Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રૃપિયા સામે ડોલર ઉછળતાં સોનામાં આગેકૂચ ક્રૂડમાં વિકલી ઉછાળાએ વર્ષનો રેકોર્ડ તોડયો

- અમેરિકામાં જોબલેસ કલેઈમ્સમાં વૃદ્ધિ નોંધાઈ

- વૈશ્વિક કિંમતી ધાતુઓમાં બેતરફી વધઘટ:  વિશ્વ બજારમાં   કોપર, ટીન તથા સીસાનો સ્ટોક  વધ્યો જ્યારે અન્ય ધાતુઓનો સ્ટોક ઘટયાના નિર્દેશો

(ગુજરાત સમાચાર કાર્યાલય)    મુંબઈ,શુક્રવાર તા. 10 નવેમ્બર 2017

મુંબઈ સોના-ચાંદી બજારમાં આજે હવામાન મિશ્ર હતું.  સોનાના ભાવોમાં તેજી આગળ વધી હતી. ચાંદીના ભાવો નરમ હતા.મુંબઈ કરન્સી બજારમાં આજે રૃપિયા સામે  ડોલરના ભાવો  આંચકા પચાવી ફરી ઉછળી રૃ.૬૫ની સપાટી કુદાવી જતાં  સોનાની આયાત  પડતર ઉંચકાઈ હતી હવે  તેના પગલે ઝવેરી બજારમાં  સોનામાં  નવી વેચવાલી  ઓછી રહી હતી સામે લગ્નસરા વચ્ચે બજારમાં  માગ જળવાઈ હતી.  ડોલરના ભાવો આજે રૃ.૬૪.૯૪ વાળા ઉંચામાં    ૬૫.૧૮ થઈ છેલ્લે ૬૫.૧૬ હતા.  વિશ્વ બજારમાં  આજે સોના-ચાંદીમાં વધ્યા મથાળે હવામાન નરમ હતું.  દરમિયાન, મુંબઈમાં આજે સોનાના ભાવો ૧૦ ગ્રામના  જીએસટી વગર  ૯૯.૫૦ના રૃ.૨૯૪૮૦ વાળા રૃ.૨૯૫૨૦ તથા ૯૯.૯૦ના  ૨૯૬૩૦ વાળા ૨૯૬૭૦  બંધ હતા.  જીએસટી સાથેના ભાવો આ ભાવોથી આશરે ૩ ટકા  ઉંચા હતા.  વિશ્વ બજારમાં   જોકે સોનાના ભાવો ઔંશના ૧૨૮૬.૫૦ ડોલરવાળા નીચામાં  ૧૨૮૧.૭૦ થઈ સાંજે ભાવો ૧૨૮૪.૫૦થી  ૧૨૮૫ ડોલર હતા.  વિશ્વ બજારમાં   ચાંદીના ભાવો  પણ નરમ હતા. ચાંદીના ઔંશદીઠ ભાવો ૧૭.૦૬ ડોલરવાળા આજે   નીચામાં  ૧૬.૯૧  થઈ સાંજે  ભાવો ૧૬.૯૭થી ૧૬.૯૮ ડોલર હતા.  મુંબઈમાં ચાંદીના ભાવો કિલોના  ૯૯૯ના  રૃ.૩૯૫૭૫ વાળા આજે  ૩૯૪૩૫ ખુલી ૩૯૫૪૫ બંધ રહ્યા પછી સાંજે ભાવો  ૩૯૬૦૦ તથા જીએસટી સાથેના  ભાવો આ ભાવોથી આશરે ૧૧૫૦થી ૧૨૦૦ જેટલા ઉંચા હતા.   વિશ્વ બજારમાં   મોડી સાંજે પેલેડિયમના  ભાવો ઔંશના   ૧૦૦૪.૯૦થી  ૧૦૦૪.૯૫ ડોલર તથા  પ્લેટીનમના  ભાવો ૯૩૮.૫૫  ડોલર હતા. ચાંદી ૧૭.૦૫થી ૧૭.૦૬  ડોલર બોલાતી હતી.    ક્રૂડતેલના ભાવો  વિશ્વ બજારમાં  આજે સાંજે   બ્રેન્ટક્રૂડના  બેરલદીઠ   ૬૩.૯૬  ડોલર તથા  ન્યુયોર્કના   ૫૭.૧૦ ડોલર હતા. વિશ્વ બજારમાં  સપ્તાહમાં   ક્રૂડતેલના  ભાવોમાં  થયેલી  વૃદ્ધી ચાલુ વર્ષની સૌથી મોટી સાપ્તાહિક વૃદ્ધી મનાઈ છે.

દરમિયાન, કોપરના ભાવો વિશ્વ બજારમાં ૩ મહિનાની ડિલીવરીના ૬૮૫૪ ડોલર હતા.  ટીનના ભાવો ૧૯૫૬૦ ડોલર, નિકલના  ભાવો ૧૨૩૯૨  ડોલર, જસતના  ભાવો ૩૨૨૯ ડોલર, સીસાના ભાવો  ૨૫૪૮ ડોલર તથા  એલ્યુ.ના ભાવો ૨૧૦૫  ડોલર રહ્યા હતા.  લંડન એક્સ.માં  કોપરનો સ્ટોક  ૪૨૫ ટન  વધ્યો હતો  જયારે ટીનનો સ્ટોક  ૩૦ ટન તથા  સીસાનો  સ્ટોક ૩૫૦ ટન  વધ્યો હતો  જયારે અન્ય  ધાતુઓનો સ્ટોક ઘટયાના સમાચારો હતા. ત્યાં  આજે  નિકલનો સ્ટોક ૪૫૬ ટન, એલ્યુ.નો સ્ટોક  ૩૬૦૦ ટન તથા જસતનો  ૩૦૭૫ ટન ઘટયાના સમાચારો હતા.

હિન્દુસ્તાન ઝીંકે જસતના ભાવો જાળવી રાખ્યા છે  સીસાના ભાવો ટનના ૨૨૦૦ વધાર્યાના સમાચારો હતા.  વિશ્વ બજારમાં   યુરોપના શેરબજારો  ઉંચા મથાળેથીગબડતાં ૪ મહિનાનો સૌથી મોટો  ઘટાડો  નોંધાયો છે.  વિશ્વ બજારમાં  ડોલરનો ઈન્ડેક્સ  ઉંચકાયો હતો સામે યુરો તથા બ્રિટીશ પાઉન્ડના ભાવો પણ વધી આવ્યા હતા.જાપાનની કરન્સી યેનના ભાવો  પણ વધ્યા હતા.  કોપર તથા નિકલના ભાવો આંચકા પચાવી ફરી વધી આવ્યા હતા. ન્યૂયોર્કમાં  કોપરના ભાવો રતલના ૩.૦૯ ડોલર રહ્યા હતા.

દરમિયાન અમેરિકામાં જોબલેસ કલેઈમ્સ બેરોજગારીના દાવાઓ  અપેક્ષાથી   વધુ વધ્યા હતા.   આવા દાવાઓ ૧૦ હજાર વધી  ૨૩૯૦૦૦ નોંધાયાના   નિર્દેશો હતા. તાજેતરમાં  છાશવારે   આવેલા  વિવિધ વાવાઝોડાના પગલે રોજગારીની તકો ઘટતાં   આવા બેરોજગારીના દાવાઓ  વધ્યાનું  વિશ્વ બડારના જાણકારોએ જણાવ્યું હતું.

Post Comments