Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

એક્શન ફિલ્મોમાં જીવના જોખમે પ્રાણ સીંચતા કસબીઓ

કામ જોખ્મી છે......પણ આ એસએફએક્સ આસિસ્ટન્ટો માથે કફન બાંધી તેમનું કામ કર્યે રાખે છે

દિલનવાઝ મુસ્તફા ખાનનું નામ આજે કોઇને યાદ નહીં હોય. પરંતુ ખાન બૉલીવૂડી ફિલ્મો માટે 'બોમ્બ' બનાવતો હતો. કેટલાક મહિના પૂર્વે ખાને તેના પરિવારના પાંચ સભ્યો સાથે બોમ્બ ધડાકામાં પ્રાણ ગુમાવ્યા અને આ ઘટનામાં બે ડઝન લોકો ઇજાપામ્યા હતા.

ત્યાંરે લોકલ મુવી એક્શન ડમી ઇફેક્ટ એસોસિએશનના સભ્યોને એક મોટો આંચકો લાગ્યો હતો. પરંતુ ખાન અને આ સંસ્થાના અન્ય સભ્યો જે કાર્ય કરે છે એ કાર્ય જોખમી છે એ તેઓ જાણતા જ હતા આથી ખાનના મૃત્યુની તેમને નવાઇ ન લાગે એ સ્વાભાવિક છે.

પડદા પર ભજવાતા એક્શન દ્દશ્યો જોઇ દર્શકો ફિલ્મના હીરોનું પરાક્રમ તાળીઓથી બિરદાવે છે. કાચ તોડી વિલનને બારી બહાર ફેંકતો હીરો દર્શકોમાં પ્રેરણા મૂર્તિ બની જાય છે. એક્શન હીરોને લોકો આસમાન પર બેસાડી દે છે.

પડદા પર વહેતી રક્તની ધારા પાછળ છૂપાયેલા આંસુ અને દરદ જાણવાની કોઇને પણ પરવા નથી. ખાન જેવા ઘણા લોકો પડદા પરના દ્દશ્યોને વાસ્તવિક બનાવવા મુંબઇની કોઇ એક ચાલમાં દારૃણ અવસ્થામાં જીવન પસાર કરે છે. પરંતુ આ લોકોને પડદા પર ક્યારે પણ ક્રેડિટ આપવામાં આવતી નથી. નામ અને દામ તેમનાથી દૂર ભાગે છે. અમર સુમરા વર્ષોથી ફિલ્મ ક્ષેત્રમાં છે.

તેનું કામ બોમ્બ બ્લાસ્ટ કરી લોકોને તેના શિકાર બનાવવાનું છે. ૧૫ વર્ષ જેટલી કારકિર્દી દરમિયાન તેણે ઘણા બિલ્ડીંગો સળગાવ્યા છે. ઘણી વાર હવામાં ઊડયો છે. અને ઘણી વાર ૩૦માં  માળે તેને લટકાવવામાં પણ આવ્યો છે. પરંતુ બિકાનેરમાં તેને તેના કામના જોખમનો અનુભવ થઇ ગયો હતો. 

રાજસ્થાનના બિકાનેરમાં 'બોર્ડર'ના શૂટિંગ દરમિયાન સુમરા એક ટેન્કની અંદર બોમ્બ મૂકતો હતો. અમુક સમયે આ બોમ્બ ફાટવાનો હતો. આ પૂર્વેના શૉટમાં હીરો તેની બનાવટી ગમ દ્વારા આ ટેન્કનો નાશ કરવાનો હતો. પરંતુ સમય પૂર્વે જ આ બોમ્બ ફાટી ગયો અને સુમરાના કાન અને હાથ  આગની જ્વાળામાં લપેટાઇ ગયા હતા.

જે.પી.દત્તાએ સુમરાની સારવારનો ખર્ચો ઊપાડી લીધો હતો અને સાજો થઇ સુમરા ફરી એક વાર કામે ચઢી ગયો હતો. પરિસ્થિતિ સુમરાને છાસ પણ ફૂંકીને પીવાની  ઇજાજત આપતી નહોતી. આથી તેની પાસે દૂધનો ગરમાગરમ પ્યાલો મોઢે માંડવા સિવાય બીજો કોઇ વિક્લ્પ જ નહોતો.

આ કામમાં દાઝવાના અને ઉઝરડા પડવાના કે ઇજા પહોંચવાના કિસ્સા સામાન્ય છે. આ કામ સાથે સંકળાયેલા મોટા ભાગના આસિસ્ટન્ટ અભણ હોય છે.

અને આજીવિકા માટે તેમની પાસે બીજો કોઇ માર્ગ જ હોતો નથી. આ ઉપરાંત આ વ્યવસાયમાં જોખમ વધુ અને આવક ઓછી હોય છે. જો કે અગાઉની જેમ આજે ઓછા બજેટમાં બનતા બોમ્બની જગ્યાએ થોડા સલામત બોમ્બ વાપરવામાં આવે છે. સ્પેશિયલ ઇફેક્ટ (એસ.એફ.એક્સ.) 'માસ્ટર્સ' આજે સ્વદેશમાં બનાવેલો બોમ્બ વાપરે છે. પેટ્રોલ અને ફટાકડાને ભેગા કરીને બનાવવામાં આવેલી આ વસ્તુ એક પોલીથીન બેગમાં પેક કરવામાં આવે છે.

અને તેને લોખંડની પટ્ટીઓથી બાંધવામાં આવે છે. બીજો એક નાનો બોમ્બ વાયર સાથે જોડેલો હોય છે. જે ફાટવાથી પ્લાસ્ટિક બેગ સળી જઇ મોટો ધડાકો થાય છે.  અને પવન ફૂંકાય છે. ફાઇટ અને એસએફએક્સ માસ્ટરો આ એક્શન  કચકડામાં મઢે છે. જ્યારે સુમરા જેવા સહાયકો ફટાકડા ખોલે છે.

પાંચ વર્ષ પૂર્વે એક ફિલ્મના સેટ પર બોમ્બ ફૂટવાથી શ્રીનિવાસ નામના એક આસિસ્ટન્ટે એક આંખ ગુમાવાનો વારો આવ્યો  હતો. એટલું જ નહીં તેના હાથ પર પણ ઇજા થઇ હતી. હવે નાઇક બેકાર છે. તેના પર તેના બે સંતાનો અને ધરડા મા-બાપની જવાબદારી છે આ જવાબદારી તે કેવી રીતે પૂરી કરતો હશે એ પ્રશ્ન મૂંઝવે છે.

તેના બીજા સાથીઓની જેમ તેનો વીમો નથી. આ જોખમી કામ માટે કંપની તેમનો વીમો કઢાવવાથી દૂર રહે છે. સ્ટંટમેનોનો મોટી રકમનો વીમો હોય છે. આથી હવે એસએફએક્સ આસિસ્ટન્ટો પણ વીમાની માગ કરી રહ્યા છે. ૧૯૯૮માં ૨૫૦ સભ્યોએ વીમાની પોલીસી કઢાવી હતી.

પરંતુ સમયસર રકમ ન ભરાતા આ વીમા રદ્દ થઇ ગયા છે. સુમરા અને નાઇક જેવા આસિસ્ટન્ટોને દર શિફ્ટના રૃા.૯૦૦ જેટલા ચૂકવવામાં આવે છે અને વર્ષમાં તેઓ ૪૦ થી ૫૦ શિફ્ટ કરે છે આ પરથી તેમની વાર્ષિક અને મહિનાની આવકનો ખ્યાલ આવી જશે.

અને મોંઘવારીના જમાનામાં આ રકમ કેટલી જલદી ઓહિયા થઇ જતી હશે એ જણાવવાની કોઇ જરૃર છે ખરી? આટલું ઓછું હોય તેમ તેમને નિયમિત આવક પણ થતી નથી. અને પાણીમાં રહીને મગરમચ્છ સાથે વેર રાખવું પાલવે તેમ ન હોવાથી તેઓ પઠાણની જેમ ઉઘરાણી પણ કરી શકતા નથી.

આ ઉપરાંત ટેકનીકના વિકાસે તેમના પેટ પર પાટું મારવાનું કામ કર્યું છે. આથી ગરજના માર્યા આ આસિસ્ટન્ટો આજે પણ જોખમી કામ કરી રહ્યા છે. બિલ્ડીંગ પર લટકતા હૃતિક રોશન માટે આ દોરડું મજબૂત છે કે નહીં તે તેઓ ચકાસી રહ્યા છે અને આમા પડી જઇ ઇજા પામવાનો ડર પણ તેમણે છોડી દીધો છે.

કારણ કે પાપી પેટ કા સવાલ આતા હૈ ત્યાંરે બાકીની વાત ક્ષુલ્લક બની જાય છે. શૉટ સારો જાય છે ત્યાંરે તેનો શ્રેય એસએફએક્સ માસ્ટરને મળે છે. આ આસિસ્ટન્ટોની કદર ક્યાંરે પણ થતી નથી. પરંતુ ધર્મેન્દ્ર અને જેકી શ્રોફ જેવા કલાકારો તેમની સામે સ્મિત ફરકાવી, તેમનું અભિવાદન કરે છે ત્યાંરે તેમનો દિવસ સફળ થઇ જાય છે.
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments