Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અક્ષય કુમાર : 'ખિલાડી' થી 'ભારત કુમાર' તરફની પ્રશંસનીય સફર

અક્ષય અને ટ્વિંકલ તેના પુત્ર સાથે કોઈપણ વાત કરતાં ખચકાતા નથી. અભિનેતા કહે છે કે અમે આરવ સાથે સેનિટરી પેડથી લઈને  કોેન્ડોમ સુધીની બધી જ વાતો કરીએ છીએ.

છેલ્લા  ઘણાં  સમયથી અક્ષય કુમાર તેની  હટકે  ફિલ્મો બાબતે  જાણીતો  બન્યો  છે. વળી તેની છેલ્લી  ફિલ્મ 'પેડમેન' માં તેણે  અને આ ફિલ્મની નિર્માત્રી તેમ જ અક્ષયની  પત્ની ટ્વિંકલ ખન્નાએ જે સામાજિક સંદેશો આપવાનો પ્રયાસ કર્યો  છે   તે કાબિલે તારીફ   છે. 

અક્ષયની  ફિલ્મો બોલીવૂડમાં  જે રીતે છવાઈ રહી છે તે જોતાં અભિનેતા  ખાન ત્રિપુટીને  બરાબરની  ટક્કર આપી રહ્યો હોય એવું લાગે છે. અલબત્ત, તેણે સ્વયં  ક્યારેય આવી વાત નથી કરી. પરંતુ તેનું કામ જ આ વાત પુરવાર કરે  છે. અભિનેતા તેની શિસ્તબધ્ધ જીવનશૈલી, સમય પાલન અને પરિવારપ્રેમ માટે પણ એટલો જ જાણીતો  છે. પરિણામે  તેના સહકલાકારો પણ શૂટીંગના  સ્થળે સમયસર પહોંચી જાય છે.

અક્ષય આ બાબતે  કહે છે કે હું હમેશાં મારા  સહકલાકારોના  સમયને માન આપું  છું. તેમનો સમય નાહક  ન વેડફાય તેની કાળજી લઉં છું. સ્વાભાવિક રીતે જ તેઓ મારો ટાઈમ બરબાદ નથી કરતાં. વાસ્તવમાં આ ઈન્ડસ્ટ્રીમાં એવું  ઘણું    છે જે ન હોેવું જોઈએ. અને તેમાં બદલાવ લાવવાનું   કામ આપણે જ કરવાનું  છે.

અક્ષય માને  છે કે લગ્ન પછી તેનું જીવન  સમગ્રપણે  બદલાઈ ગયું છે. તે કહે છે કે અગાઉ મારા ઉપર ઝાઝી જવાબદારીઓ નહોતી. પરંતુ બાળકોના જન્મ પછી  જવાબદારીઓ વધી જાય છે.  અલબત્ત, તમારી સાથે એવું કોઈક પણ  હોય છે જે ચોવીસે કલાક તમારી ચિંતા  અને કાળજી કરતું  હોય છે. તે પત્ની ટ્વિંકલની  પ્રશંસાના પૂલ બાંધતા  કહે છે કે તે ઉત્તમ પત્ની અને માતા છે. તેની  વિનોદવૃત્તિ પણ ગજબની  છે. તે કોઈપણ વસ્તુમાંથી રમૂુજ શોેધી કાઢે છે.

જો કે  તે  આખાબોલી  છે. અને કોઈને પણ મોઢામોઢ સંભળાવી દેવામાં  વાર નથી કરતી. જ્યારે હું હજી પણ ગોળ ગોળ વાતો જ કરું  છું. તે વધુમાં કહે છે કે સામાન્ય રીતે હું વિવાદોની વાતો આવે ત્યારે ચૂપ રહેવાનુ ં પસંદ કરું  છું. મને કોઈને કોઈ બાબતે સ્પષ્ટતા આપવાનું નથી ગમતું. ચાહે આ વાત કોઈને  ગમે કે ન ગમે. વાસ્તવમાં  મને  આવા વખતે એમ લાગે છે કે જો હું કાંઈ કહીશ તો કૅોઈકનું દિલ દુભાશે.

જો કે અક્ષય અને ટ્વિંકલ તેના પુત્ર સાથે કોઈપણ વાત કરતાં ખચકાતા નથી. અભિનેતા કહે છે કે અમે આરવ સાથે સેનિટરી પેડથી લઈને  કોેન્ડોમ સુધીની બધી જ વાતો કરીએ છીએ.  અમારી પુત્રી હજી આવી વાતો માટે ઘણી નાની  છે.

કોઈપણ  કલાકારને તેની કારકિર્દી દરમિયાન  દર્શકો-વિશ્લેષકો કે પછી ઈર્ષ્યાળુ  લોકોની ટીકાનો સામનો કરવો પડે છે. અક્ષય પણ તેમાંથી બાકાત નથી. તે  કહે  છે કે મારી કરીઅરના આરંભથી લોકોે મારી ટીકા કરતા આવ્યા છે. પરંતુ કારકિર્દીના આ તબક્કે મને કોઈની  ટીકાની લગીરેય અસર નથી  થતી. લોકોએ  મને  એક ફર્નિચર સુધ્ધાં લેખાવ્યો ે છે.  જ્યારે  હું મારી  ફિલ્મનો સંપૂર્ણ  શોેરૃમ હોઉફં છું. હું માનું  છું કે તમારે તમારી જાત પર ભરોસો  હોવો જોઈએ. બાકી સફળતા  અને સારો-નરસો સમય તો આવેને જાય. તમારે તમારું કામ કરતા  રહેવું  જોઈએ.

અભિનેતાએ તેના જીવનમાં  ઘણો  સંઘર્ષ કર્યો છે. તે કહે છે કે હું એકદમ સામાન્ય માણસ    છું.  અને  અદના આદમીનું  બારીકાઈપૂર્વક  અવલોકન  કરું  છું. ચાહે તે સફાઈ કામદાર હોય, ખેડૂત હોય કે અન્ય કોઈ.  દરેક સામાન્ય માણસ એક યા બીજી રીતે  આપણા  જીવન સાથે સંકળાયેલો  હોય છે.

મને આવા સામાન્યલોકોેની વાતો  કે સામાન્ય વિષયો   ફિલ્મો દ્વારા રજૂ કરવાનું  ગમશે. 'પેડમેન'  રજૂ  થયા પછી  જે રીતે તેની  ચર્ચા  થઈ  રહી  છે તેવી ચર્ચાઓ  અગાઉ  ક્યારેય સેનિટરી પેડ વિશે નથી થઈ. સ્ત્રીઓને  માસિક આવવું એ કુદરતી પ્રક્રિયા  છે.

આમ છતાં આપણા સમાજમાં  તેના વિશે વાત કરવામાં  સંકોચ અનુભવાય છે. આ  ફિલ્મ રજૂ થયા પછી  સેનિટરી પેડ્સ અને માસિક વિશે જે રીતે ચર્ચાઓ થાય  છે તે સમાજમાં  આવેલો બદલાવ સૂચવે  છે. મહારાષ્ટ્રમાં ગ્રામ્ય વિસ્તારોમાં  સેનિટરી  પેડ્સનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે. શાળાઓમાં  પણ તેા ડિસપેન્સર્સ મૂકવામાં આવી રહ્યાં  છે.

બોલીવૂડ માટે વર્ષ ૨૦૧૭ ખાસ સારું નહોતું રહ્યું. પણ અક્ષયની  બંને  ફિલ્મો 'જોલી એલએલબી- ૨' અને 'ટોઈલેટ : એક પ્રેમકથા'  ખાસ્સી સફળ રહી હતી.  જો કે અક્ષયને તેનોે  ઝાઝો હરખ નથી.  તે કહે છે કે ફિલ્મોની   સફળતાનો કોઈ નિશ્ચિંત  માપદંડ નથી હોતો. એક સમય એવો હતોે જ્યારે મારી ૧૪  ફિલ્મો ફ્લોપ ગઈ હતી.

અભિનેતા દર વર્ષે ચારેક  ફિલ્મો કરે છે. તે પણ  બહુ આસાનીથી. તે કહે છે કે તેમાં કાંઈ મોટી ધાડ મારવા જેવી વાત નથી. એક ફિલ્મ કરતાં  વધુમાં વધુ દોઢ મહિનો લાગે. તો વર્ષમાં ચાર  ફિલ્મો કરોતોય  તમારી પાસે ઘણો ફાજલ સમય બચે. હું દર વર્ષે એક  મહિનાનું  વેકેશન  પણ માણું છું.

અક્ષય કુમાર એક સમયમાં  'ખિલાડી કુમાર ' તરીકે ઓળખાતો હતો. હવે તે 'ભારત કુમાર'  તરીકે ઓળખાય  છે. તે કહે છે કે મને તમે પ્રેમથી કોઈપણ નામે બોલાવો.  મને તેનાથી કાંઈ ફરક  નથી પડતો.
 

Post Comments