Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પ્રાઇવેટ ઇક્વિટી અને વેન્ચર કેપિટલ ફંડોમાં મની લોન્ડરિંગ ચિંતાજનક બાબત: સેબી

- કેટલાંક વૈકલ્પિક રોકાણ ફંડ ઉપર તાકીદે ધ્યાન આપવાની જરૃર

- વર્ષ ૨૦૧૭માં ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ દ્વારા રૃ.૯૦,૦૦૦ કરોડ આવ્યાં , જે કોઇ કંપની દ્વારા બજારમાંથી કરાતા ફંડ રાઇઝિંગ કરતા પણ મોટી રકમ છે

મુંબઈ, તા. 08 માર્ચ 2018, ગુરૃવાર

દેશની આથક રાજધાની મુંબઇ ખાતે ઇન્ડિયન પ્રાઇવેટ ઇકવીટી એન્ડ વેન્ચર કેપીટલ એસોશીયેશન દ્વારા આયોજીત એક કાર્યક્રમને સંબોધન કરતા ભારતીય શેર બજાર નિયામક સેબીના ચેરમેન અજય ત્યાગીએ કહ્યુ હતુ અમુક વૈકલ્પિક રોકાણ ફંડ પર તાકીદે ધ્યાન આપવાની જરૃર છે અને તેમાં મની લોંડ્રિંગ તો થતુ નથી તેના માટે એક નિયામક પણ જરૃરી છે.  વૈક્લ્પિક રોકાણના ોત દ્વારા અન્ય કાયદાઓનો તો ભંગ થતો હોય  તે  કોઇ પણ કિંમતે ચલાવી લેવાશે નહી

આઇવીસીએના જણાવ્યા અનુસાર વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો બાદ અલ્ટરનેટીવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (એઆઇએફ) ોત રોકાણકારોની દ્રષ્ટિએ બીજા ક્રમે છે. વર્ષ ૨૦૧૭માં એઆઇએફ થકી ૯૦૦૦૦ કરોડ રૃપિયા ભારતમાં આવ્યા હતા.જે કોઇ કંપની બજારમાંથી મૂડી ઊભી કરે તેના કરતા પણ વધારે હતા. ચાલુ વર્ષે આ  આંકડો ૧.૫ લાખ કરોડ રૃપિયાને સ્પર્શે તેવી શક્યતા છે. છેલ્લા  ૧૨ વર્ષમાં એઆઇએફ દ્વારા ભારતમાં ૯.૧ લાખ કરોડ રૃપિયાનુ જંગી રોકાણ થયુ છે.શેરબજાર નિયામક સેબી દ્વારા નિયમો હળવા કરાયા પછી રોકાણનો પ્રવાહ સતત વધતો જ ગયો છે.

અગ્રણી ફાયનાન્સીયલ સર્વીસીસ કંપનીના ભાગીદાર તુષાર સચાડે એ કહ્યુ હતુ કે એઆઇએફ રૃટ  શિક્ષિત અને ઊંચી મૂડી ધરાવતા લોકો માટે છે. તેથી જ નિયમો ઉદારવાદી છે અને તે બાબત સેબીના ધ્યાનમાં પણ છે.હવે એક્રીડેટેડ રોકાણકારની પરિભાષા સ્પષ્ટ કરવાની યોજના છે. જો તે અમલી બનશે તો સમસ્યાનો ઉકેલ આવી જશે.

જ્યારે અન્ય એક કંપનીના ભાગીદાર પ્રતિભા જૈને કહ્યુ હતુ કે રેગ્યુલેશન કરતા નાણાંનો ોત જ સમસ્યા છે.જેમ કંપનીઓમાં નાણાં ફરતા રહ્યા છે તે જ મુદો અહિયા પણ છે.

દરમિયાન સિક્યુરીટી એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) ના ચેરમેન અજય ત્યાગીએ કહ્યુ હતુ કે હાલના તબક્કે નિયમો સખત કરવાની જરૃર દેખાતી નથી.હાલ કોઇ વધારાનુ નિરીક્ષણ કે સંતુલન સાધવાની જરૃરિયાત નથી પરંતુ કંપનીઓએ જાતે જ નિયમોનુ પાલન કરવુ જોઇએ.જો કે ત્યાગીએ એઆઇએફ સેક્ટરને રોકાણના માળખાનો દુરોપયોગ કરવા સામે ચેતવણી આપી હતી અને કહ્યુ હતુ કે એઆઇએફ દ્વારા લોન આપવાના તાજેતરના મામલાઓમાં રોકાણને લગતા નિયમોનો ભંગ થયાનુ બહાર આવ્યુ છે. આ પ્રકારની ગેરરીતિઓ તાકીદે નાબુદ કરવી જરૃરી છે.

Post Comments