Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગંભીર માંદગીનો ભોગ બનેલા ફિલ્મી કલાકારો

વિતેલા જમાનાની લોકપ્રિય અભિનેત્રી મુમતાઝે તાજેતરમાં એના ૭૦ માં જન્મદિવસની  ઉજવણી  કરી.   ૧૯૪૭માં જન્મેલી  આ અદાકારા હાલ બ્રેસ્ટ કેન્સરથી પીડાય છે. મુમતાઝને વર્ષ ૨૦૦૦ માં કેન્સર થયું હોવાની જાણ થતાં તત્કાળ એની સારવાર કરાવી હતી. એક ઈન્ટરવ્યુ દરમિયાન એણે જણાવ્યું પણ હતું કે તે આ બિમારીનો ડર્યા વગર આ બિમારીનો સામનો કરશે.

મુમતાઝ ઉપરાંત સલમાન ખાન, સોનમ કપૂર, મનીષા કોઈરાલા, ઋતિક રોશન સહિત કેટલાક એવા કલાકારો છે. જે ગંભીર બિમારીનો ભોગ બન્યા છે.

સલમાન ખાન :

સલમાન ખાનને ટ્રાઈજેમિનલ ન્યુરોલ્જિયા નામની બિમારી છે. જેની સારવાર તે અમેરિકામાં છેલ્લાં આઠ-નવ વર્ષથી લે છે. આ એક  'ન્યુરોપેથિક ડિસઓર્ડર' છે. જેમાં માણસને ચહેરાના જુદા જુદા ભાગોમાં  અસહ્ય દુ:ખાવો થાય છે.

અભિષેક બચ્ચન :

અભિષેકને પણ નાનપણમાં ટીજીંગ નામની બિમારી હતી. જેને ડિસલેક્સિયા નામથી ઓળખવામાં આવે છે. આને કારણે અભિષેક શાળાજીવનમાં વ્યવસ્થિત અભ્યાસ કરી શક્યો ન હતો.

ઋતિક રોશન :

ફિલ્મ 'બેંગ બેંગ'ના શુટિંગ દરમિયાન ઋતિકને માથામાં ઈજા થઈ હતી. આ ઈજા એટલી ગંભીર હતી કે સર્જરી કરાવવી પડી હતી. સામાન્ય રીતે ઋતિકને 'ક્રોનિક સબડયુરલ હેમેટોમ'ની બિમારી છે. આ બીમારીથી પીડાતા દર્દીને  માથાનો પીડાદાયક દુ:ખાવો થાય છે.

સોનમ કપુર :

સોનમ કપૂરની બીમારી વિશે ખુબ જ ઓછાં લોકોને જાણ છે કે તે નાનપણથી ડાયાબિટીશની દર્દી રહી છે. જો કે એણે પ્રમાણસર ભોજન અને ડાયેટ પ્લાન અપનાવીને આ બીમારી પર કાબુ મેળવી લીધો છે.

અમિતાભ બચ્ચન :

અમિતાભ બચ્ચનને બાર-તેર વર્ષ પહેલા ટી.બી. હતું. જોકે એનો ઉપચાર કર્યા બાદ તે સ્વસ્થ છે. આ ઉપરાંત બીગબી કેટલીક પેટ સંબંધિત સમસ્યાથી પણ પિડાય છે. થોડાં સમય પહેલાં એને પાંસડીમાં પણ દુ:ખાવો થયો હતો.

લીઝા રે :

લીઝા રે એ ૨૦૦૯ની સાલમાં તે કેન્સર ગ્રસ્ત હોવાનો ખુલાસો કર્યો હતો. એણે દસ-અગિયાર મહિના સુધી આ બિમારી સામે લડત આપી. હાલ તે સ્વસ્થ છે.

ધર્મેન્દ્ર :

ઓછાં લોકો જાણે છે કે ધર્મેન્દ્ર પંદર વર્ષ સુધી ડિપ્રેશનમાં રહ્યો હતો. આ દરમિયાન એને દારૃની લત લાગી ગઈ હતી. ધર્મેન્દ્ર ધુમ્રપાન પણ કરતો હતો. જોકે હવે એણે વ્યસનોનો સંપૂર્ણપણે ત્યાગ કર્યો છે.

બાર્બરા મોરી :

બાર્બરા મોરી પણ કેન્સર જેવી ગંભીર બીમારીને લડત આપી ચુકી છે. જ્યારે  એને કેન્સર વિશે જાણ થઈ ત્યારે તે વિચલિત થયા વગર માનસિક રીતે સજ્જ થઈ હતી. હાલ તે સ્વસ્થ છે.

મનીષા કોઈરાલા :

મનીષા કોઈરાલાને ૨૦૧૨ની સાલમાં કેન્સરની જાણ થઈ હતી. ત્યારબાદ એણે અમેરિકામાં સર્જરી કરાવી હતી. લગભગ ૬ મહિના સુધી ન્યૂયોર્કમાં એની સારવાર ચાલી હતી. આ દરમિયાન એણે એનો કેશવિહિન ફોટો શોશ્યલ મિડિયા પર મુક્યો હતો. હાલ તે એકદમ સ્વસ્થ છે. અને કેન્સર પિડિત દર્દીઓને મદદ પણ કરે છે.
 

Post Comments