Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જાહેરમાં થૂંકશો, લઘુશંકા કે મળત્યાગ કરશો તો દંડ થશે

- સ્વચ્છ મહારાષ્ટ્ર અભિયાનના ભાગરૃપે રાજ્ય સરકારનો નિર્ણય

મુંબઇ તા. 3 જાન્યુઆરી 2018, બુધવાર

મુંબઇ સહિત આખા મહારાષ્ટ્રમાં કોઇપણ વ્યક્તિ જાહેરમાં થૂંકશે, લઘુશંકા કરશે કે સંડાસ કરશે તો તે ગુનો ગણાશે.મહારાષ્ટ્ર સરકારે આ નવા નિર્ણય વિશે જાહેરાત કરતાં જણાવ્યું હતું કે હવેથી મુંબઇ સહિત આખા  રાજ્યમાં જે કોઇ વ્યક્તિ જાહેરમાં થૂંકશે, લઘુશંકા કરશે કે મળ ત્યાગ કરશે તો તેને દંડ થશે.
રાજ્ય સરકારના શહેરી વિકાસ ખાતાએ ગઇ ૩૦ ડિસેમ્બર-૨૦૧૭ના રોજ આ ઠરાવ પસાર કરીને તમામ મહાનગરપાલિકાઓને અને કાઉન્સિલોને આ નિયમનો ભંગ કરનારી વ્યક્તિઓને દંડ કરવાની સત્તા આપી હતી.

રાજ્ય સરકારનાં આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું કે મુંબઇ અને પુણે જેવાં મોટાં શહેરોમાં આ સરકારી કાયદાનો  ભંગ કરીને જે કોઇ વ્યક્તિ જાહેરમાં થૂંકશે તેને ૧૫૦ રૃપિયાનો દંડ થશે.સંડાસ કરશે તો તેને ૧૮૦ રૃપિયા   અને લઘુશંકા કરશે તોે તેને  ૨૦૦ રૃપિયા દંડ થશે.જોકે નાનાં શહેરોમાં  જાહેરમાં થૂંકનારી વ્યક્તિને ૧૦૦ રૃપિયા અને સંડાસ કરશે તેને ૧૫૦ રૃપિયાનો દંડ થશે.
રાજ્ય સરકારે તમામ મહાનગરપાલિકાઓને અને કાઉન્સિલોને આ નિર્ણયની જાણ કરી દીધી છે.રાજ્ય સરકારે આદેશમાં જણાવ્યું છે કે જે કોઇ વ્યક્તિ આ નિયમનો જાહેરમાં ભંગ કરતાં પકડાય તો તેને નિયમ મુજબનો દંડ કરવો.

રાજ્ય સરકારનો આ નિર્ણય સ્વચ્છ મહારાષ્ટ્ર ઝુંબેશના એક ભાગરૃપે લેવાયો છે.આ ઝુંબેશમાંદંડાત્મક કાર્યવાહીથી   જાહેરમાં મળત્યાગ પર અંકુશ મેળવી શકાયો છે.
મુંબઇ મહાનગરપાલિકા પણ આ જ સરકારી નિયમના પાલનરૃપે છેલ્લાં થોડાં  વરસોથી આ જ દંડાત્મક કાર્યવાહી કરી રહી છે.

Post Comments