Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આગામી સાત માસમાં ૧૨ PSU કંપનીઓના IPO થી પ્રાઇમરી માર્કેટ ધમધમી ઉઠશે

- છેલ્લા નવ વર્ષમાં ૧૩ પીએસયુ કંપનીઓનું લિસ્ટિંગ થયું છે : કુલ ૩૨૭ પીએસયુ કંપનીઓમાંથી ૫૩નું શેરબજાર

નવી દિલ્હી, બુધવાર તા.13 સપ્ટેમ્બર 2017

ચાલુ નાણાંકીય વર્ષમાં બે સરકારી જાહેર સાહસોના આઇપીઓ મૂડી બજારમાં આવ્યા બાદ આગામી સમયમાં ખાનગી કંપનીઓની સાતોસાથ સરકાર હસ્તકની (પીએસયુ) આઇપીઓથી પ્રાઇમરી માર્કેટ ધમધમતું જોવા મળશે. સરકારની ડિસઇન્વેસ્ટમેન્ટની પ્રક્રિયા સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા મુજબ આગામી સાત માસમાં બાર જેટલી સરકારી કંપનીઓના આઇપીઓ મૂડીબજારમાં પ્રવેશ કરશે.


ચાલુ વર્ષે અત્યાર સુધી બે સરકારી કંપનીઓ કોચિન શીપયાર્ડ અને હુડકોના ઇશ્યુ આવી ચૂક્યા છે જેને બજારમાં પ્રોત્સાહક પ્રતિસાદ સાંપડયો હતો. બજારની હાલની તેજી તરફી ચાલ તેમજ પ્રાઇમરી માર્કેટના ધમધમાટને ધ્યાનમાં રાખી સરકાર હવે બીજી બાર જેટલી સરકારી કંપનીઓમાં ડિસઇન્વેસ્ટમેન્ટની પ્રક્રિયા હાથ ધરવા સક્રિય બની છે.

આ બાર કંપનીઓમાં જનરલ ઇન્સ્યુરન્સ કોર્પો., ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરીઝમ કોર્પો., ઇન્ડિયન રીન્યુએલ એનર્જી ડેવલપમેન્ટ, ભારત ડાયનામિક મઝગાંવ ડોક શિપ બિલ્ડર્સ, મિશ્ર ધાતુ નિગમ સહિત અન્ય ૧૨ કંપનીનો સમાવેશ થાય છે. આ બાર કંપનીઓના શેરોનું ડિસઇન્વેસ્ટમેન્ટ કરી સરકાર ચાલુ નાણાંકીય વર્ષમાં આ અંગેનો લક્ષ્યાંક સરળતાથી હાંસલ કરી લેશે.અત્રે એ નોંધનીય રહેશે કે છેલ્લા નવ વર્ષમાં ૧૩ જેટલી સરકારી કંપનીઓનું શેરબજારમાં લિસ્ટિંગ થવા પામ્યું છે તેની સામે ચાલુ નાણાંકીય વર્ષમાં જ સરકાર દ્વારા ૧૪ સરકારી કંપનીઓનું લિસ્ટિંગ કરવાની યોજના હાથ ધરી એક નવો વિક્રમ રચાવા તરફ આગળ વધી રહી છે.

ઉપલબ્ધ ડેટા અનુસાર ઓગસ્ટ'-૧૭ના અંત સુધીમાં બેંક અને ઇન્સ્યુરન્સ કંપનીઓ સહિત કુલ ૩૨૭ પીએસયુ કંપનીઓ કાર્યરત છે. જે પૈકી ૫૩ કંપનીઓનું શેરબજાર પર લિસ્ટિંગ થયેલું છે. શેરબજાર પર લિસ્ટેડ આ કંપનીઓના શેરોનું મૂલ્ય રૃા. ૫ લાખ કરોડ જેટલું છે. ચાલુ નાણાંકીય વર્ષમાં વધુ ૧૨ સરકારી કંપનીઓના ઇસ્યુ આવ્યા બાદ આગામી સમયમાં આ આંકડામાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે.

PSUકંપનીના IPOની લાંબીલચ્ચ લાઇન
૧.    ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરશન (આઇ.આર.ટી.સી.)
૨.    જનરલ ઇન્સ્યુરન્સ કોર્પોરેશન.
૩.    ન્યુ ઇન્ડિયા એશ્યોરન્સ
૪.    રેલવિકાસ નિગમ
૫.    ભારત ડાયનામિક
૬.    ઇન્ડિયન રીન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી
૭.    મિશ્ર ધાતુ નિગમ
૮.    ઇરકોન ઇન્ટરનેશનલ
૯.    મઝગાંવ ડોક શિપયાર્ડ
૧૦    ઇન્ડિયન રેલવે ફાઇનાન્સ કોર્પોરેશન
૧૧    ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ
૧૨    RITES

Post Comments