Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સોના-ચાંદી તેમજ ક્રૂડ તેલના વાયદામાં પ્રવર્તતી સાર્વત્રિક નરમાઈ

મુંબઈ, તા. 12 જૂન 2018, મંગળવાર

વિવિધ કોમોડિટી વાયદા અને ઓપ્શન્સમાં મળીને પ્રથમ સત્રમાં એમસીએક્સ પર ૧૮૭૨૩૯ સોદામાં રૃ.૯૫૪૦.૦૭ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાઓનો હિસ્સો રૃ.૯૨૯૮.૩૯ કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૃ.૨૪૧.૬૯ કરોડનો રહ્યો હતો. કોમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં નરમાઈનો માહોલ હતો. બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણ વાયદાના ભાવમાં રહ્યું હતું. તાંબુ, જસત અને સીસાના વાયદા ઘટવા સામે એલ્યુમિનિયમ અને નિકલ વધ્યા હતા.

એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાના ભાવમાં ઘટાડા સામે નેચરલ ગેસ વધી આવ્યું હતું. કૃષિ કોમોડિટીઝમાં કોટન, સીપીઓ અને મેન્થા તેલના વાયદા ઢીલા બંધ થયા હતા, જ્યારે એલચીમાં વૃદ્ધિ ભાવમાં રહી હતી. કોમોડિટી વાયદાનો સૂચકાંક કોમડેક્સ પ્રથમ સત્રનાં અંતે ૬.૧૭ પોઈન્ટ ઘટી ૩૮૯૦.૪૯ થયો હતો.

કોમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં કુલ ૨૫૦૩૩ સોદાઓમાં રૃ.૧૭૮૪.૮૭ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો ૧૦ ગ્રામદીઠ રૃ.૩૧૧૭૩ ખૂલી, ઊપરમાં રૃ.૩૧૧૮૦ અને નીચામાં રૃ.૩૧૧૨૧ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૃ.૬૧ ઘટીને રૃ.૩૧૧૫૫ બંધ રહ્યો હતો.

ગોલ્ડ-ગિની જૂન કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૃ.૪૨ ઘટીને ૮ ગ્રામદીઠ રૃ.૨૫૦૦૨ અને ગોલ્ડ-પેટલ જૂન કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૃ.૫ ઘટીને ૧ ગ્રામદીઠ રૃ.૩૦૯૬ થયા હતા, જ્યારે સોનું-મિની જુલાઈ વાયદો ૧૦ ગ્રામદીઠ રૃ.૮૦ ઘટીને બંધમાં રૃ.૩૦૯૫૫ના ભાવ રહ્યા હતા.

ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૃ.૪૦૭૪૦ ખૂલી, ઊપરમાં રૃ.૪૦૭૪૦ અને નીચામાં રૃ.૪૦૫૭૦ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૃ.૧૭૦ ઘટીને રૃ.૪૦૬૨૧ બંધ રહ્યો હતો.

Post Comments