Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ચાર વર્ષમાં ડિફેન્સ ક્ષેત્રે નોંધાયેલી ફક્ત રૃ.૧.૧૭ કરોડની એફડીઆઈ

- દેશમાં મજબૂત ડિફેન્સ ઈન્ડસ્ટ્રી બનાવવા માટે સરકાર સતત નિષ્ફળ નિવડી રહી છે

- સરકાર દ્વારા મેક ઈન ઈન્ડિયા કેમ્પેન અને વિવિધ રાહતો છતાં ડિફેન્સ ક્ષેત્રમાં વિદેશી રોકાણકારોનું વલણ નિરસ રહ્યું છે

નવી દિલ્હી તા. 08 માર્ચ 2018, ગુરૃવાર

એક તરફ સરકાર મેક ઈન ઈન્ડિયા કેમ્પેનની વાત કરે છે અને બીજી બાજુ છેલ્લા ચાર વર્ષમાં ડિફેન્સ પ્રોડક્ટ્સ સેક્ટરમાં ફક્ત રૃ.૧.૧૭ કરોડ ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ થયુ છે જ્યારે વર્તમાન એનડીએ સરકારે એફડીઆઈ પોલિસી સરળ કરી છે તેમ છતાં કોઈ ખાસ વિદેશી રોકાણકારોને આ ક્ષેત્રે રોકાણ કરાવી શકી નથી.

ડિફેન્સ મિનિસ્ટર સુભાષ ભામરેએ લોકસભામાં જણાવ્યુ હતુ કે, એપ્રિલ ર૦૧૪થી ડિસેમ્બર ર૦૧૭ની વચ્ચે ડિફેન્સ ક્ષેત્રે ફક્ત ૧.૮ લાખ ડોલર જેટલી રકમ વિદેશી રોકાણકારોએ દેશમાં ઠાલવી છે.ભારતીય હાથિયાર ખરીદવા માટે ૧૯.પ લાખ કરોડના મુલ્ય કરાર કર્યા છે જેમાં ઈઝરાઈલ પાસેથી રડાર અને મિસાઈલની ખરીદી કરશે જ્યારે યુએસ પાસેથી એરક્રાફ્ટ અને ગન, ફ્રાન્સ પાસેથી બોમ અને રશિયા પાસેથી રોકેટ અને સિમુલેટરની ખરીદી કરવામાં આવશે. સરકારે એફડીઆઈના જોઈન્ટ દરખાસ્તોના ૧૮ કેસને મંજુરી આપી છે આ ઉપરાંત દેશમાં મજબૂત ડિફેન્સ ઈન્ડસ્ટ્રી બનાવવા માટે સરકાર સતત નિષ્ફળ નિવડી રહી છે.

વિશ્વમાં ડિફેન્સ પ્રોડક્ટ્સની સૌથી વધારે આયાત ભારત કરે છે. ભારત ૬૦ ટકા જેટલા હાર્ડવેર અને સોફ્ટવેરની આયાત કરે છે. યુપીઆઈના દશ વર્ષમાં સ્થાનિક ડિફેન્સ ક્ષેત્રે ફક્ત પ૦ લાખ ડોલર જેટલી એફડીઆઈ જોવા મળી છે. તે પછી મે ર૦૧૪માં એનડીએની સરકાર સત્તા ઉપર આવી અને ડિફેન્સ ક્ષેત્રે રોકાણકારોને આકર્ષવા માટે મેક ઈન ઈન્ડિયા જેવા વિવિધ કેમ્પેનની શરૃઆત કરી છે પરંતુ અત્યાર સુધી તેમાં કોઈ ખાસ સફળતા મળી નથી. પોલિસીમાં ઓટોમેટિક રૃપ માફરતે ૪૯ ટકા એફડીઆઈની મંજુરી આપવામાં આવી છે જ્યારે ગર્વમેન્ટ રૃટ દ્વારા ૪૯ ટકા એફડીઆઈની મંજુરી આપવામાં આવી છે. બીજી બાજુ એફઆઈપીબીને નાબુદ કરવામાં આવી જેથી મંજુરીની પ્રક્રિયાને સરળ બનાવી શકાશે.

Post Comments