Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઉત્પાદન ઘટતા, પૂરવઠામાં અનિશ્ચિતતા પાછળ આયર્ન ઓરના ભાવમાં ભડકો

- પેનલ્ટીની ચૂકવણી નહીં થતા ઓરિસ્સામાં અનેક ખાણોને તાળાં લાગી ગયા છે

ભુવનેશ્વર બુધવાર તા.03 જાન્યુઆરી 2018

છેલ્લા એક દાયકામાં વધુ પડતું માઈનિંગ કરવા બદલ લાગુ કરાયેલી પેનલ્ટીની ઓરિસ્સાની કેટલીક મોટી આયર્ન ઓર ખાણો દ્વારા ચૂકવણી નહીં કરાતા  આ ખાણોને તાળાં લાગી ગયા છે જેને કારણે આયર્ન ઓરના ભાવમાં ભડાકો થયો છે. પૂરવઠામાં અનિશ્ચિતતાને કારણે સરકારી કંપની એનએમડીસીએ પણ ઓરના ભાવ વધારી દીધા છે.

ઓકટોબર ૨૦૧૭થી અત્યારસુધીમાં ઓરિસ્સાની ખાણોએ આયર્ન ઓર લમ્પ ભાવમાં ૪૯ ટકા સુધીનો અને ફાઈન્સમાં ૫૯ ટકા સુધીનો વધારો કર્યો છે. આ સમયગાળા દરમિયાન એનએમડીસીએ લમ્પસના ભાવમાં ૩૫ ટકા અને ફાઈન્સના ભાવમાં આઠ ટકા વધારો કર્યો છે, એમ આ ઉદ્યોગના સુત્રોએ જણાવ્યું હતું.

ઘરેલું સ્ટીલ ઉદ્યોગની આયર્ન ઓરની ૪૫ ટકા માગ ઓરિસ્સા અને એનએમડીસી ખાતેથી પૂરી થતી હોવાથી ભાવ વધારાથી સ્ટીલ ઉદ્યોગ પર તાણ આવી છે.આયર્ન ઓરના આંતરરાષ્ટ્રીય ભાવની સરખામણીએ ભારતમાં ભાવ વધારો બમણા કરતા વધુ ગતિએ વધ્યો છે. આનો અર્થ એવો થાય છે કે આ ભાવ વધારા પાછળ સ્થાનિક પરિબળ કારણભૂત છે અને નહીં કે ચીનની આયાત માગ એમ પણ સુત્રોએ ઉમેર્યું હતું. ગયા વર્ષે દેશના આયર્ન ઓરના કુલ ઉત્પાદનમાંથી ૫૫ ટકા ઉત્પાદન ઓરિસ્સામાં થયું હતું. સ્ટીલ ઉદ્યોગની ૩૩ ટકા આવશ્યકતા અહીંથી પૂરી થઈ હતી.

આયર્ન ઓર અને મેંગેનિઝ ખાણો જેમણે ૨૦૦૦-૦૧થી ૨૦૧૦-૧૧ની વચ્ચે  મર્યાદાની બહાર ઉત્પાદન કર્યું હોય તેમણે જેટલું ઉત્પાદન વધુ કરાયું હોય તેના મૂલ્યની ૧૦૦ ટકા જેટલી રકમ વળતર તરીકે ચૂકવવી અથવા ખાણ ંબધ કરી દેવી પડશે એવા સુપ્રીમ કોર્ટના આદેશને પગલે ઓરિસ્સામાં આ સ્થિતિ ઊભી થઈ છે. આ આદેશ બાદ ઓરિસ્સાની ખાણો અને એનએમડીસીએ ભાવ વધારો કર્યો છે.
 

Post Comments