Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

LTCG ટેક્સના પગલે વિદેશી રોકાણકારો હવે વાયા નેધરલેન્ડ અને ફ્રાન્સ થઈને રોકાણ કરશે

- બન્ને દેશોની સાથે ભારત કર સંધિ કરવાની વિચારણા ચાલુ હોવાથી

- લોંગ ટર્મ ગેઇન્સ પર અપાતી કરમુક્તિ પણ ૧ એપ્રિલથી પરત લેવામાં આવી છે ત્યારે એફપીઆઇએ ભારતમાં વધારે ટેક્સ ચુકવવો પડશે

નવી દિલ્હી, તા. 08 ફેબ્રુઆરી 2018, ગુરુવાર

૧ ફેબ્રુઆરી એ રજુ થયેલા બજેટમાંથી જો કોઇ એક મુદ્દાની વધારે ચર્ચા થઈ રહી હોય તો તે છે લોંગ ટર્મ કેપીટલ ગેઇન્સ . અંદાજે એક દાયકા પછી ફરી એક વખત શેરના વેચાણ પર થનારા નફા પર એલટીસીજી વસુલવામાં આવશે.જો કે ફરી અમલી બનાવવામાં આવેલા કાયદાની લોકોને અપેક્ષા પણ હતી અને લોકોને ધારણાં પણ હતી.

જો કે સરકારે એકદમ નાજુક રીતે કાયદો અમલી બનાવ્યો છે તેનાથી રોકાણકાર સમુદાયમાં અફડાતફડી મચી ગઈ છે.૧ ફેબ્રુઆરી પહેલા લીધેલા શેર પર ૩૧ જાન્યુઆરીએ રહેલ કિંમતના આધારે થનાર નફા પર એલટીસીજી ચુકવવો પડશે.જેનો અર્થ એ છે કે ૧ ફેબ્રુઆરી પછી થયેલા નફા પર ટેક્સ ચુકવવો પડશે.

બજેટ્માં પ્રસ્તાવિત એલટીસીજી ભારતના નાગરિકો તેમજ બિન નિવાસી ભારતીયો અને વિદેશી રોકાણકારો પર પણ લાગુ પડશે.જો કે બિન નિવાસી કરદાતા વેલીડ ટેક્સ રેસીડન્સી સટફિકેટ (ટીઆરસી), જનરલ એંટી -એવોઇડન્સ રૃલની જોગવાઈ,ઓઇસીડીના બેઝ એરોસીઓન અને પ્રોફિટ શિફટીંગ  પ્રોજેક્ટ અંતર્ગત કરારબદ્ધ થયેલા મલ્ટીલેટેરલ ઇન્સટ્મેન્ટ (એમએલઆઇ)ની જોગવાઈ જેવી કર સંધિના લાભ હેઠળ ટેક્સમાંથી રાહત મેળવી શકે છે.

 શેરાબજારમાંના વિદેશી રોકાણકારોનો ઇતિહાસ જોવામાં આવે તો તેઓ મોટાભાગે મોરીશીયસ અથવા સિંગાપોર થકી ભારતીય શેરબજારમાં લીસ્ટેડ કંપનીઓમાં રોકાણ કરતા  હોય છે. તેઓ ૧ એપ્રિલ ૨૦૧૭ પછી જ ભારતમાં ટેક્સ ચુકવતા થયા છે કારણ કે મોરીશીયસ અને સિંગાપોર સાથે ભારતે કરેલ કર સંધિમાં સુધારો કરવામાં આવ્યો છે. ભારતમાં ટેક્સ નહી ચુકવવા માટે ભારતીય કાયદા અંતર્ગત લોંગ ટર્મ કેપીટલ ગેઇન્સ હેઠળ ટેકસ મુક્તિ મેળવવાનો  દાવો કરવાનો જ વિકલ્પ હવે તેમની પાસે રહ્યો હતો.જટિલ ટેક્સ માળખામાંથી શાંતિપુર્વક ટેક્સ નહી ચુકવવા માટે ભારતની જે દેશો સાથે કર સંધિ હોય તેના બદલે અમેરિકા અથવા તો બ્રિટનના રૃટ થકી વિદેશી રોકાણકારો રોકાણ કરતા હતા.

જો કે હવે લોંગ ટર્મ ગેઇન્સ પર અપાતી કરમુક્તિ પણ ૧ એપ્રિલ ૨૦૧૮થી પરત લેવામાં આવી છે ત્યારે એફપીઆઇને ભારતમાં વધારે ટેક્સ ચુકવવો આવશ્યક  થયો છે.ત્યારે વધારાના ખર્ચ અને પાલનબોજ ને ધ્યાનમાં રાખીને વિદેશી રોકાણકારો હવે વાયા નેધરલેન્ડ અથવા ફ્રાંસ મારફતે  ભારતીય શેરબજારમાં રોકાણ કરી શકે છે. કારણ કે આ બન્ને દેશ સાથે ભારત કર સંધિ કરવા વિચારી રહ્યુ છે.જો કે તેનો અમલ હાલ નહી કરે. મોરેશીયસ અને  સિંગાપોર રૃટ  મારફતે ભારતમાં કરલાભ નહી મળે તો  એટ્લે કે ૨૦૧૯ પછી  જ વિદેશી રોકાણકારો નેધરલેન્ડ અને ફ્રાંસ રૃટ પર પસંદગી ઉતારશે.કારણ કે નેધરલેન્ડ અને ફ્રાંસ એક વિકસિત અર્થતંત્ર છે તેમજ સ્થિર રાજ્કીય સ્થિતિ ધરાવવાની સાથે આકર્ષક ટેક્સ માળખુ પણ ધરાવે છે.જેથી ૨૦૧૯ પછી અમેરિકા સ્થિત રોકાણકારો માટે પણ નેધરલેન્ડ અને ફ્રાંસ થકી ભારતમાં રોકાણ કરવાનુ આકર્ષણ વધુ હોય શકે છે.

Post Comments