Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમેરિકાના નિર્ણયથી ભારતીય સ્ટીલ કંપનીઓના માર્જિન દબાણ હેઠળ રહેવા ધારણાં

- ઘરેલું બજારમાં સ્ટીલના ઉત્પાદનની સરખામણીએ વપરાશમાં એટલો વધારો થતો નથી

મુંબઈ, તા. 13 માર્ચ 2018, મંગળવાર

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સ્ટીલ તથા એલ્યુમિનિયમની આયાત પર લાગુ કરાયેલા જંગી ટેરિફને પરિણામે ભારતની સ્ટીલ ઉત્પાદક કંપનીઓના માર્જિન દબાણ હેઠળ આવવાની શકયતા જોવાઈ રહી છે.

અમેરિકાના નિર્ણયની ભારતીય સ્ટીલ કંપનીઓ પર ખાસ અસર નહીં થાય કારણ કે ભારતના ઉત્પાદકોની અમેરિકન બજારમાં ખાસ વેચાણ નથી એવી અગાઉ ધારણાં રખાતી હતી.પરંતુ અમેરિકાના નિર્ણય સામે અન્ય દેશોએ લીધેલા પ્રત્યાઘાતી પગલાંને પરિણામે ભારતના ઘરેલું સ્ટીલ ઉદ્યોગમાં શરૃ થયેલા સુધારા પર અસર થઈ શકે છે કારણ કે પોતાના ઉત્પાદનોની નિકાસ કરવાનું ભારતીય કંપનીઓ માટે ખર્ચાળ બની શકે છે.

નિકાસમાં કોઈપણ ઘટાડો ભારતની સ્ટીલની ુકિંમતો પર દબાણ લાવી શકે છે. ઘરેલું સ્ટીલ ઉત્પાદનમાં થઈ રહેલા ઝડપી વધારા સાથે  ઘરઆંગણે સ્ટીલની માગમાં એટલો વધારો થતો હોવાનું જોવા મળતું નથી, જેને કારણે કંપનીઓએ નિકાસ  વધારવા પર ભાર આપવો પડે છે.

આયાત ટેરિફ લાદવાના અમેરિકાના પગલાંને કારણે મોટા સ્ટીલ ઉત્પાદક દેશો દક્ષિણ કોરિઆ, ચીન, જાપાન તથા યુરોપિયન યુનિયને પોતાના સ્ટીલના વેચાણ માટે અન્ય બજારો તરફ નજર દોડાવવાની ફરજ પડશે એમ એક વિશ્લેષકે જણાવ્યું હતું. નાણાં વર્ષ ૨૦૧૬-૧૭માં ભારતની ટોચની પાંચ કંપનીઓનો સ્ટીલ નિકાસ આંક રૃપિયા ૨૨૯ અબજ રહ્યો હતો જે નાણાં વર્ષ ૨૦૧૫-૧૬માં રૃપિયા ૬૨ અબજ પરથી ૨૬૯ ટકાનો વધારો થયાનું સૂચવે છે. ટોચની પાંચ કંપનીઓમાં ટાટા સ્ટીલ, જેએસડબ્લ્યુ સ્ટીલ, સેઈલ, ભુષણ સ્ટીલ તથા જિંદાલ સ્ટીલનો સમાવેશ થાય છે.

કોમોડિટી ઉદ્યોગમાં માગ અથવા પૂરવઠામાં સાધારણ ફેરબદલ ભાવમાં મોટા ચડાવઊતાર કરાવે છે. સ્ટીલનો પૂરવઠો વધી જશે તો દેશમાં સ્ટીલના ભાવ દબાણ હેઠળ આવી શકે છે એમ વિશ્લેષકે વધુમાં જણાવ્યું હતું.આ ઉપરાંત ઘરઆંગણે સ્ટીલની નીચી માગ પણ સ્ટીલ કંપનીઓની ચિંતામાં વધારો કરાવી શકે છે. નાણાં વર્ષ ૨૦૧૬-૧૭માં દેશના ફિનિશ્ડ સ્ટીલ ઉત્પાદનમાં વાર્ષિક ધોરણે ૧૧.૯૦ ટકા વધારો થયો હતો જ્યારે વપરાશમાં માત્ર ૩.૧૦ ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. આમ ભારતમાં માગ કરતા સ્ટીલનું ઉત્પાદન વધી રહ્યાનું ચિત્ર જોવા મળી રહ્યું છે.

Post Comments