Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વેપારીઓએ ઇ-વે બીલની છટકબારી શોધી : હાથલારીથી સામાનની હેરાફેરી

- સરકારે માત્ર ઇંધણથી ચાલતા વાહનો ઉપર જ ઇ-વે બીલ લાગુ કર્યું છે, અન્ય સંજોગોમાં તેની જરૃરી હોતી નથી

નવી દિલ્હી, તા. 12 જૂન 2018, મંગળવાર

માલના વહન માટે ઇ-વે બીલ અમલી બનાવવાને પલે ભારતીય વેપારીઓએ જીએસટી બચાવવા માટે નવો વિશિષ્ટ માર્ગ અપનાવ્યો છે.

વેપારીઓએ હવે હોર્સ કાર્ટ કે મેન્યુઅલ કાર્ટ (ઘોડાગાડી કે હાથલારી)નો આખા રાજ્યમાં માલ મોકલવા માટે ઉપયોગ કરી રહ્યા છે, કેમ કે ઇ-વે બીલ ફક્ત મોટરાઇઝ્ડ વાહન પર જ લાગુ પાડવામાં આવ્યું છે. છેલ્લે જારી કરાયેલ નિયમો અનુસાર ઇ-વે બીલની એવા સંજોગોમાં જરૃર નથી પડતી જ્યારે માલને મોટર વિનાના વાહનોમાં જેમ કે હોર્સ કાર્ટમાં મોકલવામાં આવી રહ્યો હોય. ઉલ્લેખનીય છે કે જો માલ રૃ. ૫૦,૦૦૦થી કિંમતની નીચે હોય ત્યારે ઓપ્શનલ હોવાથી વેપારીઓ મર્યાદાથી ઉપર માલનું વહન કરવા માટે નોન-મોટોરાઇઝ્ડ હેરફેરના સાધનનો ઉપયોગ કરી રહ્યા છે.

એક વેપારી હોર્સ કાર્ટનો ઉપયોગ કરીને માલનું વહન કરતો હતો તેની તસવીર ટ્વીટર પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે નોન મોટોરાઇઝ્ડ કન્વેયન્સના સાધામાં માલની હેરફેર માટે ઇ-વે બીલ જરૃરી નથી અને ફલો, શાકભાજી, માચળી અને પાણી જેવી ચોક્કસ ચીજો માટે પણ ઇ-વે બીલની જરૃર નથી એમ જીએસટી ટેકનોલોજીનું સંચાલન કરતી જીએસટીએનએ તાજેતરના એક નિવેદનમાં જણાવ્યું હતું. ઇ-વે બીલ એ ઓનલાઇન જનરેટ કરવામાં આવેલ દસ્તાવેજ છે જેની એ વ્યક્તિને જરૃર પડે છે જે માલન વહનનો હલાવો સંભાળતી હોય.

Post Comments