Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બજારની વાત

- એનએસઈ એફએન્ડઓ ખાતે આઝે કુલ રૃા. ૩.૩૪ લાખ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું.

- લેંકો ઇન્ફ્રાટેકમાં બેંકો આકરા પગલા ભરે તેવી આશંકા પાછળ આ શેરમાં ૧૦ ટકાની લોઅર સર્કિટની (૧.૭૦) અમલી બની હતી.
- નવી ઝડપી લેવાલી પાછળ મોનેટ ઇસ્પાત ૯ ટકા ઉછળી ૩૨.૭૦ પહોંચ્યો હતો.
- નવી લેવાલી પાછળ એમ્ટેક ઓટો ૬ ટકા ઊછળી ૨૪.૮૫ પહોંચ્યો હતો.
- તાતા પાવર આઇઈએક્સમાં હિસ્સો ડાઇલ્યુટ કરશે તેવા અહેવાલો પાછળ ૪ ટકા ઊછળી ૮૧.૧૦ પહોંચ્યો હતો.
- વેચવાલીના ભારે દબાણો રાને હોલ્ડિંગ ૪ ટકા તૂટી ૧૭૯૯ ઉતરી આવ્યો હતો.
- સાનુકૂળ અહેવાલો પાછળ શંકરા બિલ્ડીંગ પ્રોડ. ૩ ટકા ઊછળી ૮૪૩.૨૫ પહોંચ્યો હતો.
- બોઇંગ કંપની સાથે એમઓયુ કર્યાના અહેવાલો પાછળ સ્પાઈસજેટ ૨ ટકા વધી ૧૨૬.૭૦ પહોંચ્યો હતો.
- વિસ્તરણ યોજનાના અહેવાલો પાછળ વી ટુ રીટેલ ૨ ટકા વધી ૨૫૭.૬૦ પહોંચ્યો હતો.
- સોલર પ્રોજેક્ટ ઇન્સ્ટોલ કર્યાના અહેવાલો પાછળ રામા સ્ટીલ ૨ ટકા વધી ૧૩૫.૦૫ પહોંચ્યો હતો.
- નવી લેવાલી પાછળ એવરેડી ઇન્ડ. ૨ ટકા વધી ૮૧.૧૦ પહોંચ્યો હતો.
- પીસી જ્વેલર નવી લેવાલીએ ૨ ટકા વધી ૫૧૦ પહોંચ્યો હતો.
- પ્રોલીપોપલીનનું ઊત્પાદન શરૃ કર્યાના અહેવાલો પાછળ ગ્રેવીટા ઇન્ડિયા ૨ ટકા વધી ૮૦.૫૦ પહોંચ્યો હતો.
- વિદેશી રોકાણની મર્યાદામાં વધારો થતા સાટીન ક્રેડિટકોર ૨ ટકા વધી ૨૮૯.૭૫ પહોંચ્યો હતો.
પેસેન્જર ટ્રાફીકમાં વધારો થયાના અહેવાલો પાછળ એરલાઇન શેરો ૨ ટકા સુધી વધ્યા હતા.
- જેએલઆરનો આઇપીઓ લાવવાની યોજના પાછળ તાતા મોટર્સ ૨ ટકા વધી ૪૬૨ પહોંચ્યો હતો.
- નવું આઈટી સોલ્યુશન રજૂ કર્યાના અહેવાલો પાછળ માઈન્ડ ટ્રી ૧ ટકો વધી ૫૨૩ પહોંચ્યો હતો.
- નવી પ્રોડક્ટ રજૂ કર્યાના અહેવાલો પાછળ એચસીએલ ટેકનો. ૧ ટકો વધી ૮૫૦ પહોંચ્યો હતો.

Post Comments