Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઝીણામાં ઝીણા રેકોર્ડસ જાળવવાના સેબીના નિર્દેશ સામે બ્રોકરો તથા શેરબજારોનો વિરોધ

- કલાયન્ટના ટેલિફોન, ઈ-મેઈલ્સ સહિતના રેકોર્ડસ રાખવાનો સેબીનો આદેશ

મુંબઈ, શુક્રવાર 10 નવેમ્બર 2017

ઈક્વિટીઝ તથા ઈક્વિટી ડેરિવેટિવ્ઝમાં વેપાર અંગે કલાયન્ટ દ્વારા અપાયેલી દરેક સૂચનાના પુરાવા જાળવી રાખવા સિક્યુરિટીઝ એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) દ્વારા જારી કરાયેલા ફતવા સામે બ્રોકરો તથા શેરબજારોએ સાથે મળીને વિરોધ નોંધાવ્યો છે.

૨૬ સપ્ટેમ્બરના જારી કરેલા એક પરિપત્રમાં સેબીએ બ્રોકરોને તેમના કલાયન્ટ દ્વારા મૂકવામાં આવતા ઓર્ડરોના રેકોર્ડ જાળવવા સૂચના આપી છે. આ રેકોર્ડસનો કલાયન્ટના વેપારના ફિઝિકલ રેકોર્ડ તરીકે કામમાં લઈ શકાશે, એમ બજાર નિયામકે જણાવ્યું હતું.

સેબીના પરિપત્ર મુજબ, કલાયન્ટના ટેલિફોન રેકોર્ડસ, ઈ-મેઈલ્સ, મોબાઈલ મેસેજ અને આવા બીજા અન્ય કાનૂની રીતે ચકાસી શકાય તેવા રેકોર્ડને પુરાવા તરીકે લઈ શકાશે. ગ્રાહકની સૂચના અથવા સત્તા વગર બ્રોકર દ્વારા ખરીદ અથવા વેચાણના મુકાતા ગેરકાયદે વેપારને અંકૂશમાં રાખવાના હેતુ સાથે આ પરિપત્ર આવી પડયો હોવાનું સેબીના સુત્રોએ જણાવ્યું હતું. રોકાણકારો તરફથી પ્રાપ્ત થયેલી આવા મતલબની ફરિયાદોને આધારે આ પરિપત્ર આવી પડયો હોવાનું પણ જણાવાયું હતું.

આ અગાઉ પણ આવા દૂષણને અટકાવવા સેબીએ પગલાં લીધા છે પરંતુ તેમાં ખાસ ઘટાડો થયો નહીં હોવાનું રોકાણકારોની ફરિયાદો પરથી જણાય રહ્યું છે. સેબીના આ નવા ફતવાથી કામકાજ પાછળના ખર્ચમાં વધારો થશે એમ બ્રોકરો માની રહ્યા છે.

બ્રોકરોની સંસ્થા એસોસિએશન ઓફ નેશનલ એકસચેન્જિસ મેમ્બર્સ ઓફ ઈન્ડિયાએ  તથા શેરબજારોએ આ અંગેની પોતાની સમશ્યાઓ તરફ સેબીનું ધ્યાન દોરવા ખાસ પત્ર લખ્યો છે અને સેબીનો ફતવો અનેક રીતે વ્યવહારુ નહીં હોવાનું તેમાં જણાવાયું હોવાનું એસોસિએશનના સુત્રોએ જણાવ્યું હતું.

Post Comments