Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સિંગતેલમાં આંચકા પચાવી ભાવ ફરી ઉંચકાયા આયાતી ખાદ્યતેલોમાં ઉંચા મથાળે નરમ હવામાન

- સોયાખોળ તથા સનફલાવર ખોળમાં ઘટાડો : ઘઉં-વટાણા પછી હવે ખાદ્યતેલોની ડયુટીમાં વૃદ્ધિના વાગતા ભણકારા : મલેશિયાથી પામતેલની નિકાસમાં ઘટાડો

મુંબઈ,શુક્રવાર 10 નવેમ્બર 2017

મુંબઈ તેલ-બિયાં  બજારમાં આજે સિંગતેલના ભાવો આંચકા પચાવી ધીમા સુધારા પર હતા. પામતેલના ભાવો ઉંચા મથાળે નરમ હતા. વિશ્વ બજારના  સમાચારો ખાદ્યતેલોમાં નરમાઈ બતાવતા હતા.   સિંગતેલના ભાવો ૧૦ કિલોના મુંબઈ હાજર બજારમાં  રૃ.૮૫૦ થઈ સાંજે રૃ.૮૬૦ બોલાતા હતા.  રાજકોટ બાજુ ભાવો રૃ.૮૧૦ થઈ રૃ.૮૨૦ તથા ૧૫ કિલોના ભાવો રૃ.૧૩૦૦ થઈ રૃ.૧૩૨૦ થી ૧૩૩૦ રહ્યા હતા.

વિશ્વ બજાર આજે મલેશિયા ખાતે પામતેલનો વાયદો ઘટી  છેલ્લે ૫,૫,૧૦ તથા ૧૦ પોઈન્ટ માઈનસમાં રહ્યા હતા.  ત્યાં  પામ પ્રોડકટના ભાવો જોકે  અઢીથી પાંચ ડોલર વધી  આવ્યાના સમાચારો હતા.  અમેરિકામાં શિકાગો સોયાતેલ વાયદો ઓવરનાઈટ ૨૩થી ૨૪ પોઈન્ટ  નરમ રહ્યા પચી આજે  પ્રોજેકશનમાં ભાવો સાંજે  ૧૨થી ૧૩ પોઈન્ટ માઈનસમાં રહ્યા હતા.  અમેરિકામાં  શિકાગો બજારના ઓવરનાઈટ સમાચારોમાં  સોયાતેલનો વાયદો ૩૪, ૩૫, ૩૬ અને ૩૭ પોઈન્ટ નરમ હતો જ્યારે  સોયાબીનનો વાયદો ૧૨૦, ૧૩૦, ૧૩૦ તથા ૧૨૨ પોઈન્ટ  ગબડયાના  સમાચારો હતા.  ન્યુયોર્ક કોટન વાયદો ઓવરનાઈટ  ૩૪, ૩૨, ૩૪, ૩૯ અને ૩૭ પોઈન્ટ  નરમ હતો.  

મગફળીની આવકો ગોંડલ બાજુ  આશરે ૬૦થી ૬૫  હજાર ગુણી આવી હતી  તથા ત્યાં  મગફળીના ભાવો ૨૦ કિલોના જાતવાર રૃ.૬૮૦થી ૭૭૦ હતા. રાજકોટ બાજુ  ૮૫થી ૯૦  હજાર ગુણીની આવકો વચ્ચે ભાવો  રૃ.૬૮૦થી ૭૭૦ હતા.  રાજકોટ બાજુ ૮૫થી ૯૦ હજાર ગુણીની આવકો વચ્ચે ભાવો રૃ.૬૮૦થી ૭૭૦  રહ્યા હતા.  દિવેલના ભાવો એફએસજી કંડલાના રૃ.૯૨૨ વાળા રૃ.૯૧૭ હતા. મુંબઈ હાજર એરંડાના ભાવો રૃ.૪૫૦૦ આસપાસ અથડાતા હતા.   દરમિયાન, આઈટીએસના બહાર પડેલા આંકડા મુજબ મલેશિયાથી  પામતેલની કુલ નિકાસ ચાલુ મહિનાના પ્રથમ ૧૦ દિવસમાં આશરે અઢી ટકા ઘટી ૪૩૬૯૮૮ ટન થઈ છે જે ગયા મહિને  આ ગાળામાં ૪૪૮૩૪૯ ટન થઈ હતી.  

મલેશિયાના પામ ઓઈલ બોર્ડના બહાર પડેલા  આંકડા મુજબ ત્યાં ઓકટોબરમાં ઉત્પાદન ૧૨થી ૧૩ ટકા વધ્યું છે. જ્યારે  નિકાસ બે ટકા વધી હતી ઉપરાંત  ત્યાં સ્ટોક ૮થી ૯ ટકા  વધ્યો છે.  વિશ્વ બજારમાં   આજે  સનફલાવરના  ભાવો વિવિધ  ડિલીવરીના  ૮૧૫થી ૮૨૦  ડોલર રહ્યા હતા.  દરમિયાન,  ઘરઆંગણે  મધ્ય-પ્રદેશ બાજુ મથકોએ  ૪ લાખ ગુણીની આવકો  સોયાબીનની  આવી હતી તથા ત્યાં  સોયાબીનના ભાવો મથકોએ  ૨૫૦૦થી ૨૭૦૦  તથા પ્લાન્ટ  ડિલીવરીના ભાવો  ૨૭૨૫થી ૨૭૭૦ રહ્યા હતા. મહારાષ્ટ્રમાં  સોયાબીનની આવકો આજે  સવા બે લાખ ગુણીની  તથા રાજસ્થાન બાજુ  આશરે ૧ લાખ ગુણી આવી હતી  ઓલ ઈન્ડિયા  આવકો આશરે ૮ લાખ ગુણીની આવ્યાના સમાચારો હતા.

દરમિયાન એસજીએસના આંકડા મુજબ મલેશિયાથી પામતેલની કુલ નિકાસ ચાલુ મહિનાના ૧૦ દિવસમાં આશરે ૪.૮૦ ટકા ઘટી  છે. દરમિયાન,   એરંડા વાયદાના  ભાવો આજે  ઘીમા ઘટાડા વચ્ચે સાંજે ભાવો  નવેમ્બરના  ૪૩૨૫, ડિસે.ના  ૪૩૭૬ તથા જાન્યુ.ના  ૪૪૧૪ હતા
.  
એરંડાની આવકો  ગુજરાત, સૌરાષ્ટ્ર તથા કચ્છ બાજુ આશરે  ૧૪થી ૧૫  હજાર ગુણી  આવી હતી  તથા ત્યાં   એરંડાના  હાજર ભાવો ગામડાના  ૮૬૦થી ૮૬૫ હતા જયારે  હૈદ્રાબાદ   બાજુ ૧૫૦૦થી ૧૫૫૦  ગુણીની આવકો વચ્ચે ભાવો એરંડાના રૃ.૪૩૨૫ તથા  દિવેલના રૃ.૮૬૦થી ૮૬૫ હતા.

Post Comments