Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વર્તમાન વર્ષમાં ડુંગળીનું ઉત્પાદન નીચું ઊતરવા ધારણાં

બટાટા તથા ટામેટાનો પાક વધુ રહેવાનો અંદાજ

નવી દિલ્હી,તા.03 જાન્યુઆરી 2018

                    
૨૦૧૭-૧૮માં દેશનું ડુંગળીનું ઉત્પાદન ૪.૫૦ ટકા ઘટીને ૨.૧૪ કરોડ ટન રહેવાની ધારણાં છે. વાવણી વિસ્તાર ઘટતાં ઉત્પાદન આંક નીચે રહેવાની ધારણાં છે. જો કે બટાટાનું ઉત્પાદન ગયા વર્ષની સરખામણીએ એક ટકો વધુ રહેવા અપેક્ષા હોવાનું બાગાયતી પાકના પ્રથમ ઉત્પાદન અંદાજોમાં જણાયું છે. બટાટાનું ઉત્પાદન ૪.૯૩ કરોડ ટન રહેવાનો અંદાજ છે.

ડુંગળીના ઉત્પાદનમાં ઘટાડો વપરાશકારો માટે ભાવ વધારો લાવી શકે છે. પોટેટોના ખેડૂતો માટે ૨૦૧૭-૧૮નું વર્ષ ભાવની દ્રષ્ટિએ વધુ એક ખરાબ વર્ષ સાબિત થઈ શકે છે. ૨૦૧૬-૧૭માં બટાટની લણણી ૧૨ ટકા વધુ રહી હતી એમ કૃષિ મંત્રાલયના સુત્રોએ જણાવ્યું હતું.


૨૦૧૭-૧૮માં કાંદાની વાવણી ૧૧.૯૦ લાખ હેકટર વિસ્તાર પર થવાની ધારણાં છે જે ગયા વર્ષની સરખામણીએ ૮.૪૦ ટકા ઓછી છે. પોટેટોની વાવણી પણ ૨.૧૭ કરોડ હેકટર વિસ્તાર પર થઈ છે. એકંદરે હોર્ટિકલ્ચર ક્ષેત્રની કામગીરી કડધાન્ય કરતા સારી રહી છે. જુલાઈથી શરૃ થયેલા ૨૦૧૭-૧૮ના વર્ષમાં બાગાયતી ઉત્પાદન ૩૦.૫૪ કરોડ ટન રહેવાની ધારણાં છે જે ૨૦૧૬-૧૭ના અંતિમ અંદાજ કરતા લગભગ ૧.૬૦ ટકા વધુ છે, એમ સુત્રોએ ઉમેર્યું હતું. અન્ય બાગાયતી પાક ટોમેટોનું ઉત્પાદન પણ સાત ટકા જેટલું ઊંચું રહેવા ધારણાં છે.  
 

Post Comments