Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બિટકોઈનનો વેપાર નોંધપાત્ર ગેરકાયદે પ્રવૃતિઓ સાથે સંકળાયેલો હોવાનું તારણ

- વર્ષે ૭૨ અબજ ડોલરની ગેરકાયદે પ્રવૃતિનો વ્યવહાર બિટકોઈનમાં થતો હોવાની શંકા

નવી દિલ્હી, તા. 09 ફેબ્રુઆરી 2018, શુક્રવાર

બિટકોઈનમાં થતા કુલ વેપારમાંથી પચાસ ટકા વેપાર ગેરકાયદે પ્રવૃતિઓ સાથે સંકળાયેલો છે અને બિટકોઈનના ૨૫ ટકા ધારકો આવી ગેરકાયદે પ્રવૃતિમાં સંકળાયેલા હોવાનું એક રિસર્ચ પેપરમાં જણાવાયું છે. ત્રણ વિવિધ બિઝનેસ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા આ બિઝનેસ પેપર તૈયાર કરવામાં આવ્યું છે.

સેકસ, ડ્રગ્સ એન્ડ બિટકોઈન: હાઉ મચ ઈલિગલ એક્ટિવિટીઝ ઈઝ ફાઈનાન્સ્ડ થુ્ર ક્રિપ્ટોકરન્સીઝ? મથાળા હેઠળનું પેપર આ વર્ષના જાન્યુઆરીમાં પ્રકાશિત થયું છે. બિટકોઈનમાં થતાં કુલ વેપારમાંથી ૪૪ ટકા વેપાર, ૨૫ ટકા તેના વપરાશકારો, વેપારનું વીસ ટકા ડોલર મૂલ્ય અને ૫૧ ટકા બિટકોઈન હોલ્ડિંગ્સ ગેરકાયદે પ્રવૃતિ સાથે સંકળાયેલ હોવાનો તેમાં પેપરમાં અંદાજ મુકાયો છે.

બિટકોઈનમાં વર્ષે ૭૨ અબજ ડોલરની ગેરકાયદે પ્રવૃતિ સંડોવાયેલી છે. બિટકોઈનના ૨.૪૦ કરોડ વપરાશકારો તેનો ઉપયોગ ગેરકાયદે પ્રવૃતિ કરવા માટે કરે છે. જો કે બિટકોઈનમાં લોકોનો રસ જે ગતિએ વધી રહ્યો છે તેને જોતા આ આંકડો ઘણો જુજ છે એ એક આશ્વાસન લેવા જેવી વાત છે. ગેરકાયદે પ્રવૃતિ અને બિટકોઈનના જોડાણની ટકાવારીમાં તબક્કાવાર ઘટાડો થઈ રહ્યો હોવાનું પણ રિસર્ચ પેપરમાં જણાવાયું છે. જો કે પ્રવૃતિઓની રકમની માત્રા વધી રહી છે. લોકોનો રસ વધવા સાથે બિટકોઈનના કાનૂની ઉપયોગમાં વધારો થઈ રહ્યો છે જેને કારણે ગેરકાયદે ઉપયોગની ટકાવારી ઘટી રહી છે. આ ઉપરાંત અન્ય ક્રિપ્ટોકરન્સીઝમાં થઈ રહેલો વધારો ઘણો જ ગુપ્ત છે.

બિટકોઈન ભારતમાં કાનૂની ચલણ નહી ંહોવાનું નાણાં પ્રધાન અરુણ જેટલીએ તાજેતરમાં જણાવ્યું હતું. બિટકોઈન જેવી ક્રિપ્ટોકરન્સીઝના ગેરકાયદે પ્રવૃતિઓ માટે ઉપયોગ થતો હોવાના પણ તેમણે સંકેત આપ્યા હતા.

Post Comments