Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અક્ષય કુમાર : 'કોમેડી હીરો'ની ટચૂકડા પડદાના માધ્યમથી કોમેડિયનો શોધવાની કવાયત

બોલીવૂડના અન્ય કેટલાંક માંધાતાઓની જેમ હવે અક્ષય કુમારે પણ ટચૂકડો પડદા વહાલો કર્યો છે. છેલ્લા અઢી દશકથી ફિલ્મો કરતો આ કલાકાર આરંભના તબક્કામાં કોમેડી ફિલ્મોમાં વધુુ જોવા મળ્યો હતો. આનું કારણ એ છે કે કોમેડી તેનો સૌથી પ્રિય વિષય છે. તે માને છે કે રમૂજ કરવી સહેલી નથી. પણ દર્શકોને કોમેડી ફિલ્મો સૌથી વધુ હસાવે છે.

આમ છતાં આવી ફિલ્મોને બોલીવૂડમાં પ્રાધાન્ય નથી મળ્યુ. કદાચ તેથી જ અક્ષય કુમારે ટચૂકડા પડદે આવતા કોમેડી શો 'ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ'માં 'સુપર બોસ', એટલે કે મુખ્ય નિર્ણાયક બનવાની હા પાડી.

મઝાની વાત એ છે કે અક્ષય કુમારે આ શોને નવો આયામ આપવા એક નવતર પધ્ધતિ અપનાવી હતી. તે આ કાર્યક્રમના પ્રોમો માટે દેશનો સૌપ્રથમ ગર્ભવતી પુરુષ બન્યો હતો. અને ગર્ભાવસ્થામાં સ્ત્રીને શું શું થાય તે બખૂબી રજૂ કર્યું હતું.

અભિનેતાએ કહ્યું હતું કે હું અને મારી પત્ની ટ્વિંકલ હંમેશાં એવા વિષયો પર વાત કરવાનું કે પોતાનો અભિપ્રાય આપવાનું પસંદ કરીએ છીએ જે વિષયો પર સમાજ બોલવાનું કે ચર્ચા કરવાનું ટાળે છે. તેથી જ મેં ગર્ભવતી પુરુષ  બનતાં જરાય સંકોચ નહોતો અનુભવ્યો. વાસ્તવમાં આ નોખા પ્રકારના શોને અનોખી રીતે રજૂ કરવાની ે આનાથી  વધુ સરસ રીત બીજી કઇ હોઇ શકે.

અક્ષય માને છે કે હસવું અને હસાવવું જેટલું જરુરી છે એટલું જ કપરું પણ છે. તેથી બોલીવૂડમાં ભારેખમ ફિલ્મો અને ટી.વી. પર સાસુૃ-વહુના કાવાદાવા દર્શાવતી કે પછી ભૂતપ્રેતની ભરમારવાળી  સિરિયલો મોટા પ્રમાણમાં રજૂ થાય છે. પરંતુ પેટ પકડીને હસાવે એવી કોમેડી ફિલ્મો કે ટી.વી. કાર્યક્રમો આંગળીના વેઢે ગણી શકાય એટલાં જ હોય છે. તે કહે છે કે આ કાર્યક્મ દ્વારા હું કોમેડેીના નવા સુપરસ્ટાર્સ શોધી કાઢવા માગું છું.

અક્ષય કુમાર દ્રઢપણે માને છે કે આજની તારીખમાં જો કોઇપણ ફિલ્મમાં વત્તાઓછા અંશે કોમેડી

ઉમેરવામાં ન આવે તો દર્શકોને તે ફિલ્મ જોવાની મઝા નથી આવતી. આ બાબત જ દર્શકોની કોમેડી પ્રત્યેની રૃચિ પ્રગટ કરે છે. તોય બોલીવૂડમાં ફુલફ્લેજ્ડ કોમેડી ફિલ્મો નથી બનતી. લોકોને હસાવવાની કળા સાથે હિન્દી ફિલ્મોદ્યોગે ઓરમાયું વર્તન કર્યું હોવા છતાં અમિતાભ બચ્ચન જેવા મહાનાયકે સફળતાની રાહ પર ઝડપથી આગળ વધવા 'નમક હલાલ' જેવી ફિલ્મો કરી.

કોમેડીનું નામ આવે અને ચાર્લી ચેપ્લીનનો ઉલ્લેખ ન થાય એવું બને ખરૃં? દુનિયાભરના કોમેડિયનો એકી સ્વરે તેને પોતાના આદર્શ તરીકે સ્વીકારશે. તો પછી અક્ષય તેમાંથી શી રીતે બાકાત હોઇ શકે? અભિનેતા-કોમેડિયન કહે છે કે હું પણ ચાર્લી ચેપ્લીનને મારો આદર્શ માનું છું. તેથી જ હું મારા શોમાં પણ અવારનવાર તેના નામનો ઉલ્લેખ કરું છું.

મને લાગે છે કે દુનિયામાં તેના જેવો  કોમેડિયન પેદા નથી થયો. તેની કહેલી એક વાત મને બહુ ગમે છે કે 'જીવનને બહુ નજીકથી જોશો તો તે કરૃણ છે. પરંતુ તેને દૂરથી નિહાળો તો તે કોમેડી છે.'

આ કોમેડી શોમાં ઝાકિર ખાન, મલ્લિકા દુઆ અને હુસેન દલાલ અક્ષયના સહનિર્ણાયકો છે જોકે અક્ષય તેમને સારી રીતે તપાસી-પારખી લેવા માગતો હતો. તેથી તેણે શો શરૃ થવાથી પહેલા તેમની સાથે વર્કશોપ કર્યાં હતાં.

અભિનેતા કહે છે કે  હું ઇુંચ્છતો હતો કે આ વર્કશોપ દ્વારા આ ત્રણે જજ સ્પર્ધકોનું મૂલ્યાંકન શી રીતે કરવું તે સારી રીતે સમજી લે. વાસ્તવમાં આ ત્રણે કોમેડિયનોની રમૂજ કરવાની શૈલી જુદા જુદા પ્રકારની છે. તેથી આ વર્કશોપ તેમના માટે આવશ્યક બની ગયું હતું.
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments