Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સ્નેહા ઉલ્લાલ: બિમારીમાંથી સાજી થઈ : બોલીવૂડમાં પુનરાગમન કરશે?

ફિલ્મોમાં  પુનરાગમન વિશે વાત કરતા સ્નેહાએ  કહ્યું કે એણે ક્યારેય ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડી જ નહોતી. બીમાર હોવાના કારણે એણે બ્રેક લીધો હતો. એટલે આને કમબેક ન કહી શકાય.

અદલો અદલ  ઐશ્વર્યા  રાય જેવી દેખાતી  સ્નેહા ઉલ્લાલ લાંબા સમયથી  બોલીવૂડમાંથી ગાયબ છે. પણ હવે એના ચાહકો માટે સારા સમાચાર  છે કે તે એક મ્યુઝિક વિડિયો દ્વારા પુનરાગમન  કરી રહી  છે.

એક   રિપોર્ટ  પ્રમાણે  સ્નેહા ટૂંક સમયમાં  રોમેન્ટિક મ્યુઝિક વિડિયો 'ઈશ્ક વાલી બારિશ'  માં  જોવા મળશે.  આ ગીતને  ઉલ્તાફ સૈયદે ગાયું  છે. આનું નિર્માણ  આર્શિયા ખાન અને મોહમ્મદ જાવેદે કર્યું છે.

સ્નેહા છેલ્લા કેટલાક સમયથી 'ઓટોઈમ્યુન ડિસઓર્ડર'  નામની  બિમારીથી પીડિત હતી.  આને કારણે  એ વધુ સમય ઊભી પણ રહી શકતી નહોતી.

ખેર, સ્નેહા ઉલ્લાલ સાથે આ મ્યુઝિક વિડિયોમાં કૈઝ ખાન જોવા મળશે. કૈઝ છેલ્લે ગાયક અમાનત અલીના મ્યુઝિક વિડિયો 'નૈના લાગે' માં જોવા મળ્યો હતો. કૈઝે તાજેતરમાં  જ અભિનયની  તાલીમ પૂર્ણ કરી  છે.

બોલીવૂડ  ફિલ્મ 'લકીનો ટાઈમ ફોર લવ' (૨૦૦૫) માં સલમાનની  લેડી લવ  બનીને લાઈમલાઈટમાં  આવેલી અભિનેત્રી સ્નેહા ઉલ્લાલ છેલ્લા ચાર વર્ષથી  ગંભીર બીમારીથી પીડાતી હતી. એણે  આ બાબતે ખુલાસો  કરતા કહ્યું  કે આ એક લોહી સંબંધિત વ્યાધિ છે, જે ઓટોઈમ્યુન  ડિસઓર્ડરથી  ઓળખાય છે. આ બીમારીને  કારણે તેને નબળાઈ આવી જતી હતી. જેના કારણે ડાન્સ, કે શૂટીંગમાં ભાગ લેવો એને માટે અસંભવ હતું.

સ્નેહા  છેલ્લી  વખત ૨૦૧૩માં  આવેલી તેલુગુ  ફિલ્મ 'એન્થની માયાલોન' માં  જોવા મળી હતી. જો કે હવે એ સ્વસ્થ થઈને એની આગામી  તેલુગુ ફિલ્મ 'આયુષ્યમાન ભવ' ની તૈયારીમાં વ્યસ્ત થઈ ગઈ છે. આ  ફિલ્મમાં  એની સાથે અમાલા પોલ પણ જોવા મળશે.

ફિલ્મોમાં  પુનરાગમન વિશે વાત કરતા સ્નેહાએ  કહ્યું કે એણે ક્યારેય ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડી જ નહોતી. બીમાર હોવાના કારણે એણે બ્રેક લીધો હતો. એટલે આને કમબેક ન કહી શકાય.

સ્નેહા  સલમાન ખાનની  ભૂતપૂર્વ પ્રેમિકા ઐશ્વર્યા રાય બચ્ચન જેવી દેખાતી હોવાથી જ સલમાન અને  ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં લાવ્યો  હોવાની ચર્ચા હતી. જો કે બોલીવૂડમાં  એને સફળતા ન મળી. અથવા તો સલમાનનો  સાથ પણ એને ફળ્યો નથી. એકાદ બે  હિન્દી ફિલ્મોમાં બાદ  એણે  દક્ષિણની  ફિલ્મો કરવાનું નક્કી કર્યું. સંઘર્ષના આ તબક્કા દરમિયાન  એને કેટલાક લોકોએ સલમાનની  મદદ માંગવાની પણ સલાહ આપી.

આ બાબતે વાત કરતા સ્નેહા કહે છે, કે સલમાન સાથે એનો સંબંધ કામ કરતા પણ વધારે મહત્ત્વનો છે. સ્નેહાએ વધુમાં કહ્યું કે એની માતા જ્યારે કેન્સરની  બીમારીથી પીડાતી હતી ત્યારે  સલમાને એના ઘરે જઈને સાંત્વના આપી હતી, આ ઉપરાંત સ્નેહા સલમાનને એનો સલાહકાર અને મિત્ર પણ માને છે. આમ, સ્નેહાનું કહેવું છે કે આ બધી બાબતો  એના માટે ફિલ્મ  અપાવવા કરતા વધુ મહત્ત્વની છે.

સ્નેહાનો  જન્મ વર્ષ ૧૯૮૭માં  ૧૮ ડિસેમ્બરના રોજ મસ્કત શહેરમાં  થયો હતો. કોલેજનો અભ્યાસ  પૂર્ણ કર્યા બાદ એણે સલમાન ખાન સાથે ૨૦૦૫ની  સાલમાં 'લકી નો ફોર લવ'થી ડેબ્યુ કર્યું. ત્યારબાદ ૨૦૦૮ની સાલમાં  'ઉલ્લાસગા ઉત્સાહ' ફિલ્મથી   સાઉથની  ઈન્ડસ્ટ્રીમાં પદાર્પણ   કર્યું,

અને અનેક હિટ ફિલ્મો  આપી. તેલુગુ  ઉપરાંત સ્નેહાએ કન્નડ, બંગાળી અને    અંગ્રેજીભાષામાં પણ કામ કર્યું છે. એણે બોલીવૂડમાં લકી, આર્યન, જાને ભી દો યારો, કાશ મેરે હોતે, ક્લિક જેવી ફિલ્મો  કરી છે.
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments