Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બિનિતા બેગ : બંગાળી બ્યુટીનો બિન્ધાસ્ત અભિનય બનશે બોલીવૂડની બિગ ટિકિટ?

તાજેતરમાં  આવેલી  ફિલ્મ 'બાબુમોશાય બંદૂકબાઝ' માં બંગાળી  બ્યુટી બિનિતિ બેગનો અભિનય જોઈને દર્શકો અચંબામાં પડી ગયા હતા.

તેણે  મુશ્કેલ કહી શકાય એવા દ્રશ્યો પણ એટલા સ્વાભાવિક બનાવી દીધાં હાતાં કે તેના શત્રુઓ પણ બિનિતાની પ્રશંસા કર્યા વિના ન રહી શકે.  મઝાની વાત એ છે કે અભિનેત્રી સ્વયં કહે છે કે હું જે કામ હાથ ધરું છું  તેની ધરી બની જાઉં છું અને તેની  વાતમાં  તથ્ય પણ છે. આ વાત 'બાબુમોશાય...' જોઈને આપોઆપ પુરવાર થઈ જાય છે.

બિનિતાના  પિતાની એમેચ્યોર થિયેટર કંપની છે. અભિનેત્રી  કહે છે કે હું અભ્યાસમાં  પણ બહુ તેજસ્વી હતી. મેં મારા પિતાની થિયેટર કંપની માટે બેકગ્રાઉન્ડ કમ્પોઝ કર્યું હતું. મારામાં  વિવિધ કલાઓનો અદ્બૂત સમન્વય છે.

પરંતુ હું અભિનય કરી શકું છું એ વાત માનવ કોઈ તૈયાર નહોતું. તેથી જ જ્યારે મેં  અભિનય ક્ષેત્રે કારકિર્દી બનાવવાનો નિર્ણય લીધો ત્યારે મારા પિતાએ જ તેનો   વિરોધ કર્યો હતો. પરંતુ હું મારા નિર્ણય પર અડગ રહી. મારા  પિતા ઈચ્છતા તા કે હું આગળ અભ્યાસ કરીને નોકરી કરું. જ્યારે મને એમ લાગતું હતું કે નવથી પાંચની નોકરીમાં  મારો શ્વાસ રુંધાઈ જશે.

વર્ષ  ૨૦૧૦માં બિનિતા બંગાળથી મુંબઈ આવી. અહીં  આવીને તેણે મોડેલિંગ કર્યું. સાથે સાથે જાહેરાતોમાં  પણ કામ કરવા લાગી. અભિનેત્રીએ કેટલીક ઉડિયા, બંગાળી, આસામી  ફિલ્મોમાં કામ કર્યું. મહત્ત્વની વાત એ  છે કે તેની  એક  ફિલ્મને  તેના સર્જકે  ફક્ત પૈસા ખાતર જ બે  ભાષાઓમાં  બનાવી. અને અભિનેત્રી આ કસોટી પર ખરી ઉતરી. બિનિતા કહે છે કે મને વિક્ટર બેનરજી અને સંજય સુરી  જેવા દિગ્ગજ  ફિલ્મ સર્જકો સાથે કામ કરવાની તક મળી.

મહત્ત્વની વાત એ  છે કે 'બાબુમોશાય...' થી પહેલાં પણ બિદિતાએ અન્ય કેટલીક હિન્દી ફિલ્મોમાં કામ કર્યું હતું. પણ તેની નોેંધ નહોતી લેવાઈ. પરંતુ આ  ફિલ્મે  બોલીવુડમાં  તેની ચોક્કસ ઓળખ ઊભી કરવામાં મહત્ત્વનો  ફાળો આપ્યો  છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ ફિલ્મમાં બિદિતાનો  રોલ એકદમ નોખો તરી આવે  છે. ઉત્તર પ્રદેશમાં  એક કાલ્પનિક  ગામડાની વાર્તા ધરાવતી આ  ફિલ્મમાં  બિનિતાએ મહિલા મોચીની  ભૂમિકા ભજવી  છે જે એટલી  બિન્ધાસ્ત છે કે કોઈ  તેની સામે ટીકી ટીકીને જુએ તોય તે તેની પાસેથી ૨૦ રૃપિયા પડાવી લે.

નવાઝુદ્દીન  સિદ્દિકીની પ્રેમિકા તરીકે તે દરેક બાબતમાં  પુરૃષ સમોવડી  છે. બિનિતા  નવાઝુદ્દીન  સાથે  ધૂમ્રપાન  કરે છે, મદિરાપાન  કરે છે અને સેક્સમાં  પણ એટલી જ ઉત્કટ છે. અદાકારા કહે છે કે આ ફિલ્મની  કહાણીની  સામાજિક  પૃષ્ટભૂમિ મુજબ  સ્ત્રી-પુરુષોનો દરજ્જો એકસમાન છે.

અદાકારા  પોતાને આ રોલ કેવી રીતે મળ્યો તેના વિશે કહે છે કે 'ફુલવા' ની મુખ્ય ભૂમિકા  વાસ્તવમાં   ચિત્રાંગદા  સિંહે ભજવી હતા. પરંતુ તે આ રોલ પૂરો કરી શકે તેમ નહોતી. અને દિગ્દર્શક કુશન નંદી અન્ય કોઈ અભિનેત્રીની શોધમાં હતા  ત્યારે કોઈએ તેમને મારું નામ સૂચવ્યું. મેં તત્કાળ તેના માટે ઓડિશન આપ્યું અને તે જ દિવસે તેનું શૂટીંગ શરૃ કરી દીધું. મારા માટે તો આ રોલ  ફ્લાઈટની  ઈકોનોમી ટિકિટમાંથી બિઝનેસ ક્લાસની ટિકિટ મેળવવા જેવો હતો.
 

Post Comments