Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મલ્લિકા શેરાવત : સિરીલ મારો પતિ નહીં માત્ર 'ફ્રેન્ડ' છે

મલાઈકા શેરાવત હતપ્રભ થઈ ગઈ છે. છેલ્લા પખવાડિયામાં સંખ્યાબંધ પ્રસારણ માધ્યમોમાં એવા સમાચાર આપ્યા કે એ પેરિસમાં ઘરવિહોણી થઈ જશે. એને અને બે વર્ષ જેને એ પોતાનો 'હસબન્ડ' માની ચૂકી છે એ ફ્રેન્ચમેન સિરીલને ઘર ખાલી કરવાની નોટીસ ફટકારવામાં આવી છે.

પેરિસના એક લક્ઝરી વિસ્તારમાં બન્નેએ એક લક્ઝરી નિવાસ સ્થાન ભાડે રાખ્યું હતું. એનું ભાડું ભરવામાં બન્ને નિષ્ફળ ગયા છે. આ દંપત્તીએ ભાડાં પેઢે બાકી નીકળતી રકમનો આંકડો ૮૦ હજાર યુરો (૬૧ લાખ રૃપિયા) છે. આ ઘરના માલિકે અદાલતને વિનંતી કરી હતી કે ઘરમાં રહેલું ફર્નિચર અને લક્ઝરી ઘડિયાળો જપ્ત કરવાની પરવાનગી એને આપવામાં આવે.

જોકે મલાઈકાએ આ સમાચારોને ટાઢા પહોરનું ગપ્પું લેખાવતા કહ્યું કે એ પેરિસમાં રહેતી નથી અને ત્યાં ભાડે ઘર પણ લીધું નથી. એનું નામ શા માટે આ વિવાદમાં ઉછાળવામાં આવ્યું એની એને જાણ નથી. એ હાલમાં મુંબઈમાં છે અને અગાઉ એના પરિવાર સાથે લોસ એન્જેલસમાં હતી. એણે કહ્યું કે એણે પોતાની હવાઈ યાત્રા અને અન્ય ફોટાઓ સહિતની વિગતો સોશિયલ એકાઉન્ટ પર શેર કરી છે.

બ્રિટીશ મિડિયાએ દાવો કર્યો કે પેરિસના મકાન માલિકના વકીલે કહ્યું કે તેઓ પોતાની જાતને વિશેષ બતાડવા માંગતા હતાં. ગયા નવેમ્બર મહિનામાં આ ઈમારતની લોબીમાં મલાઈકા પર હુમલો થયો એનો બદલો તેઓ ભાડું ન ચૂકવીને લેવા માંગતા હતા.

હુમલા દરમિયાન ઘૂસણખોરે નકાબ પહેરી રાખ્યો હતો. એણે યુગલ પર ટીયરગેસ દાગી હુમલો કર્યો અને શારીરિક ઈજા પહોંચાડી. મીડિયાના અમુક સૂત્રોએ કહ્યું કે આ દંપત્તી હંગામી ધોરણે નાણાકીય તકલીફનો સામનો કરી રહ્યું છે. તો અમુક માધ્યમોએ દાવો કર્યો કે દંપત્તી ભાડું ચૂકવવા સક્ષમ છે પરંતુ એની રકમ નીચે લાવવા માંગે છે.

અમુક  લોકોએ એવો દાવો કર્યો કે મલાઈકાનો પતિ ૧૪૦ મિલિયન યુરોનો આસામી છે અને એમને કોઈ આર્થિક સમસ્યા નથી.
બીજી તરફ મલાઈકાએ કહ્યું કે એણે સામા પક્ષના વકીલનું કોઈ વકીલનું નામ જાણતી નથી અને એણે પણ વકીલ રોક્યો નથી. સંબંધિત એપાર્ટમેન્ટ એમનો નથી એટલે ભાડું ન ચૂકવવાની અને ખાલી કરવાની નોટીસનો પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો.

સિરીલ અને મલાઈકાની ઓળખાણ વર્ષ ૨૦૧૫માં કોમન ફ્રેન્ડે કરાવી હતી અને ત્યારથી બન્ને ગળાડૂબ પ્રેમમાં છે. બન્નેએ સ્વીટ્ઝર્લેન્ડનો પ્રયાસ ખેડયો હતો. મલાઈકા  સિરીલને મુંબઈ પણ લઈ આવી હતી. બન્નેએ સાથે હોય એવા ફોટો સોશિયલ મિડિયા પર શેર કર્યા હતા.

સિરીલે મલાઈકાને મોંઘી મોંઘી ભેટોથી નવાઝી હતી જેમાં એક લક્ઝરી કારનો સમાવેશ થાય છે. બન્નેએ યુરોપના કોઈ શહેરમાં ચૂપચાપ લગ્ન કર્યાના પણ સમાચારો હતા. જોકે મલાઈકાએ આ બધા અહેવાલોને અફવા ગણાવી હતી. એણે કહ્યું કે સિરીલ એનો મિત્ર છે.
 

Post Comments