Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગીતાંજલિ સહિત ૨૪ કંપનીઓને એનએસઈએ પેનલ્ટીઝ ફટકારી

મુંબઈ, તા. 13 માર્ચ 2018, મંગળવાર

૩૧ ડિસેમ્બરના પૂરા થયેલા ત્રિમાસિક ગાળા માટેના નાણાંકીય પરિણામો ફાઈલ કરવામાં નિષ્ફળ જવા બદલ નેશનલ સ્ટોક એકસચેન્જે (એનએસઈ) ગીતાંજલિ જેમ્સ સહિત ૨૪ જેટલી કંપનીઓને પેનલ્ટીઝ ફટકારી છે.

ત્રિમાસિક નાણાંકીય પરિણામો ફાઈલ કરવાના નિયમોનું કંપનીઓ પાલન નહીંં કરે તો એનએસઈ તેમની સામે  સસ્પેન્શન સહિતના વધુ નિયમનકારી પગલાં હાથ ધરશે.

સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીઝ લિ.(સીડીએસએલ) મારફત આ કંપનીઓના રોકાણકારોને આ નિર્ણયની પત્રો મારફત જાણ કરવામાં આવી છે. નાણાંકીય પરિણામો, શેરહોલ્ડિંગ પેટર્ન સુપરત કરવામાં નિષ્ફળ ગયેલી કંપનીઓના શેરધારકોને સીડીએસએલ મારફત જાણકારી પૂરી પાડવાની એનએસઈ દ્વારા શરૃઆત કરવામાં આવી છે એમ એનએસઈના પ્રવકતાએ પીટીઆઈને જણાવ્યું હતું.

આ ૨૪ કંપનીઓમાં એબીજી શિપયાર્ડ, એમટેક ઓટો, એડયુકોમ્પ સોલ્યુશન્સ, શ્રી રેણુકા સુગર્સ વગેરેનો સમાવેશ થાય છે. લિસ્ટિંગ ધોરણો પ્રમાણે કંપનીઓ ત્રિમાસિક પૂરા થયાના ૪૫ દિવસની અંદર પરિણામો ફાઈલ કરવાના રહે છે.

ચોક્કસ સમયગાળાની અંદર નાણાંકીય પરિણામો  સુપરત કરવા સહિતના લિસ્ટિંગ ધોરણોનું પાલન નહીં કરવા બદલ શેરબજારો સેબીના ધોરણ પ્રમાણે દંડ ફટકારી શકે છે.

Post Comments