Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિતેલા ત્રિમાસિકમાં નવા ઈન્વેસ્ટમેન્ટની દરખાસ્ત ઘટીને ૧૩ વર્ષની નીચી સપાટીએ

- ડીમોનિટાઈઝેશન અને જીએસટીની પ્રતિકૂળ અસર નવા રોકાણ પર વર્તાઈ

મુંબઈ, મંગળવાર તા. 02 જાન્યુઆરી 2018

ડિસેમ્બર ૨૦૧૭માં પૂરા થયેલા ત્રિમાસિકમાં ભારતીય કંપનીઓ દ્વારા નવા ઈન્વેસ્ટમેન્ટની દરખાસ્ત રૃપિયા ૭૬૮ અબજ સાથે ૧૩ વર્ષની નીચી સપાટીએ રહી છે. પાછલા ત્રિમાસિકમાં  દરખાસ્તનો આંક રૃપિયા ૧.૧૫ ટ્રિલિયન રહ્યો હતો.

સેન્ટર ફોર મોનિટરીંગ ઈન્ડિયન ઈકોનોમી દ્વારા એકત્રિત કરાયેલા આંકડા પ્રમાણે, વર્તમાન નાણાં વર્ષના પ્રથમ નવ મહિનામાં એટલે કે એપ્રિલથી ડિસેમ્બરના ગાળામાં રૃપિયા ૪ ટ્રિલિયનના ઈન્વેસ્ટમેન્ટ સાથેની ૧૭૨૧ નવી દરખાસ્તો આવી હતી જે પાછલા નાણાં વર્ષના આ સમયગાળામાં રૃપિયા ૯.૨૦ ટ્રિલિયન સાથે ૨૫૧૭ પ્રોજેકટસની રહી હતી.

નવી ક્ષમતામાં ઉમેરામાં પણ વાર્ષિક ધોરણે  ૧૯ ટકા ઘટાડો નોંધાયો છે. રૃપિયા ૭૬૯ અબજના રોકાણ સાથે માત્ર ૩૦૦ નવા પ્રોજેકટસ આ ગાળામાં શરૃ થઈ શકયા છે. રૃપિયા ૧૭૯ અબજના ૫૧ પ્રોજેકટસ અટકી પડયા છે.

૨૦૧૬માં ડીમોનિટાઈઝેશનના નિર્ણય અને  ગયા વર્ષના ૧લી જુલાઈથી લાગુ થયેલા ગુડ્સ એન્ડ સર્વિસીઝ ટેકસ (જીએસટી)ને કારણે માગ પર પ્રતિકૂળ અસર પડી છે જેમાં સુધારો થવાની ઉદ્યોગો રાહ જોઈ રહ્યા હોવાનું જણાય રહ્યું છે એમ એક વિશ્લેષકે જણાવ્યું હતું. આ બે નિર્ણયને કારણે માગ પર અસર પડતા કંપનીઓના વેચાણ અને નફા પર અસર પડી છે, જેને કારણે નવા ઈન્વેસ્ટમેન્ટની ગતિ પણ ધીમી પડી છે.

ઉદ્યોગોની નજર હવે બજેટ પર છે. કોર્પોરેટ ટેકસમાં ઘટાડા અને જીએસટીને લગતા કેટલાક મુદ્દાની સ્પષ્ટતા બજેટમાં જ આવવાની ધારણાં છે. બેન્કોની એનપીએની સમશ્યા પણ નવા ઈન્વેસ્ટમેન્ટમાં ઘટાડા માટે થોડીઘણી કારણભૂત હોવાનું માનવામાં આવે છે.

એનપીએનો સામનો કરી રહેલી બેન્કો હાલમાં ઉદ્યોગોને લોન્સ પૂરી પાડવામાં ભારે સાવચેતી વર્તી રહી છે. ખાસ કરીને પાવર, સ્ટીલ, રિઅલ એસ્ટેટ જેવા ક્ષેત્રોને ધિરાણ આપવામાં બેન્કો ઉત્સાહ દર્શાવતી નથી, એમ પણ વિશ્લેષકે ઉમેર્યું હતું.

Post Comments