Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આગામી વૈશ્વિક મંદી અત્યાર સુધીમાં સૌથી વધુ ભયાનક હશે

- વર્ષ ૨૦૦૮ પછી વૈશ્વિક સ્તરે દેવાનું પ્રમાણ નોંધપાત્ર વધી ગયું

- ઈક્વિટી માર્કેટનાં ધોવાણનું ચક્ર એસ એન્ડ પી ૫૦૦ ઈન્ડેક્સનાં ૩.૮ ટકા ઘટાડાથી ફરીથી શરૃ થયું

વોશિંગ્ટન, તા. 09 ફેબ્રુઆરી 2018, શુક્રવાર

અમેરિકાનાં અનુભવી રોકાણકાર તથા રોજર્સ હોલ્ડિંગ ઈન્કોર્પોરેશનનાં ચેરમેન જીમ રોજર્સનાં મતે આવનાર બેર માર્કેટ અત્યારસુધીમાં આવેલાં ડાઉનટર્ન એટલે કે બેર માર્કેટનાં લીધે આવેલી મંદીમાં સૌથી વધુ ભયાનક નીવડશે કે જે એમનાં જીવનનું પણ સૌથી ખરાબ બેર માર્કેટ હશે.

એમનાં મૂજબ ૨૦૦૮માં ફાઈનાન્સિયલ ક્રાઈસિસ પછી વર્તમાન સમયમાં ગ્લોબલ ઈકોનોમીમાં ખાસ કરીને અમેરિકામાં ડેટનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. જોકે તેમણે સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે તેઓ એવું નિવેદન નથી આપી રહ્યાં કે હાલમાં સ્ટોક્સ બેર માર્કેટ તરફ વધી રહ્યાં છે, તથા તે ક્યારે થશે તે પણ તેઓ ક્લેઈમ નથી કરી રહ્યાં.ઉલ્લેખનીય છે કે આ નિવેદન રોજર્સે ગુરુવારે જ્યારે યુ.એસનાં ઈક્વિટી માર્કેટમાં ફેડ રેટમાં વધારાનાં ભયનાં કારણે સેલઓફ થોડાં સમયનાં વિશ્રામ પછી ફરીથી શરૃ થયું હતું ત્યારે આપ્યું હતું. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે તેમનાં મૂજબ આ જ ટ્રેન્ડ હજી પણ ચાલું રહેશે તથા જ્યારે આ બેર માર્કેટ આવશે ત્યારે તે આપણે આપણાં જીવનમાં જોયેલું સૌથી વધુ ભયજનક બેર માર્કેટ બની રહેશે.  

ગુરુવારનાં રોજ ઈક્વિટી માર્કેટનાં ધોવાણનું ચક્ર એસ એન્ડ પી ૫૦૦ ઈન્ડેક્સનાં ૩.૮ ટકા ઘટાડાથી ફરીથી શરૃ થયું હતું, કે જે જાન્યુઆરીનાં રોજ રેકોર્ડ હાઈ પર હતું, પરંતુ તે હવે કરેક્શનની વ્યાખ્યામાં બંધ બેસી શકે તેમ ઘટી રહ્યું છે. ડાઉજોન્સ ઈન્ડસ્ટ્રિયલ એવરેજમાં પણ ૧૦૦૦ પોઈન્ટનો ઘટાડો નોંધાયો છે, જ્યારે બીજીબાજુ આના પગલે એશિયન માર્કેટમાં પણ શુક્રવારનાં ટ્રેડિંગ સેશન દરમિયાન નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે જેમાં નિક્કી ૨૨૫ સ્ટોક એવરેજમાં ૩.૫ ટકાનો ઘટાડો નોંધાયો હતો.  

અમેરિકન ઈનવેસ્ટર જિમ રોજર્સે તેનાં જીવનમાં ઘણાં બેર માર્કેટ જોયા છે, ફાઈનાન્સિયલ ક્રાઈસિસનાં સમયે ડાઉજોન્સ ૫૦ ટકાથી ગગડયું હતું, કે જે ૨૦૦૦નાં આઈટી બબલનાં સમયે ૩૮ ટકાથી ઘટયું હતું.

રોજર્સનાં મતે યુ.એસ ફેડરલ દ્વારા માર્ચમાં રેટ વધારાશે તથા બોરોઈંગ કોસ્ટ વધશે ત્યાં સુધી સ્ટોકમાર્કેટમાં નાના-નાના ઉતાર ચઢાવ રહેવાની સંભાવના છે અને ત્યારબાદ સ્ટોક્સ ઉપર જશે. આ ઉપરથી એ તારણ કાઢી શકાય છે કે સ્ટોક માર્કેટ તેનાં પુન:સર્જન માટે માર્ચમાં થનાર ફેડ રેટનાં વધારાની રાહ જોઈ રહ્યું છે.

Post Comments