાખી. તે ટચૂકડા પડદે રીઆલિટી શોઝમાં નિર્ણાયકની ભૂમિકા પણ ભજવે છે. તે કહે છે કે હું એક કલાકાર છું. અને મારી અંદર રહેલી નવી નવી ટેલેન્ટને સતત ખોળતી રહું છું.

મેં ફિલ્મોમાં અભિનય કરવા ઉપરાંત તેમાં મારો કંઠ પણ આપ્યો છે. મેં રીઆલિટી શોઝમાં નિર્ણાયકનો રોલ પણ અદા કર્યો છે. અને હવે ડિજિટલ મિડિયાના વધતા જતા વ્યાપ સાથે તેમાં કામ કરવામાં પણ મને જરાય વાંધો નથી. જો મને સારી સ્ક્રીપ્ટ મળશો તો હું તેમાં પણ કામ કરવા તૈયાર છું.
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments