Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પાવર ફાઈનાન્સ કોર્પો.ના ચોપડામાંની ૧૧.૪૦ ટકા લોન ઈન્સોલવેન્સીમાં જવાની શક્યતા

- થર્મલ, હાઈડ્રો સહિતના વીજ પ્રોજેકટસ અટકી પડતા નાણાં મેળવવાનું મુશકેલ

નવી દિલ્હી, તા. 12 માર્ચ 2018, સોમવાર

સરકાર હસ્તકની પાવર ફાઈનાન્સ કોર્પોરેશન (પીએફસી)ની લોન બુકમાંથી ૧૧.૪૦ ટકા લોનને ઈન્સોલવેન્સીમાં લઈ જવાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. જે પાવર એકમોને ઈન્સોલવેન્સી ઊકેલમાં લઈ જવાની શકયતા છે તેમાં થર્મલ પાવર પ્રોજેકટસ, અટકી પડેલા ગેસ તથા હાઈડ્રો પાવર એકમોનો પણ સમાવેશ થાય છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે, અંદાજે રૃપિયા ૩૦૦ અબજના રોકાણ સાથેના ૧૪૧૧૫ મેવો ક્ષમતાના વીજ એકમો ઈન્સોલવેન્સી પ્રક્રિયામાં જવાની તૈયારીમાં છે.

પીએફસી તથા એક બેન્ક દ્વારા કુલ ૩૨૫૫ મેવો પ્રોજેકટસને આ અગાઉ જ નેશનલ કંપની લો ટ્રીબ્યુનલ સમક્ષ લઈ જવાયા છે. બાકીના ૧૦,૦૦૦ મેવોના પ્રોજેકટસને ઊકેલ માટે ૬ મહિનાનો સમય છે એમ સુત્રોએ જણાવ્યું હતું. નિયમનકારી રુકાવટોને ધ્યાનમાં રાખતા ૬ મહિનાનો સમય ઘણો ઓછો છે, માટે બાકીના ૧૦,૦૦૦ મેવો પણ નેશનલ કંપની લો ટ્રીબ્યુનલ સમક્ષ લઈ જવાવાની વકી છે.

રિઝર્વ બેન્ક દ્વારા હાલમાં જ જારી કરાયેલા નોટિફિકેશન પ્રમાણે દેવાની ચૂકવણીમાં એક દિવસની ઢીલ સાથેના ખાતાને પણ ડિફોલ્ટસ તરીકે વર્ગીકૃત કરવા બેન્કોને સૂચના આપવામાં આવી છે.

આ તાણ હેઠળની વીજ કંપનીઓ જ્યારે ઈન્સોલવેન્સીના માર્ગે જશે ત્યારે ૫૦ ટકા હેર કટ (રાઈટ ઓફ્ફ) થવાની પીએફસી તથા અન્ય ધિરાણદારો અપેક્ષા રાખી રહ્યા છે. કેટલાક નિયમનકારી ધોરણોને કારણે વીજ ઉત્પાદન એસેટસના ભાગ્યેજ કોઈ ખરીદદારો જોવા મળે છે. છેલ્લા ઘણા સમયથી કોઈ રાજ્ય સરકારોએ લાંબા ગાળાની વીજ ખરીદ કરાર કર્યા નથી.

Post Comments