Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

F&Oને આવક સાથે લિંક કરાશે તો વોલ્યુમમાં ગાબડા નોંધાય તેવી વકી

- રોકાણકારો આવા જોખમી સેગમેન્ટમાં ઉંચી પોઝીશન ધરાવતા હોઈ સેબી આ મુદ્દે ગંભીરપણે વિચારણા કરી રહ્યું છે...

નવી દિલ્હી, તા. 12 માર્ચ 2018, સોમવાર

સામાન્ય રોકાણકારો દ્વારા દિન પ્રતિદિન ઈક્વિટી ડેરિવેટિવ્ઝમાં (એફએન્ડઓ) ઉંચી પોઝિશન ઉભી કરતા હોવાથી તેના પર અંકુશ લાદવા માર્કેટ રેગ્યુલેટર સેબી દ્વારા એફએન્ડઓને આવક સાથે લિંક કરવાના મુદ્દે વિચારણા હાથ ધરાઈ છે. જો કે, આ મુદ્દે બજારના જાણકાર વર્તુળોએ એવો મત વ્યક્ત કર્યો હતો કે જો આ પ્રકારનું પગલું ભરાશે તો શેરબજારમાં આ સેગમેન્ટના વોલ્યુમમાં મોટાપાયે ગાબડા નોંધાવાની શક્યતા છે.

છેલ્લા કેટલાક સમયથી સામાન્ય રોકાણકારો એફએન્ડઓમાં મોટાપાયે કામકાજ કરતા થયા છે. રોકાણકારો કુલ પોઝિશનના મુલ્યનો નજીવો હિસ્સો ભરીને આ સેગમેન્ટમાં મોટી પોઝિશન ઉભી કરતા હોય છે. પરંતુ જો આ પોઝિશનમાં ગણતરી ખોટી પડે તો જંગી નુકસાન થયું હોય છે. સેબી સમક્ષ આ અંગે ભૂતકાળમાં કિસ્સા રજૂ થયેલા છે.

અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે, સામાન્ય રીતે રીટેલ રોકાણકારો એફએન્ડઓથી દૂર રહેતા હોય છે. પરંતુ, મોટા રોકાણકારો અને સટોડિયાઓ એફએન્ડઓમાં ધૂમ કામકાજ કરતા હોય છે. જો કે, છેલ્લા કેટલાક સમયથી બજારમાં જોવા મળેલ એકધારી સુધારા તરફી ચાલના કારણે સામાન્ય રોકાણકારો પણ એફએન્ડઓમાં સક્રિય બન્યા છે.

અત્રે નોંધનીય રહેેેશે કે સામાન્ય રોકાણકારો પાસે એફએન્ડઓની પોઝિશનના જોખમને પ્હોંચી વળવા પૂરતી નાણાંકીય ક્ષમતા હોતી નથી. જેના કારણે પ્રતિકૂળ માહોલ ઉદ્ભવતો હોય છે. આમ પણ, ભારતના ઈક્વિટી કેશ માર્કેટના પ્રમાણમાં ઈક્વિટી ડેરિવેટિવ્ઝનો ટર્નઓવર રેશિયો ૧૬ ટકા જેટલો ઉંચો છે જે અન્ય તેની સમકક્ષ બજાર કરતા ઘણો ઉંચો છે. તે જ રીતે સામાન્ય રોકાણકારોનું સ્ટોક ફ્યુચર્સનું મુલ્ય પણ અન્ય સમકક્ષ બજાર કરતાં ઉચું છે.

આ સંજોગોમાં સામાન્ય રોકાણકારોના માથા પરનું જોખમ ઘટે તે માટે સેબીએ ઈક્વિટી એફએન્ડઓ પોઝિશનને આવક સાથે લિંક કરવા વિચારણા હાથ ધરાઈ છે. જો કે, આ મુદ્દો હજુ પ્રારંભિક તબક્કામાં જ છે. આમ છતાંય બજારના જાણકાર વર્તુળો એવું માની રહ્યા છે કે જો આ પગલું અમલી બનશે તો ભારતીય શેરબજાર તેની ચમક ગુમાવી દેશે.

Keywords If,F,&,O,is,linked,to,income,,then,the,verb,

Post Comments