Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

શેરબજાર ઓલ ટાઈમ હાઈ, નિફ્ટી 11,000ની પાર બંધ, સેન્સેક્સ 36,500ની ઊપર

પહેલી વખત સેન્સેક્સે 36,600ની સપાટી કુદાવી

મુંબઈ, તા. 12. જુલાઈ, 2018 ગુરુવાર

બજારમાં આજે જોરદાર તેજી જોવાને મળી છે. તેજીની સાથે સેન્સેક્સ નવા શિખર પર પહોંચવામાં સફળ કામયાબ થયા જ્યારે નિફ્ટી પણ 23 જાન્યુઆરીની બાદ ફરી 11000 ની ઊપર નિકળો છે. જો કે ઊપરી સ્તરો પર નફાવસૂલી હાવી થવાથી બજારની તેજી થોડી જરૂર ઓછી થઈ છે.

સેન્સેક્સ અને નિફ્ટી 0.75 ટકા સુધી વધીને બંધ થયા છે. સેન્સેક્સ 36699.5 ના નવા રિકૉર્ડ ઉચ્ચતમ સ્તર બનાવામાં કામયાબ થયા, તો આજે નિફ્ટી 11078.3 સુધી પહોંચ્યા હતા. નિફ્ટી 1 ફેબ્રુઆરી 2018 ની બાદ 11000 ની ઊપર બંધ થવામાં કામયાબ થયા છે. જ્યારે સેન્સેક્સ રિકૉર્ડ સ્તર પર બંધ થયા છે.

આજે શેરબજારમાં ટ્રેડિંગ શરુ થતાની સાથે જ જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સ ખુલતાની સાથે જ 36000ની પાર જતો રહ્યો હતો. જ્યારે નિફ્ટીએ પણ 11000ના લેવલને વટાવ્યુ હતુ.

શરુઆતના ટ્રેડિંગમાં જ સેન્સેક્સે 36600ની સપાટી પહેલી વખત વટાવી છે.શેરબજારમાં જોવા મળેલી આ તેજી પાછળ મુખ્યત્વે ચાર ફેક્ટર જવાબદાર હોવાનુ જાણકારોનુ માનવુ છે.

જેમાં ક્રુડ ઓઈલના ભાવોમાં થયેલો ઘટાડો મુખ્ય છે.છેલ્લા એક દિવસમાં ક્રુડ ઓઈલના ભાવ 6.9 ટકા સુધી ગગડીને 73.40 ડોલર પ્રતિ બેરલ પહોંચ્યા છે.ફેબ્રુઆરી 2016 બાદ એક દિવસમાં થયેલો આ સૌથી મોટો ઘટાડો છે.

બીજી તરફ યુનાઈટેડ સ્ટેટ્સ અને ચીન વચ્ચેના ટ્રેડ વોરના કારણે વૈશ્વિક વ્યાપાર પર અસર પડશે.જેમાં ભારતની હિસ્સેદારી 2 ટકા જ હોવાથી ભારત પર તેની અવળી અસર નહી થાય.જેનાથી ઈન્વેસ્ટરોનો કોન્ફીડન્સ વધ્યો છે.

ડોલરની સામે રુપિયો 69 પર પહોંચ્યા બાદ ફરી સ્થિર થવા માંડ્યો છે.ગુરુવારે રુપિયો ડોલર સામે મજબૂત બન્યો હતો અને તેનો ભાવ 68.58 પર પહોંચ્યો હતો.જેનાથી પણ શેર માર્કેટમાં હકારાત્મક અસર જોવા મળી છે.

Post Comments