Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઈન્સોલવેન્સી કોડ હેઠળ તાણ હેઠળની એસેટસનો ટૂંક સમયમાં જ પ્રથમ ઊકેલ જોવા મળે તેવી વકી

- એનપીએનો સામનો કરી રહેલી બેન્કો માટે રાહતના સમાચાર

- ટોચની બિડર તરીકે ઊભરી આવતા ભુષણ સ્ટીલને હસ્તગત કરવા ટાટા સ્ટીલ સજ્જ

મુંબઈ,તા. 08 માર્ચ 2018, ગુરુવાર

નેશનલ કંપની લો ટ્રીબ્યુનલ હેઠળના બહુચર્ચિત ઓકશન્સમાંથી બે ઓકશન હવે હકીકતમાં વેચાણમાં પરિણમવાની સ્થિતિમાં છે. તાણ હેઠળની ભુષણ સ્ટીલ માટે ટાટા સ્ટીલ સૌથી ઊંચી બિડર તરીકે ઉપસી આવી છે જ્યારે એમટેક ઓટો માટે લિબર્ટી હાઉસ યોગ્ય એચ૧ બિડર તરીકે પસંદ કરાઈ છે.

બીએસઈની કરેલી જાણમાં ટાટા સ્ટીલે જણાવ્યું હતું કે, ભુષણ સ્ટીલના રિઝોલ્યુશન પ્રોફેશનલ તરફથી પોતાને વિધિસરની જાણ કરવામાં આવી છે કે,  ઈન્સોલવેન્સી એન્ડ બેન્કરપ્સી કોડની કોર્પોરેટ ઈન્સોલવેન્સી રિઝોલ્યુશન પ્રક્રિયા હેઠળ બીએસએલનો હિસ્સો ખરીદવા પોતાને સૌથી ઊંચા અરજદાર તરીકે ઓળખી કાઢવામાં આવ્યા છે.

ભુષણ સ્ટીલના ધિરાણદારોની કમિટીની મળેલી બેઠકમાં ટાટા સ્ટીલની તરફેણમાં નિર્ણય આવી પડયો છે. ટાટા સ્ટીલ હવે આગળની પ્રક્રિયા માટે રિઝોલ્યુશન પ્રોફેશનલ અને ધિરાણદારોની કમિટિ સાથે ચર્ચા કરી રહી છે. ભુષણ સ્ટીલે બેન્કોને રૃપિયા ૪૫૦૦૦ કરોડ ચૂકવવાના બાકી છે.

ભુષણ સ્ટીલની એસેટસ ખરીદવા ટાટા સ્ટીલે રૃપિયા ૩૫૦૦૦ કરોડની બિડ કરી હતી જ્યારે જેએસડબ્લ્યુ સ્ટીલે રૃપિયા ૨૯૭૦૦ કરોડની બિડ કરી હતી. ભુષણ સ્ટીલની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા ૫૬ લાખ ટન છે જ્યારે ટાટા સ્ટીલની ૧.૩૦ કરોડ ટન છે.

બીજી બાજુ એમટેક ઓટો માટે લિબર્ટી હાઉસ પર પસંદગી ઊતારાતા લિબર્ટી હાઉસ ભારતમાં ઉત્પાદન ક્ષેત્રે પદાર્પણ કરવા સજ્જ બની હોવાનું  ધિરાણદારોની કમિટિના સુત્રોએ જણાવ્યું હતું. કંપની ૧૦ અબજ ડોલરના જીએફજી એલાયન્સનો હિસ્સો છે.રિઝર્વ બેન્કે અત્યારસુધી તાણ હેઠળના ૪૦ એકાઉન્ટસને ઈન્સોલવેન્સી એન્ડ બેન્કરપ્સી કોડ હેઠળ ઊકેલ માટે ઓળખી કાઢયા છે, જેમાંથી અનેક તાણ હેઠળના એકાઉન્ટસની ઊકેલ પ્રક્રિયા શરૃ થઈ ગઈ છે. ભુષણ સ્ટીલની એસેટસ માટે ટાટા સ્ટીલ સાથેની ઊકેલ પ્રક્રિયા ૨૭૦ દિવસની મુદત પહેલા જ પૂરી થઈ જવાની ધારણાં રાખવામાં આવી રહી છે.   

Post Comments