Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સિંગતેલમાં સૌરાષ્ટ્ર પાછળ ઘટાડો: સોયાબીનની આયાત વધવાની બતાવાતી શક્યતા

મુંબઈ, તા. 13 માર્ચ 2018, મંગળવાર

મુંબઈ તેલ-બિયાં બજાર આજે હવામાન સૂસ્ત હતું.  હાજર તથા નજીકની ડિલીવરીના  વેપારો પાંખા હતા. જોકે પામતેલમાં એપ્રિલ ડિલીવરી માટે ૧૦ કિલોના રૃ.૭૨૦ના મથાળે વિવિધ રિફાઈનરીઓના  આશરે ૧૦૦૦ થી ૧૨૦૦ ટનના વેપારો થયા હતા.  હાજરમાં હવાલા રિસેલના ભાવ  જેએનપીટીના રૃ.૭૧૦ હતા.  હવાલા રિસેલમાં વેપારો છૂટાછવાયા હતા. ન્યુયોર્ક કોટન વાયદો ઓવરનાઈટ નજીકની ડિલીવરીમાં  ૧૨૪ તથા ૯૮ પોઈન્ટ  તૂટયા હતા. મલેશિયામાં આજે પામતેલનો વાયદો વધી છેલ્લે  ૧૬, ૩૨, ૨૯ તથા ૨૭ પોઈન્ટ પ્લસમાં બંધ હતો ત્યાં પામ પ્રોડકટના ભાવ અઢી ડોલર ઉંચકાયા હતા.

મુંબઈમાં હાજર ભાવ ૧૦ કિલોના સિંગતેલના રૃ.૮૫૫ના મથાળે સૂસ્ત હતા જયારે  રાજકોટ બાજુ ભાવ રૃ.૮૦૦થી ૮૧૦  તથા ૧૫ કિલોના ભાવ રૃ.૧૩૦૦થી ૧૩૧૦ હતા. જ્યારે ત્યાં કોટન વોશ્ડના ભાવ રૃ.૬૯૫થી ૬૯૭ રહ્યા હતા.  મુંબઈમાં સોયાતેલના ભાવ ડિગમના  રૃ.૭૩૫ તથા રિફા.ના રૃ.૭૬૫  હતા જ્યારે  સનફલાવરના ભાવ રૃ.૭૧૫થી ૭૨૦ તથા રિફા.ના રૃ.૭૬૫થી ૭૭૦ બોલાતા હતા. કપાસિયા તેલના ભાવ  રૃ.૭૬૦ તથા મસ્ટર્ડના રૃ.૭૭૦ હતા.  વિશ્વ બજારમાં સમાચાર મુજબ આર્જેન્ટીનામાં આ વર્ષે દુકાળની પરિસ્થિતિ ઘેરી બની છે. આના પગલે ત્યાં સોયાબીનના પાકમાં  ઉપજ નોંધપાત્ર ઘટવાની શક્યતા બતાવાઈ છે. વિશ્વ બજારમાં સનફલાવરના કાચા તેલના ભાવ સીઆઈએફ ધોરણે વિવિધ ડિલીવરીના ૮૦૫થી ૮૨૭.૫૦  ડોલર રહ્યાના સમાચાર હતા.  

યુરોપમાં બાયોડિઝલની આયાત ગયા વર્ષના ઓગસ્ટથી આ વર્ષના જાન્યુઆરી સુધીમાં  વધીને સાડા આઠ લાખ ટનથી વધુ થઈ છે. એન્ટી  ડમ્પીંગ  ડયુટી ઘટતાં ત્યાં આવી આયાત વધી છે. જોકે યુરોપની બાયોડિઝલ પોલીસીનો મલેશિયા દ્વારા  તાજેતરમાં વિરોધ કરાયો છે. ભારતમાં  તાજેતરમાં પામતેલની  આયાત જકાત  પણ વધારાયા પછી હવે અન્ય  ખાધતેલોની આયાત જકાત પણ વધારવામાં આવશ ે એવી શક્યતા બજારમાં  ચર્ચાતી રહી છે. ભારતમાં ઘરઆંગણે પાક-પુરવઠો ઓછો અંદાજાતાં  દેશમાં સોયાબીનની આયાત વધવાની શક્યતા પણ જાણકારો બતાવી રહ્યા હતા.

Post Comments