Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

FIIની રૃ.૪૪૫૭ કરોડની જંગી વેચવાલીએ બેંકિંગ, ઓટો શેરોમાં ધોવાણે સેન્સેક્સ ૪૦૭ પોઈન્ટ તૂટીને ૩૪૦૦૫

- અમેરિકા પાછળ વૈશ્વિક બજારો ફરી ડામાડોળ : ક્રુડ ઓઈલ તૂટીને ૬૪.૨૪ ડોલર

- નિફટી સ્પોટ ૧૨૨ પોઈન્ટ ગબડીને ૧૦૪૫૪ : સ્મોલ, મિડ કેપ,  મેટલ, ફાર્મા શેરોમાં ફંડો, ખેલંદાઓની તેજી : એફઆઈઆઈની કેશમાં રૃ.૧૩૫૨ કરોડ, ફયુચર્સમાં રૃ.૩૧૦૫ કરોડની ચોખ્ખી વેચવાલી

મુંબઈ, તા. 09 ફેબ્રુઆરી 2018, શુક્રવાર

અમેરિકી શેર બજારોમાં ફરી ગવર્મેન્ટ શટડાઉનની સ્થિતિ સર્જાતાં અને  ટ્રેઝરી-બોન્ડ યીલ્ડ વધી આવતાં ૧૦૦૦ પોઈન્ટથી વધુ  કડાકો બોલાઈ જવા પાછળ આજે  વૈશ્વિક બજારો ફરી ડામાડોળ થયા હતા. ક્રુડ ઓઈલમાં અમેરિકામાં રિગ્સની સંખ્યામાં વધારા  સાથે દૈનિક ઉત્પાદન એક લાખ બેરલની સપાટી પાર કરી જતાં બ્રેન્ટ ક્રુડ બેરલના ૬૫ ડોલરની અંદર ઊતરી જતાં અને એશીયા, યુરોપના  બજારોમાં સર્જોયેલી ખાનાખરાબીના પરિણામે ભારતીય શેર બજારોમાં પણ આજે સપ્તાહના અંતે ફરી તેજીને બ્રેક લાગી ઈન્ડેક્સ બેઝડ કડાકો બોલાઈ ગયો હતો. ક્રુડની  ઓઈલના ભાવ તૂટયા સામે સામે અમેરિકી ડોલર આજે ૧૪ પૈસા મજબૂત બનીને રૃ.૬૪.૪૦ થઈ જવા સાથે ફંડોએ આજે બેંકિંગ, ઓટોમોબાઈલ, પાવર-કેપિટલ ગુડઝ, આઈટી-સોફટવેર સર્વિસિઝ, એફએમસીજી શેરોમાં ઈન્ડેક્સ બેઝડ આરંભમાં મોટું ઓફલોડિંગ કર્યું હતું. આ કડાકા સામે મેટલ-માઈનીંગ, ફાર્મા શેરોમાં ફંડોનું પસંદગીનું વેલ્યુબાઈંગ વધતાં ઘટયામથાળેથી બજાર રિકવર થતું જોવાયું હતું. અલબત બેંકિંગ, ઓટો શેરોમાં મોટા ગાબડાં પડતાં અંતે સેન્સેક્સ ૪૦૭.૪૦ પોઈન્ટ તૂટીને ૩૪૦૦૫.૭૬ અને નિફટી સ્પોટ ૧૨૧.૯૦ પોઈન્ટ ગબડીને ૧૦૪૫૪.૯૫ બંધ રહ્યા હતા.

સેન્સેક્સ ઈન્ટ્રા-ડે આરંભમાં ૫૬૩ પોઈન્ટ તૂટીને ૩૩૮૪૯ સુધી ખાબકી અંતે ૪૦૭ પોઈન્ટ ઘટીને ૩૪૦૦૫ બંધ
ટ્રેડીંગની શરૃઆત આજે અપેક્ષિત કડાકા સાથે થઈ હતી. અમેરિકી બજારોમાં ગઈકાલે ડાઉ જોન્સ ઈન્ડેક્સ ૧૦૦૦ પોઈન્ટથી વધુ તૂટી જતાં એશીયાના બજારો આજે કડાકા સાથે ખુલ્યા હતા. આ સાથે ભારતીય શેર બજારોમાં ગેપ ડાઉન ટ્રેડીંગની શરૃઆત થઈ સેન્સેક્સ આગલા બંધ ૩૪૪૧૩.૧૬ સામે ૩૪૦૦૨.૪૫ મથાળે ખુલીને આરંભમાં જ બેંકિંગ ખાસ ખાનગી બેંક શેરોમાં ઓફલોડિંગે યશ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી લિમિટેડ, એક્સીસ બેંક, કોટક મહિન્દ્રા બેંક, એચડીએફસી બેંક, ઈન્ડસઈન્ડ બેંક, સ્ટેટ બેંકમાં ધોવાણે અને આઈટી શેરોમાં ઈન્ફોસીસ, વિપ્રો સહિતમાં અમેરિકા પાછળ વેચવાલી અને ટાટા મોટર્સ ડીવીઆર, બજાજ ઓટો, હીરો મોટોકોર્પ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા મોટર્સ સહિતના ઓટો શેરોમાં વેચવાલી અને લાર્સન એન્ડ ટુબ્રો, ભારતી એરટેલ, આઈટીસી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં નરમાઈએ એક તબક્કે ૫૬૩.૫૧ પોઈન્ટ તૂટીને નીચામાં ૩૩૮૪૯.૬૫ સુધી આવી જઈ અંતે સાધારણ શોર્ટ કવરિંગ અને મેટલ, ફાર્મા શેરોમાં આકર્ષણે આ ઘટાડો ૪૦૭.૪૦ પોઈન્ટ મર્યાદિત બની ૩૪૦૦૫.૭૬ બંધ રહ્યો હતો.

નિફટી સ્પોટ ઈન્ટ્રા-ડે ૧૦૪૦૦ની સપાટી ગુમાવી નીચામાં ૧૦૩૯૮ થઈ અંતે ૧૨૨ પોઈન્ટ ઘટીને ૧૦૪૫૫
એનએસઈનો નિફટી સ્પોટ આગલા બંધ ૧૦૫૭૬.૮૫ સામે ૧૦૪૧૬.૫૦ મથાળે ખુલીને આરંભમાં જ ખાનગી બેંકિંગ શેરો યશ બેંક, એચડીએફસી બેંક, એચડીએફસી લિમિટેડ, એક્સીસ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, કોટક બેંક, ઈન્ડસઈન્ડ બેક તેમ જ સ્ટેટ બેંકમાં વેચવાલી તેમ જ આટી, ઓટો શેરોમાં નરમાઈ સાથે કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં વેચવાલીએ એક તબક્કે ૧૦૪૦૦ની  સપાટી ગુમાવી નીચામાં ૧૦૩૯૮.૨૦  સુધી આવી અંતે શોર્ટ કવરિંગ સાથે સિપ્લા, ડો.રેડ્ડીઝ લેબ. સહિતના ફાર્મા શેરો અને ટાટા સ્ટીલ, વેદાન્તા, કોલ ઈન્ડિયા સહિતના મેટલ-માઈનીંગ શેરોમાં આકર્ષણે અને એચસીએલ ટેકનોલોજી સહિતમાં લેવાલીએ આ ઘટાડો અંતે ૧૨૧.૯૦ પોઈન્ટ મર્યાદિત બની ૧૦૪૫૪.૯૫ બંધ રહ્યો હતો.

નિફટી ૧૦,૬૦૦નો કોલ ૧૧૯ થી તૂટીને ૫૧.૨૦ થઈ અંતે ૮૮.૯૦ : નિફટી ૧૦,૩૦૦નો પુટ ઉછળીને ૧૧૬.૨૦
ડેરિવેટીવ્ઝમાં નિફટી બેઝડ આજે ફરી ઉથલપાથલમાં તેજીનો વેપાર ખેલંદાઓ હળવો કરતાં જોવાયા હતા. નિફટી ૧૦,૬૦૦નો કોલ ૨,૩૮,૦૪૦ કોન્ટ્રેકટસમાં રૃ.૧૯,૦૫૯.૪૧ કરોડના કામકાજે ૧૧૯ સામે ૭૦.૧૫ મથાળે ખુલીને નીચામાં ૫૧.૨૦ સુધી ખાબકી વધીને ૯૧.૭૦ સુધી પહોંચી અંતે ૮૮.૯૦ રહ્યો હતો. નિફટી ૧૦,૫૦૦નો કોલ ૨,૨૭,૯૬૦ કોન્ટ્રેકટસમાં રૃ.૧૮,૧૫૩.૧૮ કરોડના કામકાજે ૧૭૫.૮૫ સામે ૧૩૫ મથાળે ખુલીને ઉપરમાં ૧૩૯.૯૦ સુધી પહોંચી પાછો ફરીને નીચામાં ૮૮.૪૫ સુધી આવી અંતે ૧૩૬.૮૫ રહ્યો હતો. નિફટી ૧૦,૪૦૦નો પુટ ૨,૨૫,૦૫૮ કોન્ટ્રેકટસમાં રૃ.૧૭,૭૮૪.૧૬ કરોડના કામકાજે ૮૦.૧૦ સામે ૧૫૦ મથાળે ખુલીને ઉપરમાં ૧૬૬ સુધી પહોંચી નીચામાં ૧૧૦.૩૫ થઈ અંતે ૧૧૬.૨૦ રહ્યો હતો. નિફટી ૧૦,૩૦૦નો પુટ ૫૮.૩૫ સામે ૧૩૪.૪૫ મથાળે ખુલીને ઉપરમાં ૧૩૪.૪૫ થી જ નીચામાં ૮૨.૫૫ સુધી પટકાઈ અંતે ૮૬.૬૦ રહ્યો હતો.

બેંક નિફટી ફયુચર ૨૫,૯૪૧ થી તૂટીને ૨૫,૫૨૯ : નિફટી ફેબુ્રઆરી ફયુચર ૧૦,૫૭૨ થી ઘટીને ૧૦,૪૮૫
બેંક નિફટી ફયુચર ૧,૦૨,૨૩૫ કોન્ટ્રેકટસમાં રૃ.૧૦,૪૩૨.૭૬ કરોડના કામકાજે ૨૫,૯૪૧.૮૫ સામે ૨૫,૫૧૦.૧૫ મથાળે ખુલીને નીચામાં ૨૫,૩૫૬ સુધી પટકાઈ ઉપરમાં ૨૫,૬૫૦ થઈ અંતે ૨૫,૫૨૯.૯૫ રહ્યો હતો. નિફટી ફેબુ્રઆરી ફયુચર ૨,૧૨,૨૫૩ કોન્ટ્રેકટસમાં રૃ.૧૬,૬૧૭.૭૦ કરોડના કામકાજે ૧૦,૫૭૨.૨૫ સામે ૧૦,૩૭૮.૮૦ મથાળે ખુલીને નીચામાં ૧૦,૩૭૫ સુધી પટકાઈ ઉપરમાં ૧૦,૪૯૫ થઈ અંતે ૧૦,૪૮૫ રહ્યો હતો. નિફટી ૧૦,૭૦૦નો કોલ ૭૪.૪૫ સામે ૪૫ મથાળે ખુલીને નીચામાં ૩૦ સુધી પટકાઈ ઉપરમાં ૫૫.૪૦ થઈ અંતે ૫૧.૯૦ રહ્યો હતો. નિફટી ૧૦,૮૦૦નો કોલ ૪૫.૧૦ સામે ૨૫ મથાળે ખુલીને નીચામાં ૧૧.૪૫ સુધી ગબડી ઉપરમાં ૩૨.૩૦ થઈ અંતે ૩૦.૨૦ રહ્યો હતો. નફટી ૧૦,૨૦૦નો પુટ ૪૩.૫૫ સામે ૮૯.૬૦ મથાળે ખુલીને ઉપરમાં ૯૩.૯૫ સુધી જઈ પાછો ફરીને ૬૧.૨૫ સુધી આવી અંતે ૬૫.૮૫ રહ્યો હતો.

ખાનગી બેંકિંગ શેરોમાં ગાબડાં : બેંકેક્સ ૫૧૪ પોઈન્ટ તૂટયો : યશ બેંક, આઈસીઆઈસીઆઈ, એક્સીસ, કોટક બેંક ઘટયા
બેંકિંગ શેરોમાં આજે ખાસ ખાનગી બેંક શેરોમાં ફંડોનું મોટું ઓફલોડિંગ થતાં બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૫૧૪.૦૩ પોઈન્ટ તૂટીને ૨૮૮૮૨.૪૦ બંધ રહ્યો હતો. યશ બેંક રૃ.૯.૫૦ તૂટીને રૃ.૩૨૫.૫૫, આઈસીઆઈસીઆઈ બેંક રૃ.૭.૮૦ ઘટીને રૃ.૩૨૬.૭૫, એક્સીસ બેંક રૃ.૧૧ ઘટીને રૃ.૫૫૭.૫૦, કોટક મહિન્દ્રા બેંક રૃ.૧૭.૪૦ ઘટીને રૃ.૧૦૩૨.૬૦, એચડીએફસી બેંક રૃ.૨૭.૪૫ ઘટીને રૃ.૧૮૫૨.૬૦, ઈન્ડસઈન્ડ બેંક રૃ.૧૮.૩૫ ઘટીને રૃ.૧૬૫૧.૪૦ રહ્યા હતા. અન્ય બેંક શેરોમાં પણ નરમાઈમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૃ.૫.૦૫  ઘટીને રૃ.૨૯૬.૪૦, પીએનબી રૃ.૨.૫૦ ઘટીને રૃ.૧૫૬.૮૦ રહ્યા હતા.

ક્રુડ ઓઈલ બ્રેન્ટ ૫૭ સેન્ટ ઘટીને ૬૪.૨૪ ડોલર : ઓઈલ ઈન્ડિયા, આઈઓસી, એચપીસીએલ, બીપીસીએલ ઘટયા
ક્રુડ ઓઈલમાં એક તરફ અમેરિકામાં રિગ્સની સંખ્યા વધતાં અને અમેરિકામાં ઉત્પાદન પણ એક લાખ બેરલથી વધુ પહોંચતાં તેમ જ ઈરાને ઉત્પાદનમાં વધારવાના સંકેતે આંતરરાષ્ટ્રીય ભાવ સતત ઘટતા રહીને બ્રેન્ટ ક્રુડ ૫૭ સેન્ટ ઘટીને ૬૪.૨૪ ડોલર અને નાયમેક્ષ ક્રુડ ૭૪  સેન્ટ ઘટીને ૬૦.૪૧ ડોલર થતાં ઓઈલ-ગેસ શેરોમાં નરમાઈ જોવાઈ હતી. બીએસઈ ઓઈલ ગેસ ઈન્ડેક્સ ૧૧૨.૯૯ પોઈન્ટ ઘટીને ૧૫૫૪૧.૮૭ બંધ રહ્યો હતો. ઓઈલ ઈન્ડિયા રૃ.૭.૨૦ ઘટીને રૃ.૩૫૬.૩૫, આઈઓસી રૃ.૬.૭૦ ઘટીને રૃ.૩૭૯.૨૦, એચપીસીએલ રૃ.૫.૩૫ ઘટીને રૃ.૩૯૫.૧૫, બીપીસીએલ રૃ.૩.૪૫ ઘટીને રૃ.૪૭૪.૮૫, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૃ.૫.૬૫ ઘટીને રૃ.૮૯૭.૯૫, પેટ્રોનેટ એલએનજી રૃ.૧.૫૫ ઘટીને રૃ.૨૪૭.૧૦ રહ્યા હતા.

ઓટો ઈન્ડેક્સ ૨૪૦ પોઈન્ટ તૂટયો : કયુમિન્સ, બજાજ ઓટો, ટાટા મોટર્સ, આઈશર મોટર્સ, હીરો, મારૃતી ઘટયા
ઓટોમોબાઈલ શેરોમાં ગઈકાલે શોર્ટ કવરિંગની તેજી જોવાયા બાદ આજે ફરી ફંડોએ ઉછાળે ઓફલોડિંગ કરતાં બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૨૩૯.૮૮ પોઈન્ટ તૂટીને ૨૫૦૪૪.૨૪ બંધ રહ્યો હતો. કયુમિન્સ ઈન્ડિયા રૃ.૧૪.૫૫ તૂટીને રૃ.૮૨૫.૭૦, બજાજ ઓટો રૃ.૪૮.૯૦ ઘટીને રૃ.૩૧૦૩.૫૦, ટાટા મોટર્સ રૃ.૫.૬૫ ઘટીને રૃ.૩૬૯.૨૦, આઈશર મોટર્સ રૃ.૩૭૩.૬૫ ઘટીને રૃ.૨૭૭૪૩.૧૦, મધરસન સુમી રૃ.૪.૫૫ ઘટીને રૃ.૩૫૯.૫૦, હીરો મોટોકોર્પ રૃ.૩૯.૨૦ ઘટીને રૃ.૩૫૪૬.૦૫, મારૃતી સુઝુકી રૃ.૮૦.૬૦ ઘટીને રૃ.૮૯૪૬.૪૫, એકસાઈડ રૃ.૧.૮૫ ઘટીને રૃ.૨૦૮.૩૦, એમઆરએફ રૃ.૪૯૨.૩૫ ઘટીને રૃ.૬૯૮૨૬.૬૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ત્રિમાસિક પરિણામ પૂર્વે રૃ.૩.૮૦ ઘટીને રૃ.૭૪૯.૯૫, બોશ રૃ.૬૬.૯૫ ઘટીને રૃ.૧૯૫૨૯.૨૦, ટીવીએસ મોટર રૃ.૧.૮૫ ઘટીને રૃ.૬૬૩.૬૫ રહ્યા હતા.

ડોલર ૧૪ પૈસા વધીને રૃ.૬૪.૪૦ : અમેરિકા પાછળ ઈન્ફોસીસ, ટેક મહિન્દ્રા, વિપ્રો ઘટયા : એચસીએલ, ટીસીએસ વધ્યા
રૃપિયા સામે અમેરિકી ડોલર ૧૪ પૈસા વધીને રૃ.૬૪.૪૦ રહ્યા સામે અમેરિકી બજારોમાં ગઈકાલે મોટાપાયે કડાકો બોલાઈ જવાની મિશ્ર અસર આઈટી શેરોમાં જોવાઈ હતી. ઈન્ફોસીસ રૃ.૨૨.૭૫ ઘટીને રૃ.૧૧૧૧.૮૦, ટેક મહિન્દ્રા રૃ.૧૨.૧૦ ઘટીને રૃ.૫૯૫.૮૫,  વિપ્રો રૃ.૪.૬૦ ઘટીને રૃ.૨૮૫, ઓરેકલ ફિનસર્વ રૃ.૪૧.૮૫ ઘટીને રૃ.૪૦૬૧.૭૦ રહ્યા હતા. જ્યારે એચસીએલ ટેકનોલોજી રૃ.૨૩.૩૦ વધીને રૃ.૮૯૫.૭૫, ટીસીએસ રૃ.૬.૦૫ વધીને રૃ.૨૯૭૨.૩૦ રહ્યા હતા.

ટાટા સ્ટીલનો નફો પાંચ ગણો ર્વધતા પૂર્વે શેર વધીને રૃ.૬૮૪ : સેઈલ ખોટ ભૂંસી નફો કરતાં શેર વધ્યો, હિન્દ ઝિંક વધ્યા
ભૂષણ સ્ટીલની એસેટ્સ હસ્તગત કરવા ટાટા સ્ટીલ અને જેએસડબલ્યુ સ્ટીલ દ્વારા બીડ કર્યાના આકર્ષણે અને ટાટા સ્ટીલના આજે સાંજે જાહેર થયેલા ત્રિમાસિક પરિણામમાં ચોખ્ખો નફો પાંચ ગણો વધીને રૃ.૧૧૩૬ કરોડ અને કોન્સોલિડેટેડ આવક ૨૦.૮ ટકા વધીને રૃ.૩૩,૪૪૭ કરોડ થતાં પૂર્વે શેર રૃ.૧૨.૩૦ વધીને રૃ.૬૮૩.૬૫ રહ્યો હતો. સેઈલ દ્વારા ગત વર્ષના સમાન ત્રિમાસિકની રૃ.૭૯૪.૮૪ કરોડની ચોખ્ખી ખોટની તુલનાએ આ વખતે ત્રિમાસિકમાં રૃ.૪૩.૧૬ કરોડનો ચોખ્ખો નફો નોંધાવતાં શેર રૃ.૭.૮૫ ઉછળીને રૃ.૯૩.૯૫, હિન્દુસ્તાન ઝિંક રૃ.૧૫.૬૫ વધીને રૃ.૩૦૩.૮૫, નાલ્કો રૃ.૧.૮૦ વધીને રૃ.૭૩.૬૫, જિન્દાલ સ્ટીલ રૃ.૬.૨૦ વધીને રૃ.૨૭૨.૨૫, એનએમડીસી રૃ.૨.૧૦ વધીને રૃ.૧૩૫.૬૫, જેએસડબલ્યુ સ્ટીલ રૃ.૪.૪૫ વધીને રૃ.૩૦૯.૧૦, વેદાન્તા રૃ.૨.૪૫ વધીને રૃ.૩૧૬ રહ્યા હતા.

ફોર્ટિસ હેલ્થકેરના બોર્ડમાંથી સિંઘ બંધુઓના રાજીનામાએ શેર રૃ.૨૨ ઉછળીને રૃ.૧૪૮ : ટોરન્ટ ફાર્મા, ઈપ્કા, હેસ્ટર, મર્ક વધ્યા
ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં આજે ફંડોની પસંદગીની લેવાલી જળવાઈ હતી. ફોર્ટિસ હેલ્થકેરમાંથી માલવિન્દર સિંઘ ભાઈઓએ રૃ.૫૦૦ કરોડથી વધુ રકમ ઉપાડયાના કૌભાંડમાં તપાસના પગલે બન્ને બંધુઓએ ફોર્ટિસ હેલ્થકેરના બોર્ડ પરથી રાજીનામા આપી દેતાં શેરમાં લેવાલીએ રૃ.૨૨.૨૦ વધીને રૃ.૧૪૮.૩૦ રહ્યો હતો. અન્ય ફાર્મા શેરમાં મેડિકામેન રૃ.૬૮.૪૦ ઉછળીને રૃ.૬૮૮.૨૫, ટોરન્ટ ફાર્મા રૃ.૫૮.૮૫ વધીને રૃ.૧૪૩૦, ઈપ્કા લેબ રૃ.૨૪.૬૦ વધીને રૃ.૬૨૦.૦૫, હેસ્ટર બાયો રૃ.૪૮.૮૦ વધીને રૃ.૧૫૭૩.૮૦, એલેમ્બિક લિમિટેડ રૃ.૧.૪૫ વધીને રૃ.૬૨.૦૫, એફડીસી શેરોના બાયબેક આકર્ષણે રૃ.૬.૬૦ વધીને રૃ.૨૮૬.૧૫, અબોટ ઈન્ડિયા રૃ.૧૨૬.૬૫ વધીને રૃ.૫૫૮૯.૩૦, ફાઈઝર રૃ.૪૨.૭૦ વધીને રૃ.૨૩૦૮.૯૦, સિપ્લા રૃ.૮.૨૦ વધીને રૃ.૬૨૧.૯૦, લુપીન રૃ.૬.૪૫ વધીને રૃ.૮૨૦.૯૦, ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝ રૃ.૧૫.૮૫ વધીને રૃ.૨૧૯૪.૮૦ રહ્યા હતા.

સ્મોલ, મિડ કેપ શેરોમાં સપ્તાહના અંતે સતત વ્યાપક તેજી : ૧૪૦૩ શેરો પોઝિટીવ બંધ : ૨૫૫ શેરોમાં તેજીની ઉપલી સર્કિટ
સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં આજે સપ્તાહના અંતે સતત વ્યાપક લેવાલી રહેતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૯૧૦ સ્ક્રીપોમાંથી વધનારની સંખ્યા ૧૪૦૩ અને ઘટનારની સંખ્યા ૧૩૬૯ રહી હતી. ૨૫૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ સામે ૧૬૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ રહી હતી.

FII/FPIsની ફયુચર્સમાં રૃ.૩૧૦૫ કરોડ, કેશમાં રૃ.૧૩૫૨ કરોડની જંગી વેચવાલી : DIIની કેશમાં રૃ.૫૮૮ કરોડની ખરીદી
એફઆઈઆઈ-વિદેશી સંસ્થાકીય રોકાણકારો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝની આજે-શુક્રવારે કેશમાં રૃ.૧૩૫૧.૭૦ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૃ.૩૫૬૩.૪૪ કરોડની ખરીદી સામે કુલ રૃ.૪૯૧૫.૧૪ કરોડની વેચવાલી થઈ હતી. એફઆઈઆઈની આજે ફયુચર્સમાં પણ રૃ.૩૧૦૫.૨૧ કરોડની જંગી ચોખ્ખી વેચવાલી થઈ હતી. જેમાં ઈન્ડેક્સ ફયુચર્સમાં રૃ.૨૫૫૭.૫૮ કરોડ અને સ્ટોક ફયુચર્સમાં રૃ.૫૪૭.૬૩ કરોડની ચોખ્ખી વેચવાલી કરી હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૃ.૫૮૮.૪૨ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૃ.૩૧૫૧.૮૫ કરોડની ખરીદી સામે કુલ રૃ.૨૫૬૩.૪૩ કરોડની વેચવાલી થઈ હતી.

Post Comments