Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

SBIનો ચોખ્ખો નફો ૩૮% ઘટીને રૃ.૧૫૮૨ કરોડ ડૂબત લોન પેટે રૃ.૧૬૧૭૫ કરોડની જંગી જોગવાઈ

- ગુ્રપ બેંકોના મર્જર બાદના ત્રિમાસિક પરિણામ

- કુલ એનપીએ વધીને ૯.૮૩ ટકા : ચોખ્ખી વ્યાજ આવક ૨૭ ટકા વધીને રૃ.૧૮૫૮૬ કરોડ : કોન્સોલિડેટેડ ખોટની તુલનાએ રૃ.૧૯૫૨ કરોડનો નફો

(વાણિજ્ય પ્રતિનિધિ)    મુંબઈ, શુક્રવાર 10 નવેમ્બર 2017

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ૩૦,સપ્ટેમ્બર ૨૦૧૭ના પૂરા થયેલા બીજા ત્રિમાસિકના અપેક્ષાથી નબળા પરિણામ જાહેર કર્યા છે. સ્ટેન્ડએલોન ધોરણે બેંકનો ચોખ્ખો નફો ગત વર્ષના સમાનગાળાના રૃ.૨૫૩૮.૩૨ કરોડની તુલનાએ ૩૭.૭ ટકા ઘટીને રૃ.૧૫૮૧.૫૫ કરોડ થયો છે.

જ્યારે કોન્સોલિડેટેડ ધોરણે બેંક દ્વારા ગત વર્ષના સમાનગાળામાં રૃ.૧૧૬.૬૫ કરોડની ચોખ્ખી ખોટની તુલનાએ આ વખતે રૃ.૧૯૫૨.૩૦ કરોડનો ચોખ્ખો નફો હાંસલ કર્યો છે. બેંકે નોન-પર્ફોર્મિંગ એસેટ્સ(એનપીએ) માટે રૃ.૧૬,૧૭૫.૨૦ કરોડની જોગવાઈ કરી છે. જે ગત વર્ષના સમાનગાળામાં રૃ.૭૬૬૯.૬૬ કરોડની અને જૂન ૨૦૧૭ના ત્રિમાસિકમાં રૃ.૧૨,૧૨૫.૨૬ કરોડની કરી હતી.

બેંકની ચોખ્ખી વ્યાજ આવક રૃ.૧૪,૬૦૦ કરોડની તુલનાએ ૨૭.૩ ટકા વધીને રૃ.૧૮૫૮૫.૯૦ કરોડ થઈ છે. બેંકે બીએસઈને કરેલી જાણમાં જણાવ્યું છે કે, બેંકના પરિણામ તુલનાત્મક નથી કેમ કે ૧,એપ્રિલના બેંકની ૬ સહયોગી બેંકોનું બેંક સાથે મર્જર થયું હતું. આ વખતના ત્રિમાસિક અને અર્ધવાર્ષિક પરિણામોમાં અગાઉના સ્થાનિક બેંકિંગ એકમો અને ભારતીય મહિલા બેંકની કામગીરીનો પણ સમાવેશ છે. જેથી બેંકના ત્રિમાસિક પરિણામ તુલનાત્મક નથી. બેંકની અન્ય આવક રૃ.૮૨૬૧.૪૪ કરોડની તુલનાએ ૨૮.૧ ટકા વધીને રૃ.૧૦,૫૭૯.૯૧ કરોડ થઈ છે. બેંક દ્વારા ગત વર્ષે રૃ.૭૮૯.૨૮ કરોડની વેરાની ચૂકવણીની તુલનાએ આ વખતે રૃ.૭૧૯.૮૪ કરોડનો ટેક્ષ રાઈટ બેક મેળવ્યો છે.

બેંકની કુલ એનપીએ ૭.૧૪ ટકાની તુલનાએ વધીને ૯.૮૩ ટકા થઈ છે. જે જૂન ૨૦૧૭ના અંતના ૯.૯૭ ટકાની તુલનાએ ઘટી છે. બેંકનું ચોખ્ખું વ્યાજ માર્જિન(એનઆઈએમ) ૨.૯૮ ટકાની તુલનાએ ઘટીને ૨.૫૯ ટકા થયું છે.

Post Comments