Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ડોલર ઉછળી રૃ.૬૫ વટાવી ગયો: સોના ચાંદી, રૃપિયો તથા ક્રૂડના ભાવ ગબડયા

- અમેરિકામાં ક્રૂડતેલનો સ્ટોક ૨૪ લાખ બેરલ્સ વધ્યો

મુંબઈ, તા. 08 માર્ચ 2018, ગુરૃવાર

મુંબઈ સોના-ચાંદી બજારમાં આજે ઉછાળા ઉભરા જેવા નિવડતાં ભાવ ફરી ઘટાડા પર હતા. કરન્સી બજારમાં રૃપિયા સામે ડોલરના ભાવ ઘટતા અટકી ફરી ઉછળી રૃ.૬૫ની સપાટી વટાવી ગયા હતા. વિશ્વ બજારમાં ડોલર વધતાં વૈશ્વિક સ્તરે સોનામાં ઉછાળે હેજફંડોની વેચવાલી નિકળી  હતી અને તેના પગલે વિશ્વ બજારમાં સોનાના ભાવ ગબડ્યાના સમાચાર હતા.  મુંબઈ કરન્સી બજારમાં આજે ડોલરના ભાવ રૃ.૬૪.૮૮ વાળા ઉછળી ૬૫.૧૮ થઈ છેલ્લે  ભાવ ૬૫.૧૪ હતા.  વિશ્વ બજારમાં  સોનાના ભાવપ ઔશના ૧૩૩૧.૧૦ ડોલરવાળા નીચામાં  ભાવ ૧૩૨૨.૫૦થી ૧૩૨૩ ડોલર થઈ સાંજે ભાવ ૧૩૨૪.૫૦થી ૧૩૨૫ ડોલર રહ્યા હતા.  વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે ઝવેરી બજારમાં ભાવ દબાણ હેઠળ હતા.  મુંબઈમાં સોનાના ભાવ જીએસટી વગર ૧૦ ગ્રામના ૯૯.૫૦ના રૃ.૩૦૫૫૫ વાળા ૩૦૪૪૦ થઈ રૃ.૩૦૪૮૫ બંધ રહ્યા  હતા જ્યારે ૯૯.૯૦ના ભાવ રૃ.૩૦૭૦૫ વાળા ૩૦૫૯૦ થઈ રૃ.૩૦૬૩૫ બંધ હતા.  જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા જેટલા ઉંચા હતા. દરમિયાન  મુંબઈમાં  ચાંદીના ભાવ કિલોના ૯૯૯ના રૃ.૩૮૭૩૫ વાળા ૩૮૩૩૦ થઈ ૩૮૩૬૦ બંધ રહ્યા પછી સાંજે ભાવ રૃ.૩૮૪૦૦ તથા જીએસટી સાથેના ભાવ આ ભાવથી આશરે રૃ.૧૧૦૦ જેટલા ઉંચા હતા.

વિશ્વ બજારમાં સોના પાછળ ચાંદીના ભાવ ઔંશના ૧૬.૬૮ ડોલરવાળા નીચામાં ૧૬.૪૪ થઈ સાંજે ભાવ ૧૬.૪૭થી ૧૬.૪૮ ડોલર રહ્યા  હતા. વિશ્વ બજારમાં પ્લેટીનમના  ભાવ સાંજે ઔંશના ૯૪૮.૭૦થી ૯૪૮.૭૫ ડોલર તથા  પેલેડીયમના ભાવ ૯૭૦.૨૦થી ૯૭૦.૩૦ ડોલર હતા.  દરમિયાન, વિશ્વ બજારમાં  ક્રૂડતેલના ભાવ ઘટી બેરલદીઠ  બ્રેન્ટક્રૂડના નીચામાં ૬૫ ડોલરની અંદર ઉતરી સાંજે ભાવ ૬૪.૧૫ ડોલર હતા. જ્યારે   ન્યુયોર્કના ભાવ ઘટી ૬૧.૧૨ ડોલર હતા. અમેરિકામાં ક્રૂડતેલનો સ્ટોક  ૨૪.૧૦ લાખ બેરલ્સ વધ્યો હોવાનું એનર્જી ઈન્ફર્મેશન  એડમિનિસ્ટ્રેશને   જણાવ્યું હતું.  ઉત્પાદનમાં  પણ વધુ વૃદ્ધી થતાં નવો રેકોર્ડ થયાના સમાચાર હતા.

દરમિયાન વિશ્વ બજારમાં કોપરના ભાવ ૩ મહિનાની ડિલીવરીના ૬૯૦૦ ડોલરની  અંદર ઉતરી ૬૮૫૯ ડોલર હતા.  ટીનના ભાવ ઘટી ૨૧૨૭૫  ડોલર, નિકલના ભાવ ઘટી ૧૩૨૫૦ ડોલર, એલ્યુ.ના ભાવ ૨૧૦૩ ડોલર,  જસતના ૩૨૮૪ ડોલર તથા સીસાના ભાવ ૨૩૬૮ ડોલર રહ્યાના સમાચાર હતા.  હિન્દુસ્તાન ઝીંકે આજે  જસતના ભાવ ટનના રૃ.૭૨૦૦ તથા સીસાના ભાવ રૃ.૨૫૦૦ ઘટાડયાના સમાચાર હતા.

અમેરિકાથી મળતા સમાચાર મુજબ ત્યાં પ્રમુખે તાજેતરમાં વિવિધ ચીજો પર  આયાત ટેરીફ વધારવા સંકેત આપ્યા પછી આજે  ટેરીફની આવી વૃદ્ધીમાં કેનેડા તથા મેક્સિકો જેવા પાડોશી દેશોને  રાહત આપવામાં આવશે એવો સંકેત પ્રમુખે આપતાં કેનેડીયન ડોલરના ભાવ તથા મેક્સિકોના કરન્સીના ભાવ વધ્યાના સમાચાર હતા.   યુરોના ભાવ પણ વધ્યા હતા. બેંક ઓફ જાપાનની મિટિંગ શુક્રવારે મળવાની છે જ્યારે અમેરિકામાં જોબગ્રોથના આંકડા શુક્રવારે (આજે) બહાર પડવાના છે. બ્રિટીશ પાઉન્ડ નરમ હતો.
અમેરિકામાં ટેરીફ વૃદ્ધિમાં કેનેડા તથા મેક્સિકો જેવા પાડોશી દેશોને રાહત અપાશે એવો પ્રમુખ ટ્રમ્પે આપેલો સંકેત

Post Comments