Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગોલ્ડ જ્વેલરી માટે હોલમાર્કિંગ ફરજીયાત બનાવાશે

- ૨૦૧૮-૧૯ના નવા નાણાંવર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં

- પ્રથમ તબક્કે ૨૨ મુખ્ય શહેરોમાં અમલ કરાશે:હાલ દેશવ્યાપી ધોરણે ૫૬૬ હોલમાર્કિંગ કેન્દ્રો કાર્યશીલ  રહ્યા છે

મુંબઈ, તા. 13 માર્ચ 2018, મંગળવાર

દેશમાં ગોલ્ડ જ્વેલરીના ફરજીયાત હોલમાર્કિંગ ૨૦૧૮-૧૯ના આગામી નાણવર્ષના પ્રથમ ત્રિમાસિકમાં લાગુ કરી દેવામાં આવશે એવા  નિર્દેશો મળી રહ્યા છે. કેન્દ્ર સરકાર આ દિશામાં સક્રિય બની છે તથા માર્ચના અંતે વર્તમાન ત્રિમાસિક ગાળો તથા વર્તમાન નાણાં વર્ષ પૂરું થયા પછી આ દિશામાં પ્રગતિ વેગ પકડશે એવી શક્યતા જાણકારો  બતાવી રહ્યા  છે.

દરમિયાન, મળતી  માહિતી મુજબ બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ (બીઆઈએસ) એક્ટમાં  સુધારાવધારાઓ આ પૂર્વે કરવામાં આવ્યા હતા  અને આવો એમેન્ડેડ એક્ટ બે વર્ષ પૂર્વે બનાવવામાં  આવ્યો હતો. આ એમેન્ડેડ એક્ટ હેઠળના ધારાધોરણો અને માર્ગરેખાઓ ધી બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા તાજેતરમાં કેન્દ્રના કાયદા ખાતાને પાઠવવામાં આવ્યા છે. દિલ્હીના સૂત્રો જણાવ્યા મુજબ આ રુલ્સ કાયદા ખાતા દ્વારા  મંજૂર કરી દેવામાં આવ્યા છે. હવે આ વાત કન્ઝયુમર અફેર્સ મિનીસ્ટ્રી પાસે પહોંચી છે.

દરમિયાન, કોમ્પ્રીહેન્સીવ ગોલ્ડ પોલીસી  હેઠળ જ્વેલરીના હોલમાર્કિંગ માટે તાજેતરમાં  નીતિ આયોગ દ્વારા પણ ભલામણ કરવામાં આવી છે. આવા સંજોગોમાં હવે સરકાર આ દિશામાં  ઝડપથી આગળ વધશે એવી આશા જાણકારો બતાવી રહ્યા છે.  આ પૂર્વે કન્ઝયુમર એફેર્સ  મિનિસ્ટ્રીના કેબિનેટ પ્રધાન પાસવાને  પણ હોલ માર્કિંગનો અમલ વહેલી તકે કરવાનો  સંકેત આપ્યો હતો. હાલની માર્ગરેખાઓ મુજબ પ્રથમ તબક્કે ૨૨ કેરેટ, ૧૮ કેરેટ તથા ૧૪ કેરેટની જ્વેલરીને હોલમાર્કિંગ હેઠળ આવરી લેવામાં આવે એવી શક્યતા છે.

દરમિયાન, મહારાષ્ટ્ર સહિતના અમુક રાજ્યોએ ૨૩ કેરેટની  જ્વેલરીમાં પણ આવું હોલમાર્કિંગ ફરજીયાતના નવા કેન્દ્રને રજૂઆત કરી છે અને આ પ્રશ્ને વિચારણા હવે પછી કરવામાં આવશે એવી શક્યતા જાણકારો બતાવી રહ્યા છે નીતિ આયોગના સૂત્રે જણાવ્યા મુજબ હોલમાર્કિંગનો  નિયમ દરેક પ્રકારની જ્વેલરીને લાગુ કરવો જરૃરી છે ઉપરાંત આ વિશે શુદ્ધતાની ચકાસણી કરતા સરકારી કેન્દ્રોની સંખ્યા પણ વધુ રાખવી  આવશ્યક છે.

આવા કેન્દ્રો દ્વારા ચકાસણી થયા પછી જો શુદ્ધતામાં ફરક નિકળે તો જ્વેલર્સને જવાબદાર ગણવા કે નહીં એ વિશે પણ મતમતાંતરો પ્રવર્તતા રહ્યા છે. નીતિ આયોગના સૂત્રોના જણાવ્યા મુજબ આ પ્રશ્ને  જ્વેલર્સને જવાબદાર ગણી શકાય નહીં.

ઈન્ડિયન એસોસીએશન ઓફ હોલ માર્કિંગ  સેન્ટર્સના સૂત્રોના જણાવ્યા મુજબ હાલ  દેશવ્યાપી ધોરણે આશરે ૫૬૬ હોલ માર્કિંગ કેન્દ્રો કાર્યરત રહ્યા છે. આ કેન્દ્રોમાં હાલ સ્થાપીત ક્ષમતાનો આશરે સરેરાશ ૨૦ ટકા જેટલો  વપરાશ થઈ રહ્યો છે તથા આગળ ઉપર  હોલ માર્કિંગ ફરજીયાત કરવામાં આવશે તો  આ બાકીની ૮૦ ટકા ક્ષમતાનો વપરાશ થવા માંડશે એ જોતાં હાલના ઉપલબ્ધ  કેન્દ્રો  પુરતા જણાય છે. જો કે  આવા કેન્દ્રો ઉભા કરવા હજી આશરે ૧૦૦ જેટલી અરજીઓ સરકારને મળી છે જેના પર કામ ચાલી રહ્યું છે નવા કાયદા મુજબ જ્વેલરોએ બીઆઈએસ પાસેથી લાયસન્સ લેવું પડે છે તથા આશરે ૨૫ હજાર જેટલા જ્વેલરોએ આવું લાયસન્સ લીધું છે તથા આશરે ૧૦ જેટલી  બુલીયન રિફાઈનરીઓએ  પણ લાયસન્સ લીધું છે.

 આગળ ઉપર આ પ્રક્રિયા ઓનલાઈન કરવાની પણ વાત ચાલી રહી છે. દર મિયાન, ફરજીયાત  હોલમાર્કિંગમાં પ્રથમ તબક્કે ૨૨ જેટલા મુખ્ય શહેરોને આવરી લેવામાં આવનાર છે તથા ત્યારબાદ દરેક રાજ્યોની   રાજધાનીના શહેરોને આ હેઠળ આવરી લેવામાં આવનાર છે. આવા પછી ડિસ્ટ્રીકટ હેડકવાર્ટરના શહેરો અને ત્યારબાદ સંપૂર્ણ દેશને હોલ માર્કિંગ  હેઠળ આવરી લેવામાં આવનાર છે. કિંમતી દાગીનાની  હેરફેર માટે સલામત લોજીસ્ટીકની વ્યવસ્થા પણ વિચારાઈ રહી છે. દેશમાં આશરે ૩ લાખ જેટલા જ્વેલર્સ કાર્યશીલ રહ્યાનો અંદાજ છે.

જ્વેલરી હોલમાર્કીંગના મુખ્ય ચિહ્નો

  • BISનું ચિહ્ન
  • સોનાની શુદ્ધતા
  • હોલમાર્કીંગ સેન્ટર
  • જ્વેલરની ઓળખનું ચિહ્ન
  • હોલમાર્કનું વર્ષ

Post Comments