Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

૧લી એપ્રિલથી ટ્રેડ ફાઈનાન્સ સાધનોની મુદત એક વર્ષ સુધી જ રાખવા રિઝર્વ બેન્કનો નિર્ણય

મુંબઈ, તા. 13 માર્ચ 2018, મંગળવાર

ટ્રેડ ફાઈનાન્સ ક્ષેત્રમાં દરેક બેન્ક સાધનોની મુદત મર્યાદિત બનાવીને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ કોમોડિટીના ભાવ સામેના જોખમ અને વિદેશ બજારમાં નૂરના જોખમને હેજિંગ કરવા માટેની માર્ગદર્શિકાને વધુ સખત બનાવી છે.

રિઝર્વ બેન્કના પરિપત્રક પ્રમાણે, કોમોડિટી હેજિંગ ટ્રાન્ઝકશન્સ માટે માર્જિન મનીની ચૂકવણીને  બદલે બેન્કો સ્ટેન્ડબાય લેટર્સ ઓફ ક્રેડિટ અથવા ગેરન્ટી વધુમાં વધુ એક વર્ષ માટેની આપી શકશે. પોતાના ગ્રાહકો દ્વારા આ ગેરન્ટીનો ઉપયોગ તેના હેતુ માટે જ થાય છે કે કેમ તે જોવાની બેન્કોએ તકેદારી લેવાની રહેશે. આ નવું ધોરણ ૧લી એપ્રિલથી લાગુ થશે. પીએનબી કૌભાંડ પ્રકાશમાં આવ્યાના એક મહિનાની અંદર રિઝર્વ બેન્કનો આ નિર્ણય આવી પડયો છે. પીએનબીના કેસમાં યોગ્ય ગેરન્ટી મેળવ્યા વગર નિરવ મોદી અને મેહુલ ચોકસીની કંપનીઓને પીએનબીની શાખાએ આવા પ્રકારના સાધનો જારી કર્યા હતા.

નવી માર્ગદર્શિકા અમલમાં આવવા સાથે અગાઉના દરેક પરિપત્રકો પાછા ખેંચી લેવાયેલા ગણાશે એમ રિઝર્વ બેન્કના ફાઈનાન્સિઅલ માર્કેટ રેગ્યુલેશન વિભાગ દ્વારા જારી કરાયેલા પરિપત્રકમાં જણાવાયું છે.
નવા નિયમ પ્રમાણે બેન્કો સંબંધિત પેઢીના સ્ટેટયૂટરી ઓડિટર્સ પાસેથી વાર્ષિક સર્ટિફિકેટ માગી શકશે જેથી હેજિંગ અને માર્જિનની ચૂકવણી જોખમ પ્રમાણે જ થાય તેની ખાતરી રાખી શકાય.  

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ 'કોમોડિટી પ્રાઇસમાં રિસ્ક હેજિંગ અને ઓવરસિઝ માર્કેટમાં ફ્રેઇટ રિસ્ક'ના નિયમોમાં ફેરફાર કર્યો છે.જે અનુસાર જેમાં પ્રાઇસ રિસ્ક હેજિંગ કરી શકાય છે તેવી કોમોડિટીઓની યાદીમાંથી સોનું, જર-ઝવેરાત અને કિંમતી પત્થરને બહાર કાઢવામાં આવ્યા છે.

Post Comments