Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સોનાની ખરીદીથી દૂર થતા અલ્ટ્રા હાઈ નેટવર્થધારકો

- ભારતીય અલ્ટ્રા હાઈ નેટવર્થધારકોની કુલ નેટવર્થ રૃ.૧૫૩ ટ્રીલિયન થઈ

- અલ્ટ્રા હાઈ નેટવર્થધારક ભારતીયોની સંખ્યા વર્ષ ૨૦૧૭માં ૧૦ ટકા વધીને ૧,૬૦,૬૦૦ પહોંચી: ૨૦૨૨ સુધીમાં આ  સંખ્યા બમણી  અને નેટવર્થ રૃ.૩૫૨ ટ્રીલિયન થવાનો અંદાજ : જવેલરીની ખરીદી ૧૭ ટકાથી ઘટીને ૧૨ ટકા નોંધાઈ

મુંબઈ તા.13 ફેબ્રુઆરી 2018, મંગળવાર

ભારતમાં વર્ષ ૨૦૧૭ સરકારના મહત્વના કઠોર આર્થિક પગલાં વચ્ચે પડકારરૃપ રહ્યા છતાં આ વર્ષમાં દેશમાં અલ્ટ્રા હાઈ નેટવર્થ હાઉસહોલ્ડસ(યુએચએનએચ) ભારતીયોની સંખ્યા ૧૦ ટકા વધીને ૧,૬૦,૬૦૦ પહોંચી છે. જો કે તેમની સોનાની ખરીદીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.કોટક વેલ્થ મેનેજમેન્ટ(કેએમડબલ્યુ) દ્વારા રજૂ કરાયેલા ટોપ ઓફ પિરામીડ(ટોપ ૨૦૧૭) રીપોર્ટની સાતમી આવૃતિમાં આ રસપ્રદ આંકડા બહાર આવ્યા છે. આ સાથે દેશમાં અલ્ટ્રા હાઈ  નેટવર્થધારક ભારતીયોની નેટવર્થ પણ વર્ષ ૨૦૧૭માં રૃ.૧૫૩ ટ્રીલિયન પહોંચી છે. જે વર્ષ ૨૦૨૨ સુધીમાં સંખ્યામાં અલ્ટ્રા હાઈનેટવર્થધારક ભારતીયો બમણા ૩,૩૦,૪૦૦ અને રકમમાં રૃ.૩૫૨ ટ્રીલિયન પહોંચવાનો અંદાજ બતાવાયો છે.

લક્ઝરી હોલ્ડ ઈટ્સ ઓનની થીમ સાથે તૈયાર કરાયેલા આ રીપોર્ટમાં ભારતમાં અલ્ટ્રા હાઈ નેટવર્થ ઈન્ડિવ્યુજઅલ્સ(યુએચએનઆઈઝ)ની કમાણી, વર્તણુક અને સ્વાસ્થ્ય તેમ જ સુખાકારી, દાનવૃતિ, ડીજીટલ બિહેવીયર અને પરિવારની વ્યવસાય વર્ણનાત્મકતા સહિતની વિવિધ પસંદગીઓને ધ્યાનમાં લઈને આ રીપોર્ટ તૈયાર કરાયો છે. સરકારના મહત્વના  આર્થિક સુધારાઓ જેવા કે ડીજીટલ અને ઓછી રોકડનું અર્થતંત્ર તેમ જ ગુડઝ સર્વિસિઝ ટેક્ષ(જીએસટી)ના કારણે ભારતીય અર્થતંત્રમાં ભારતના અલ્ટ્રા હાઈ નેટવર્થધારકોનું લાંબાગાળાનું ભવિષ્ય ઊજળું હોવાનું આ રીપોર્ટમાં  દર્શાવાયું છે.

આ સર્વે-રીપોર્ટમાં જણાયું છે કે યુવા વયે ભારતીય સમૃધ્ધ બની રહ્યા છે. રીપોર્ટ માટે લેવાયેલા યુએચએનઆઈઝના ૬૦ ટકા ૪૦ વર્ષથી ઓછી ઉંમરના હતા. જે ઉંમરના યુએચએનઆઈઝના ગત વર્ષે ઈન્ટરવ્યુ કરાયેલાની ટકાવારી ૪૭ ટકા હતી. રોકાણોમાં આ વર્ગ વૈકલ્પિક રોકાણોને પસંદ કરી રહ્યો છે. જ્યારે જવેલરી ખરીદીનું પ્રમાણ ૧૭ ટકાથી ઘટીને ૧૨ ટકા જેટલું રહ્યું હોવાનું નોંધાયું છે.

કોટક મહિન્દ્રા બેંકના વેલ્થ મેનેજમેન્ટ એન્ડ પ્રાયોરિટી બેંકિંગના  સીઈઓ જયદિપ હંસરાજે જણાવ્યું હતું કે, અલ્ટ્રા હાઈ નેટવર્થ હાઉસહોલ્ડ સેગ્મેન્ટે ભારત સરકારની  નીતિઓ અને સુધારામાં વિશ્વાસ હોવાનું દર્શાવ્યું છે અને આર્થિક ભાવિ ઊજળું હોવાનો વિશ્વાસ વ્યકત કર્યો છે. ટોપ ૨૦૧૭ ભારતમાં ૨૦૦થી વધુ અલ્ટ્રા હાઈ નેટવર્થ વ્યક્તિઓ, કોટક મહિન્દ્રા વેલ્થ મેનેજમેન્ટના ગ્રાહકો સહિતને આવરી લઈ વ્યક્તિગત ઈન્ટરવ્યુ લઈને તૈયાર કરાયો છે. દેશમાં હાઈ નેટવર્થ વ્યક્તિગતધારકોની સંખ્યામાં છેલ્લા પાંચ વર્ષમાં કમ્પાઉન્ડેડ ધોરણે ૧૨ ટકાથી વધુ વૃદ્વિ નોંધાઈ છે. જે વર્ષ ૨૦૧૭માં ૧૦ ટકા વૃદ્વિએ ૧,૬૦,૬૦૦ સંખ્યા પહોંચી છે. ૫૬ ટકા અલ્ટ્રા-હાઈ નેટવર્થ ઈન્ડિવ્યુજઅલ્સ દેશના ચાર મેટ્રો શહેરોમાંથી અને ૧૮ ટકા આ ચાર મેટ્રો શહેરો પછીના છ મેટ્રો શહેરો  બેંગ્લોર, અમદાવાદ, પૂના, હૈદરાબાદ, નાગપુર અને લુધિયાણામાં નોંધાયા છે.

Post Comments