Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પરેશ રાવલ : ૩૫ વર્ષે રાહ જોયા પછી યશ રાજ પ્રોડક્શનમાં તક મળી

પરેશ રાવલ  માને  છે કે ગયા વર્ષને બાય બાય કરવા માટે અને આ વર્ષને આવકારવા માટે બે ઘટનાઓ એના જીવનમાં  બની  છે જે એ જીવનભર નહિ ભૂલે. ગયા વર્ષે એણે ૩૫ વર્ષની કારકિર્દીમાં પહેલી વખત યશરાજ પ્રોડક્શનની કોઈ  ફિલ્મમાં  કામ કર્યું હતું. 'ટાઈગર ઝિંદા હૈ' એ યશરાજ પ્રોડક્શનની  ફિલ્મ હતી જેનો  હિસ્સો  પરેશ રાવલ  બન્યા હતા. અને  આ વર્ષે એ પહેલી વખત રાજ કુમાર હિરાણી સાથે  કામ કરી રહ્યો  છે. હિરાણી  સંજય દત્તની બાયોપિક બનાવે છે અને પરેશ  આમાં  અભિનય કરે  છે.

પરેશ  રાવલ   ઉદાસ તો ક્યારેય નહોતો. પરંતુ દત્તની બાયોપીકમાં હિરાણી ક સાથે સંકળાવાથી એ  ખુશ   છે. લાંબા સમયથી એ હિરાણીની  યોજના સાથે સંકળાવા માંગતો હતો.  દત્તની બાયોપિકમાં એ સુનીલ દત્તે પડદા પર સાકાર કરશે. રણબીર કપૂર સાથે કામ કરવાની ઈચ્છા પણ આ ફિલ્મ દ્વારા પૂરી થઈ  છે.

સાડા ત્રણ દાયકાથી બોલીવૂડનો  હિસ્સો હોવા છતાં પરેશ રાવલને  આજે પણ  એ ઈન્ડસ્ટ્રીમાં નવો નવો  હોવાનો ભાર વર્તાય  છે. સવારે  ઉઠીને  શૂટીંગના સેટ પર જતા એ એક પડકારનો સામનો  કરે  છે. અમુક દિગ્ગજ દિગ્દર્શકની  ફિલ્મ  હોય તો એને ડર પણ લાગે છે. જો કે આ ડરનું   તત્ત્વ જ એને પ્રેરણા આપે છે. એ હજી પણ એમ નથી માનતો  કે આટલા વર્ષોના અનુભવ પછી એ કોઈપણ પાત્રને પડદા પર પળભરમાં  ભજવી  શકે.

પરેશ  કહે  છે કે એ સુનીલ દત્તને બેથી  ત્રણ વાર મળ્યો છે. પરંતુ, એને જાણ  છે કે એક ઉમદા માનવ અને બહેતરીન  અભિનેતા  હતા. એક વાર એના મિત્રની પત્નીને કેન્સર થયાનું નિદાન થયું ત્યારે એમણે  સુનીલ દત્તની સલાહ લીધી હતી. ત્યારબાદ ૯૨-૯૩ ના બોમ્બ ધડાકા પછી બોલીવૂડે  પ્રતીકાત્મક  ઉપવાસ કર્યાં હતાં.

  ત્યારે એ સુનીલ  દત્તને બીજી વાર મળ્યો હતો. સુનીલ દત્તની પત્નીની બિમારી,  સંજય દત્તનું  ડ્રગનું   વ્યસન,   રાજકારણ અને સામાજીક જીવન, આટલે મોરચે ઝઝૂમતા હોવા છતાં એમણે  દરેક પડકારનો સફળતાપૂર્વક સામનો કર્યો હતો. પરેશ  માને  છે કે સુનીલ દત્તના જીવન પરથી સહુએ  પ્રેરણા લેવી જોઈએ.

પરેશ રાવળ અને  સંજય દત્તે બે-ત્રણ  ફિલ્મોમાં સાથે કામ કર્યું  છે. એ સંજયને નજીકથી જાણે  છે. એનું માનવું  છે કે સંજય દત્તને પડદા પર સાકાર કરવો એ રણબીર  માટે મોટો પડકાર  છે. જો કે, રણબીરે આ પડકાર સફળતાપૂર્વક ઝીલી બતાવ્યો  છે. એનું  માનવું ક છે કે રણબીરે  પાત્રોની પસંદગી  શરૃઆતથી જ સૂઝબૂઝથી કરી હતી. કોઈપણ કલાકારની  યોગ્યતાનો માપદંડ  એની  બોક્સ ઓફિસ સફળતાના આંકડા પરથી નહિ પરંતુ પાત્રની પસંદગી  થકી  થાય છે.

રણબીર બહુ નાની વયે આ બાબત શીખી ગયો  છે. દેશના વડાપ્રધાન  નરેન્દ્ર મોદી પર બાયોપિક  બની રહી.   એ માને  છે કે  મોદીને પડદા પર સાકાર કરવા માટે એની પસંદગી સહુથી  યોગ્ય છે. એના સિવાય કોઈ અન્ય અભિનેતા આ પડકાર ઝીલી શક્યો ન હોત.  મોદીને ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારથી એ મોદીને જાણે  છે. ત્યારથી એ મોદીનું  નિરીક્ષણ  કરતો   આવ્યો  છે.

પરેશ ૨૦૧૬ના  ઉરી અટેક પર બનતી એક ફિલ્મનો હિસ્સો પણ હશે. આ  ફિલ્મમાં  એ નેશનલ  સિક્યોરિટી એડવાઈઝર અજીક દોવલની  ભૂમિકામાં   છે. પરેશ માને  છે કે હાલ સિનેમાનો  સુવર્ણયુગ શરૃ થયો છે. નવાં નવાં  અભિનેતાઓ, લેખકો અને દિગ્દર્શકોનો  ફાલ આવી રહ્યો છે. નવાઝુદ્દીન સિદ્દીકી, ઈરફાન ખાન, સુશાન્ત સિંઘ રાજપૂત અને વિકી કૌશલ  ગણતરીની ફિલ્મો  કરે છે. નવી નવી વાર્તાઓનો હિસ્સો  બનવાની એને જે તક મળી છે એ બદલ એ પોતાની જાતને નસીબદાર લેખાવે છે.
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments